Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી પહેલા બહાર આવેલા સરવેમાં કર્ણાટકમાં ભાજપ માટે આંચકો, કોંગ્રેસનું ગઠબંધન આગળ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ખુરશી સંભાળ્યા બાદ જે રાજ્યોમાં સૌ પ્રથમ ગઠબંધન કર્યુ હતું. તેમાં પહેલું રાજ્ય કર્ણાટક હતું. મે-૨૦૧૯માં કોંગ્રેસે જનતા દળ(સેક્યુલર) સાથે હાથ મિલાવ્યા અને એચડી કુમારસ્વામીને સીએમ પદ માટે સમર્થન કર્યુ.વર્તમાનમાં ગઠબંધન સરકાર શાસન કરે છે. જો કે ભાજપની તુલનામાં કોંગ્રેસને નુકસાન વેઠવું પડે છે. દક્ષિણ ભારતમાં કર્ણાટક એક માત્ર સંતાન છે. જે રાજ્યમાં ભાજપની પ્રબળ શક્યતા દેખાય રહિ છે.સરવેમાં જાણવા મળતી વિગત પ્રમાણે દક્ષિણ ભારતનાં આ રાજ્યમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન ૧૭ બેઠક પર આગળ છે, જ્યારે ભાજપ ૧૧ સીટો પર આગળ ચાલે છે.જો સરવે સાચો સાબિત થાય તો ભાજપને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીની તુલનામાં ૬ સીટોનું નુકસાન થવાની સંભાવના છે.
ગત સામાન્ય ચૂંટણીમાં કર્ણાટકની ૨૮ માંથી ૧૭ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. બીજી તરફ કોંગ્રેસને ૯ સીટ અને જેડીએસને માત્ર ૨ સીટથી કામ ચલાવવું પડ્યું. વિધાનસભા ચૂંટણીનાં પરિણામ પ્રમાણે ભાજપને ૧૩ બેઠક પર અને કોંગ્રેસને ૧૧ તેમજ જેડીએસને ૪ સીટ પર આગળ જણાતી હતી.વોટ શેરની દ્રષ્ટિએ સરવેનું અનુમાન છે કે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન ૫૧ મત મળવાની શક્યતા છે. જ્યારે ભાજપને ૪૫ ટકા વોટ મળશે. ગઠબંધનની અશર પર નજર નાંખીએ તો લોકસભા અને વિધાનસભા ચૂંટણી પરિણામોની સરખામણી રસપ્રદ છે. ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સ્વરૂપે મેદાનમાં ઉતરતા તો ૧૩ લોકસભા બેઠકો પર ગઠબંધન વિજય મેળવત અને ૧૫ સીટ પર ભાજપની જીત થતી.જો ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં બન્ને પક્ષો એકસાથે ચૂંટણી લડતા અને ગઠબંધનનાં મતો સંપુર્ણ રીતે ટ્રાન્સફર થાય તો યુપીએ ૨૧ લોકસભા સીટ અને બીજેપી ૭ લોકસભા સીટ પર જીત નિશ્ચિત હતી. છેલ્લી લોકસભા ચૂંટણીની તુલનાએ ગઠબંધને ઘણો ફાયદો જોવા મળી રહ્યો છે. ગઠબંધનની રાજનિતીને ધ્યાને રાખીએ તો આ વખતે યુપીએને ૧૭ બેઠકોનો અંદાજ વિધાનસભા ચૂંટણી પરિણામ પ્રમાણે ૨૧ સીટોની તુલનામાં ઘણું ઓછું છે.