Aapnu Gujarat
ગુજરાત

જુનાગઢની જેલમાં બંધ બુટલેગરે લોકસભા માટે ફોર્મ ભર્યું

જુનાગઢના ઇતિહાસની પ્રથમ ઘટના છે સાથે જ અચરજ પમાડ નારી પણ છે. જૂનાગઢમાં થોડા દિવસ પહેલા જૂનાગઢ જેલમાં દલિત યુવાનને જેલમાં માર મારી જીવલેણ હુમલો કરનાર બુટલેગર ધીરેન કારિયાએ આજે ૪ એપ્રિલે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. એટલું જ નહીં પણ પોલીસ બંદોબસ્ત સાથે ધીરેન કારિયા કલેક્ટર કચેરીએ પહોંચી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે બુટલેગર દ્વારા ફોર્મ ભરવામાં આવતા લોકોમાં આશ્ચર્ય સાથે પ્રશ્ન પણ છે કે આવા નેતા પણ વોટ માગશે?વિદેશી દારૂના કેસમાં જેલમાં છે જૂનાગઢના લીસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાએ જુનાગઢ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું છે. આ બુટલેગરે પોલીસ બંદોબસ્ત સાથે કલેક્ટર ઓફિસમાં એન્ટ્રી કરી ફોર્મ ભરતાં ત્યાં હાજર બધા જ ચોંકી ગયા હતા.
કલેક્ટર કચેરીમાં જ્યારે તેની એન્ટ્રી થઈ ત્યારે સવાભાવીક રીતે તેનામાં કોન્ફીડન્સ સાથે આસપાસ ચાલતી પોલીસ સાથેની તેની એન્ટ્રી સાથે જ ચર્ચાઓના વાદળો બંધાવવાના શરૂ થઈ ગયા હતા. હાલ ધીરેન વિદેશી દારૂનાં કેસમાં જેલમાં છે.
ઉલ્લેખનીય છે કે જેલમાંથી કોઇ બુટલેગરે લોકસભામાંથી ઉમેદવારી કરી હોય તેવી આ પ્રથમ ઘટના છે. તેણે અરજીમાં એક પીએસઆઈ અને સ્ટાફની માંગણી પોતાનાં ખર્ચે કરી છે. ધીરેન કારિયા પર બુટલેગર ઉપરાંત ફાયરિંગ કરવા સહિતના ગુનાઓ નોંધાયેલા છે. સ્વાભાવીક રીતે એક બુટલેગરનું ફોર્મ ભરાતાં લોકો ચોંકી ગયા હતા.

Related posts

म्युनि. में कौभांडी कोन्ट्राक्टरों को कोन्ट्राक्ट देने पर भारी विवाद

aapnugujarat

पालनपुर में तालाब में डूब जाने से तीन युवकों की मौत

aapnugujarat

ગુજરાતમાં કિલર સ્વાઈન ફ્લુથી વધુ ત્રણ દર્દીનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1