Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લાલૂ યાદવને ફટકો : જામીન અરજી સુપ્રીમે ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટે ઘાસચારા કૌભાંડમાં રાંચીની જેલમાં સજા કાપી રહેલા લાલૂ પ્રસાદ યાદવની જામીન અરજીને ફગાવી દીધી છે. હવે લાલૂ પ્રસાદ યાદવને લોકસભાની ચૂંટણી સુધી જેલમાં જ રહેવું પડશે. મંગળવારે મામલામાં સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. ઘાસચારા કૌભાંડમાં અપરાધી જાહેર થયેલા આરજેડીના સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવની જામીન અરજીનો સીબીઆઈએ ઉગ્ર વિરોધ કરતા કહ્યું હતું કે, તેમણે મુખ્યમંત્રીના પોતાના ગાળા દરમિયાન પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેમણે જામીન અરજી એટલા માટે કરી છે જેથી તેમના પોલિટિકલ ગતિવિધિને આગળ વધારી શકે.લાલૂ પ્રસાદે પોતાની તબિયત સારી ન હોવાના કારણે જામીનની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં લાલૂ તરફથી ઝારખંડ હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકાયો હતો. હાઈકોર્ટે જામીન અરજી ફગાવ્યા બાદ લાલૂ પ્રસાદ યાદવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સીબીઆઈએ કહ્યું હતું કે, ૨૦૧૯ી સામાન્ય ચૂંટણી અને મેડિકલના આધાર પર કરવામાં આવેલી જામીન અરજી હાઈકોર્ટમાં ફગાવી દેવાઈ છે અને સ્વાસ્થ્ય લઇને હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ હતી. કેન્દ્રીય તપાસ સંસ્થાએ કહ્યું હતું કે, લાલૂ યાદવ તરફથી રાજનીતિક ગતિવિધિને આગળ વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના લીધે જ આ જામીન અરજી કરવામાં આવી છે જેથી સીબીઆઈએ આનો જોરદાર વિરોધ કર્યો હતો. લાલૂ પ્રસાદ યાદવે સમગ્ર મામલામાં મુખ્ય આરોપી દર્શાવવામાં આવ્યા ચે અને કહ્યું હતું કે, તેમને ચાર મામલામાં અપરાધી જાહેર કરવામાં આવ્યા છે. લાલૂ પ્રસાદ યાદવ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ ઉપસ્થિત રહ્યા હતા. સિબ્બલે દલીલ કરી હતી. લાલૂ યાદવને ત્રણ કેસમાં એક જ પુરાવાના આધાર પર સજા કરવામાં આવી છે. ૨૨ મહિનાથી લાલૂ યાદવ જેલમાં બંધ છે. કોઇ શખ્સ એક જ અપરાધ માટે ત્રણ વખત કેવી રીતે સજા મેળવી શકે છે પરંતુ સુપ્રીમ કોર્ટે રાહત ન આપી અને ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની બેંચે જામીન અરજી ફગાવી દીધી હતી.

Related posts

PM मोदी ने पुडुचेरी में कई विकास परियोजनाओं का किया शिलान्यास

editor

मानसून ने राजस्थान में किया प्रवेश

editor

जगन मोहन रेड्डी ने की कैंसर पीड़ित युवक की मदद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1