Aapnu Gujarat
રાષ્ટ્રીય

કર્ણાટકમાં મંત્રીઓના આવાસ ઉપર આવકવેરાના દરોડા

કર્ણાટકમાં માંડિયાના મતદૂરમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને જેડીએસના નેતા નાગારત્નાસ્વામીના જુદા જુદા આવાસ ઉપર આજે વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગ તરફથી આ કાર્યવાહ ીકરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા પંચાયતના બીજા એક સભ્યના આવાસ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. બીજી બાજુ હાસનમાં લોકનિર્માણ મંત્રી એચડી રવેન્નાના સાથીઓ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગની કાર્યવાહીથી ભારે ખળભળાટ મચી ગયો છે. આઈટી વિભાગનું કહેવું છે કે, મની લોન્ડરિંગની ફરિયાદ મળ્યા બાદ ટીડબલ્યુડી એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોના આવાસ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. બીજી બાજુ ભાજપે કોંગ્રેસ અને જેડીએસ પર કોન્ટ્રાક્ટ પરના પ્રવક્તા બનવાનો આક્ષેપ કર્યો છે. આ પહેલા પણ આવકવેરા વિભાગની ટીમે કુલ ૨૪ સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા. આ સ્થળોથી આશરે ૧.૬૬ કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી ચુકી છે. કર્ણાટકમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા આવકવેરા વિભાગની ટીમોએ રાજ્ય સરકારના મંત્રી સીએસ પુતરાજુ અને તેમના એક સંબંધીના આવાસ ઉપર દરોડા પાડ્યા હતા. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ આઈટી રેડ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાનાશાહ તરીકે ગણાવીને તેમની ટિકા કરી હતી. મોદી હિટલરથી પણ વધારે ખરાબ વર્તન કરી રહ્યા છે. કર્ણાટકની સાથે સાથે મધ્યપ્રદેશમાં પણ અગાઉ મુખ્યમંત્રી કમલનાથના નજીકના લોકો ઉપર દરોડા પાડવામાં આવી ચુક્યા છે. કમલનાથના ઓએસડી પ્રવિણ કક્કડ અને તેમના સાથી અશ્વિન શર્માના આવાસ ઉપર દરોડા પાડવામાં આવી ચુક્યા છે. અશ્વિન શર્માના ઘરથી પ્રાણીઓના ચામડા પણ મળી આવ્યા છે. વન વિભાગની ટીમે કાર્યવાહીનો દોર જારી રાખ્યો છે.

Related posts

કેરળની એસેમ્બલીના અધ્યક્ષે ખરીદ્યા ૫૦,૦૦૦ રૂ.ના ચશ્મા અને બિલ સરકારે ભર્યું !!!

aapnugujarat

સંબિત પાત્રા ૧૧ હજારથી વધારે વોટથી હાર્યા

aapnugujarat

ભારત વિશ્વમાં સૌથી વિશ્વસનીય દેશોમાં સામેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1