Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત હાઇકોર્ટે પબજી ગેમ પર પ્રતિબંધ હટાવવાની અરજી ફગાવી

રાજ્યમાં તમામ મોટા જિલ્લામાં પબજી ગેમ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પબજીને કારણે રાજ્યના યુવાનોમાં ખોટી લત લાગવી તથા તેમના વ્યવહારમાં અસર પડતી હોવાનું કારણ આપી જિલ્લા પોલીસ કમિશનર દ્વારા પબજી ગેમ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે આ પ્રતિબંધ ખોટી લગાવવામાં આવ્યો હોવાનું જણાવી ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી જેને કોર્ટે ફગાવી દેધી છે.અમદાવાદ સ્થિત હાઇકોર્ટે પબજી ગેમ પરના પ્રતિબંધને પડકારતી જાહેરહિતની અરજી ફગાવી છે. કોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન જણાવ્યું કે પબજી પર પ્રતિબંધ હટાવવામાં કોઇ જાહેરહિત નથી. જો કે પબજી પીડિત વ્યક્તિ આ મામલે અરજી કરી શકે છે.હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરનારના વકીલે દલીલો કરી કે સીઆરપીસી ૧૪૪નો એકદમ ખોટી રીતે ઉપયોગ થાય છે, આ પ્રતિબંધ બાદ ૨૧ લોકોની ધરકડ કરવામાં આવી છે. પબજી રમવાથી કોઇ હિંસાત્મક વર્તન થતું નથી. આવું ક્યાય સાબિત થયું નથી. ગેમ પર આ રિટના પ્રતિબંધથી ફ્રીડમ ઓફ ચોઇસ અને સ્વતંત્રતા પર તરાપ છે.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પરીક્ષાનો સમય અને યુવાનોમાં સૌથી ઝડપથી ક્રેઝ વધી જતાં પબજી ગેમ્સ રમવા અને મોબાઇલમાં રાખવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો કોઇ વ્યક્તિ આ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેમની ધરપકડ કરવામાં આવશે તથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રતિબંધ બાદથી રાજ્યમાં અનેક જિલ્લામાં અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી જેમાંથી મોટાભાગના યુવાનો હતા.

Related posts

૭૫ ન.પા.માંથી ૪૭ ભાજપ અને ૧૬ કોંગ્રેસના ફાળે

aapnugujarat

रिश्वत केस : सीआईडी क्राइम के पीआई शेख की अग्रिम जमानत अर्जी खारिज

aapnugujarat

સાબરકાંઠા જિલ્લા જેલ હિંમતનગર ખાતે સર્વ રોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1