Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારત વિશ્વમાં સૌથી વિશ્વસનીય દેશોમાં સામેલ

ભારત વિશ્વમાં કારોબાર, સરકાર, એનજીઓ અને મીડિયાના મામલે સૌથી વિશ્વસનીય દેશોમાં શામેલ છે, પરંતુ દેશની કારોબારી બ્રાન્ડોની વિશ્વસનીયતા આ મામલે ઓછી છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે. એડલમેનની ટ્રસ્ટ બેરોમીટર ૨૦૧૯ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં વિશ્વનીયતા સૂચકઆંક ૩ અંકના સામાન્ય સુધારા સાથે ૫૨ અંક પર પહોંચી ગયો છે. ચીન જાગરુક જનતા અને સામાન્ય વસતીના ભરોસા સૂચકઆંકમાં ક્રમશઃ ૭૯ અને ૮૮ અંકો સાથે ટોચ પર રહ્યું છે.ભારત આ બંન્ને શ્રેણિઓમાં બીજા અને ત્રીજા સ્થાન પર છે.
આ સૂચકઆંક એનજીઓ, કારોબાર, સરકાર અને મીડિયામાં ભરોસાની સરેરાશ પર આધારીત છે. ૨૭ બજારોમાં કરાયેલા ઓનલાઈન સર્વે પર આ રિપોર્ટ આધઆરિત છે. જેમાં ૩૩ હજારથી વધુ લોકોના જવાબોનો સમાવેશ કરાયો છે. ભારત, મેક્સિકો અને બ્રાઝિલમાં સ્થિત કંપનીઓ ભરોસાને મામલે નિચલા સ્થાન પર છે. ત્યારબાદ ચીન અને દક્ષિણ કોરિયાનો ક્રમ આવે છે.તમને જણાવી દઈએ કે વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર સુસ્ત પડવાના દબાણ વચ્ચે ઉદ્યોગ જગત અને રાજકીય ક્ષેત્રભરના દિગ્ગજો સ્વિટ્‌ઝરલેન્ડ ખાતે દાવોસ સમિટમાં એક્ઠા થયાં છે. જોકે હાલ વૈશ્વિક આર્થિક મંદીનો કોઈ ખતરો નજરે નથી પડી રહ્યો. સમિટના પ્રથમ દિવસે જ આઈએમએફે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરના પાતોના અનુમાનને ઘટાડી દીધું હતું. સમિટમાં ભાગ લઈ રહેલા ભારતના પ્રતિનિધિઓને અન્ય દેશોના લોકો દ્વારા આગામી લોકસભા ચૂંટણીને લઈને સવાલો પુછી રહ્યાં છે, તે લોકોને જિજ્ઞાસા છે,કે શું નરેન્દ્ર મોદીની સરકાર પુનઃ સત્તામાં આવશે.

Related posts

आगरा में यमुना एक्सप्रेस वे पर पुल से नीचे गिरी बस, 29 की मौत

aapnugujarat

रेलवे का निजीकरण नहीं : सरकार

aapnugujarat

इन्सेफेलाइटिस से बच्चों की मौत की घटना विकास में बाधक : चिराग पासवान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1