Aapnu Gujarat
મનોરંજન

સોનાક્ષી સિંહા પણ રિતિક રોશનની ચાહક

સોનાક્ષી સિંહા અને રિતિક રોશન ટુંક સમયમાં પ્રથમ વખત એક સાથે કોઇ નવી ફિલ્મમાં નજરે પડી શકે છે. થોડાક સમય પહેલા એક કાર્યક્રમમાં બન્ને સાથે નજરે પડ્યા હતા. એ વખતે રિતિક રોશન અને સોનાક્ષી સિંહાએ એકબીજાની ભરપુર પ્રશંસા કરી હતી. સોનાક્ષીએ કબુલાત કરતા કહ્યુ હતુ કે રિતિક રોશનની પ્રથમ ફિલ્મ કહો ના પ્યાર હે રજૂ કરવામાં આવી ત્યારથી તે રિતિક રોશનની મોટી ચાહક તરીકે રહી છે. તેનુ કહેવુ છે કે તે રિતિક રોશનના ઓટોગ્રાફ મેળવી લેવા માટે શરૂઆતમાં ખુબ ઉત્સુક રહેતી હતી. રિતિક રોશન હાલમાં ડાન્સ રિયાલીટી શોમાં હાજરી આપી હતી. જેમાં સોનાક્ષી સિંહા, ફિલ્મ નિર્માતા મોહિત સુરી અને કોરિયોગ્રાફર ટેરેન્સ લુવિસ જજ તરીકે હતા. રિતિક રોશને શો દરમિયાન સોનાક્ષી સાથે ડાન્સ કરીને તમામને રોમાંચિત કરી દીધા હતા તે સોનાક્ષી સાથે કેટલાક ગીત પર ઝુમી ઉઠ્યો હતો. રિતિક રોશને મોડેથી કહ્યુ હતુ કે સોનાક્ષી સિંહા હાલમાં સર્વશ્રેષ્ઠ ડાન્સર અભિનેત્રી પૈકીની એક તરીકે છે. રિતિક રોશેન કહ્યુ હતુ કે ભવિષ્યમાં તેની સાથે કામ કરવા માટે ઉત્સુક છે. સોનાક્ષીની ફિલ્મ રાજકુમારના કેટલાક ગીતો પર રિતિક સોનાક્ષી સાથે ડાન્સ કરતો નજરે પડ્યો હતો. હજુ સુધી સોનાક્ષી અને રિતિક રોશન કોઇ ફિલ્મમાં સાથે કામ કરી શક્યા નથી. જો કે આગામી સમયમાં બન્નેને સાથે લઇને કોઇ નિર્માતા નિર્દેશક ફિલ્મ બનાવે તેવી શક્યતા છે. રિતિક રોશન સાથે સોનાક્ષીએ સાડી કે ફોલ સા તુઝે મેચ કિયા રે ગીત પર ડાન્સ કરીને તમામને રોમાંચિત કરી દીધા હતા. સોનાક્ષીની કોઇ ફિલ્મ પણ છેલ્લા કેટલાક સમયથી હિટ સાબિત થઇ નથી.

Related posts

पंजाबी, हिंदी रैप में बहुत बदलाव आया है: यो यो हनी सिंह

editor

હજુ અભિનેત્રી માટે કોમિક રોલ વધારે નથી : પરિણિતી

aapnugujarat

જુદી જુદી ભાષાની ફિલ્મો કરવા તમન્ના ઉત્સુક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1