Aapnu Gujarat
બિઝનેસ

સાઉથ કોરિયા સૌથી પહેલાં ૫જી સર્વિસ શરૂ કરશે

સાઉથ આફ્રિકા સૌથી પહેલાં કોમર્શિયલ ધોરણે ૫જી સર્વિસ લોન્ચ કરનારો દેશ બનશે. તેણે શુક્રવારથી સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના નવા ૫જી-એનેબલ્ડ સ્માર્ટફોન ગેલેક્સી એસ૧૦ સાથે લેટેસ્ટ વાયરલેસ ટેક્‌નોલોજી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. વિશ્વમાં સ્માર્ટફોનનો સૌથી વધુ વ્યાપ ધરાવતા દેશોમાં સામેલ સાઉથ કોરિયા ૫જીના લોન્ચિંગ મુદ્દે ચીન, અમેરિકા અને જાપાન સાથે સ્પર્ધામાં છે.સાઉથ આફ્રિકાને આશા છે કે, ૫જી ટેક્‌નોલોજી સ્માર્ટ સિટી અને સ્વચાલિત કાર જેવાં ક્ષેત્રોમાં મોટી સફળતા અપાવશે અને ૨૦૧૮માં છ વર્ષના તળિયે પહોંચેલી આર્થિક વૃદ્ધિને વેગ આપશે.
૫જી સર્વિસ ગેમિંગ ઉદ્યોગમાં મોટું પરિવર્તન લાવશે. તેને લીધે સ્માર્ટફોન્સ પર રમાતી ગેમ્સના સ્ટ્રીમિંગ વિલંબનું પ્રમાણ નહીંવત્‌ થશે. ૫જી ટેક્‌નોલોજી ૪જી લોંગ-ટર્મ ઇવોલ્યુશન નેટવર્ક્સની તુલનામાં ૨૦ ગણી વધુ ઝડપ પૂરી પાડશે. ઉપરાંત, તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી માટે વધુ સારો સપોર્ટ આપશે. અમુક સમયે તો તે ૧૦૦ ગણી વધુ ઝડપ આપશે.ઉલ્લેખનીય છે કે, સાઉથ કોરિયન કંપનીઓએ ૫જીના માર્કેટિંગમાં અબજોનો ખર્ચ કર્યો છે. સાઉથ કોરિયન કંપનીને ૨૦૧૯નું વર્ષ પૂરું થતાં સુધીમાં ૧૦ લાખ ૫જી ગ્રાહકો મળવાનો અંદાજ છે. તેના કુલ ગ્રાહકોની સંખ્યા ૨.૭ કરોડ છે. ઉલ્લેખનીય છે કે, સેમસંગે ફેબ્રુઆરીમાં લગભગ ૨,૦૦૦ ડોલરમાં ફોલ્ડિંગ સ્માર્ટફોન લોન્ચ કર્યો ત્યારે તેણે સૌથી પહેલાં ૫જી ફોન બજારમાં મૂક્યો હતો. એનાલિસ્ટ્‌સના જણાવ્યા અનુસાર કંપની આ લોન્ચિંગને કારણે ૫જીની રેસમાં સૌથી આગળ છે. હરીફ એલ ઇલેક્ટ્રોનિક્સ ચાલુ મહિને સાઉથ કોરિયામાં ૫જી સ્માર્ટફોન લોન્ચ કરવાની યોજના ધરાવે છે. અમેરિકામાં વેરિઝોને ૧૧ એપ્રિલે બે શહેરમાં ૫જી નેટવર્કના લોન્ચિંગની જાહેરાત કરી છે.

Related posts

માર્ચમાં વિદેશી રોકાણકારોએ ૮,૪૦૦ કરોડની ખરીદી કરી

aapnugujarat

ચૂંટણી પરિણામો ભાજપ તરફી રહેતાં આવતીકાલથી બજારમાં તેજીનાં એંધાણ

aapnugujarat

નોટબંધીને નોબેલ વિજેતા થેલરે બતાવી મોદી સરકારની મોટી ભૂલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1