Aapnu Gujarat
બિઝનેસ

નાદાર બનેલી જેટ એરવેઝમાં ટાટા કંપની રોકાણ કરે તેવી શક્યતા

ટાટા કંપની નાદાર બનેલી જેટ એરવેઝમાં રોકાણ કરે એવા સંકેતો છે. ભારતીય સ્ટેટ બેંકની આગેવાનીમાં બેંકો દ્વારા ઈચ્છુક રોકાણકારો પાસે આવેદન (એક્સપ્રેશન ઓફ ઈન્ટ્રેસ્ટ – આઈ.ઓ.આઈ.) મગાવવામાં આવ્યાં હતાં. અંદાજ પ્રમાણે જેટ એરવેઝને ફરી બેઠી કરવા માટે આશરે ૮૫૦૦ કરોડ રૂપિયાના રોકાણની જરૂર પડશે. ટાટા કંપની આ માટે બીડ કરે એવી શક્યતા છે, જોકે આ મામલે કંપનીએ સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવાની ના પાડી છે.
બીડ ભરવાની છેલ્લી તારીખ ૯ એપ્રિલ છે. અગાઉ ગત નવેમ્બરમાં ટાટા બોર્ડમાં જેટ એરવેઝમાં રોકાણ માટે પ્રસ્તાવ પણ મૂકાયો હતો, પણ એ સમયે જેટ એરવેઝના પ્રમોટર્સ એમનો કન્ટ્રોલ જાળવવા ઈચ્છતા હોવાથી એ પ્રસ્તાવ પાછો ખેંચવામાં આવ્યો હતો.
ટાટા કંપની એરએશિયા અને વિસ્તારા એરલાઈન્સ જોઈન્ટ વેન્ચરમાં ચલાવે છે. એમની પાર્ટનર કંપની સિંગાપોર એરલાઈન્સ આ બીડમાં કંપનીને મદદ કરી રહી હોવાનું પણ કહેવાય છે. એક્સપર્ટનો મત એવો છે કે ટાટાનો લાંબા ગાળાનો પ્લાન જેટ એરવેઝ, એરએશિયા અને વિસ્તારાનું કોમ્બિનેશન યોજી એરલાઈન્સ માર્કેટ પર ઈન્ડિગોની સત્તાને પડકારવાનો હોઈ શકે.

Related posts

કસ્ટમ ડ્યુટી વધી જતા ટીવી, મોબાઇલ મોંઘા

aapnugujarat

Maruti Suzuki registers sharp 25% decline in passenger vehicle in May

aapnugujarat

5જી નેટવર્કના કોન્ટ્રાક્ટથી ચાઇનાને બહાર રાખે કેન્દ્ર સરકાર : કેટ

editor

Leave a Comment

UA-96247877-1