Aapnu Gujarat
રમતગમત

દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત, આઉટ ઓફ ફોર્મ અમલા ઈન

દક્ષિણ આફ્રિકાએ ૩૦ મે, ૨૦૧૯થી લંડનમાં શરૂ થનારા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ૧૫ સભ્યોની ટીમનું સુકાનપદ ફાફ ડૂ પ્લેસિસને અપાયું છે. પસંદગીકર્તાઓએ હાશીમ અમલામાં વિશ્વાસ જાળવી રાખ્યો છે, જેનું ફોર્મ છેલ્લા કેટલાક સમયથી એક સમાન રહ્યું નથી. બીજી તરફ, આઈપીએલમાં દિલ્હી તરફથી રમી રેહલો ક્રિસ મોરિસ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે, તેમ છતાં તેને વર્લ્ડ કપ માટેની દેશની ટીમમાં સ્થાન મળ્યું નથી.દક્ષિણ આફ્રિકાના પસંદગીકર્તાઓએ વર્લ્ડ કપ માટે એક જ વિકેટકીપર ક્વિન્ટન ડિકોકની પસંદગી કરી છે. એટલે કે, જો જરૂર પડશે તો બેક-અપ વિકેટકીપર તરીકે ડેવિડ મિલર ભૂમિકા ભજવશે. રીઝા હેન્ડ્રિક્સને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. ૨૯ વર્ષનો હેન્ડ્રિક્સ મિડલ ઓર્ડર બેટ્‌સમેન છે અને ઓફ સ્પિન બોલિંગ પણ કરે છે. હેન્ડ્રિક્સે છેલ્લે ઓગસ્ટ મહિનામાં પ્રથમ વનડે મેચ રમી હતી, ત્યાર પછી તે ટીમમાં છે. દક્ષિણ આફ્રિકા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરનારો ૭મો દેશ છે. વર્લ્ડ કપ માટે સૌથી પહેલા ન્યુઝીલેન્ડે ટીમની જાહેરાત કરી હતી. ત્યાર પછી ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશે કરી હતી. પાકિસ્તાન, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાએ આજના દિવસે એટલે કે ૧૮ એપ્રિલના રોજ પોતાની ટીમોની જાહેરાત કરી છે. હવે માત્ર વેસ્ટ ઈન્ડીઝ અને અફઘાનિસ્તાનની ટીમની જાહેરાત બાકી રહી છે. જે.પી. ડુમિની આ વર્લ્ડ કપ પછી વન ડે ક્રિકેટમાંથી સન્યાસ લેવાના સંકેત આપી ચૂક્યો છે. લેગ સ્પિનર ઈમરાન તાહિરનો પણ આ અંતિમ વર્લ્ડ કપ હશે. દક્ષિણ આફ્રિકાને ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ ૩૦ મેના રોજ યજમાન ઈંગ્લેન્ડ સાથે લંડનમાં રમવાની છે. આ ટૂર્નામેન્ટની ઉદ્ઘાટન મેચ પણ હશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૫ જૂનના રોજ મેચ રમાશે. ભારતની આ પ્રથમ મેચ હશે.

Related posts

धोनी को नजरअंदाज करने का सवाल ही नहीं उठता : चयनकर्ता

aapnugujarat

कोपा अमेरिका : पेरू को 3-1 से हराकर ब्राजील नौवीं बार बना चैम्पियन

aapnugujarat

वर्ल्ड कप इतिहास के सबसे महंगे भारतीय गेंदबाज बने युजवेंद्र चहल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1