સરવેમાં જણાંવ્યા પ્રમાણે કર્ણાટકની ૨૮ સીટમાંથી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને ૮ બેઠકો પર ભારે બઢતી મળી રહિ છે. બીજી તરફ ભાજપને ૪ સીટો પર ભારે બહુમતી મળી રહિ છે. ૩ બેઠકો પર યુપીએ અને ૪ સીટો પર ભાજપને થોડી વધારે બઢતી મળી રહિ છે. બાકીની ૯ સીટ પર કાંટેકી ટક્કર જોવા મળે છે. આ ૯ સીટો પર કોઇ પુર્વાનુમાન લગાવવું એ ઘણું ઉતાવળું છે. કોઇ પણ પક્ષની તરફેણમાં ૨-૩ ટકા વધારે મતો પડશે તો નિર્ણય બદલાઇ શકે છે.આનું કારણ સ્પષ્ટરૂપથી ક્ષેત્રીય છે. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને જુના મૈસુર વિસ્તારમાં ભારે બહુમતી હાંસલ છે. જ્યા ભાજપની તુલનામાં બન્ને પક્ષો મજબૂત સ્થિતીમાં છે. તુમકુરમાં ગઠબંધન મજબૂત સ્થિતીમાં છે. જ્યાંથી પૂર્વ વડાપ્રધાન એચડી કુમારસ્વામી ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય હાસન, ચામરાજનગર, માંડ્યા, ચિકબલ્લપુર તથા બેંગ્લોર ગ્રામીણમાં ગઠબંધનનો ઘોડો વિનમાં છે. બીજી તરફ ઉડુપી, તટીય કર્ણાટકનાં ચિકમંગલુર,ધારવાડ તથા ઉત્તરમાં મુંબઇ-કર્ણાટક ક્ષેત્રનાં બગલકોટ અને દક્ષિણી બેંગ્લુરુ સીટ પર ભાજપ મજબૂત સ્થિતીમાં છે.આતંરિક વિખવાદને કારણે બન્ને પાર્ટીનાં મજબૂત ગઢમાં કાંગરા ખરી રહ્યા છે. માંડ્યામાં કોંગ્રેસ નેતા સ્વ. અંબરીશનાં વિધવા પત્ની સુમનલત્તાને જેડીએસ ઉમેદવાર નિખીલ કુમારસ્વામીની ઉમેદવારીને નુકસાન પહોંચાડવાની ચેતવણી આપી છે. જે સીએમ એચડી કુમારસ્વામીનાં પુત્ર છે.
આ તરફ દક્ષિણી બેંગ્લુરૂમાં તેજસ્વી સુર્યાને ઉમેદવાર બનાવાતા અંદરખાને વિરોધવંટોલ શરૂ થયો છે. ભાજપનાં નેતાઓ આ બેઠક પરથી અનંત કુમારની પત્નીને ઉમેદવાર બનાવવા માંગતા હતા. સરવેમાં મળતી વિગતો પ્રમાણે વિધાનસભાની તુલનામાં ભાજપની સ્થિતી બેંગ્લુરૂ,દક્ષિણ બેંગ્લુરૂ, મધ્ય બેંગ્લુરૂ અને ઉત્તરી બેંગ્લુરૂમાં ભાજપની સ્થિતી ઘણી મજબૂત થઇ છે. ભાજપની આ મજબૂત સ્થિતીનું કારણ મોદી મેજીક છે. આ સિવાય વિધાનસભા ચૂંટણીમાં તુલનાત્મક દ્રષ્ટીથી ઓછી લોકપ્રિયતા ધરાવતા પાર્ટી નેતાઓની પસંદગીને પણ જવાબદાર ગણવામાં આવે છે.સરવેમાં જણાંવ્યા પ્રમાણે ૧૬ સીટો પર કાંટે કી ટક્કર છે. જેથી યુપીએને ૧૭ અને ભાજપને ૧૧ સીટો પર જીતનો આંકડો બદલાવાની શક્યતા છે. ભાજપનાં પક્ષમાં અને કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની વિરૂદ્ધમા ૩ ટકા મતો સ્વિંગ થાય તો સમીકરણો ઉલટફેર થવાની શક્યતા છે.૨૦૧૪ની ચૂંટણી જેમ જ ભાજપને ૧૭ અને યુપીએને ૧૧ બેઠકો મળવાની શક્યતા છે.
બીજી તરફ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનનાં પક્ષમાં ૩ ટકા મતોનો સ્વિંગ આંકડો ૨૦ સુધી પહોંચી શકે તો ભાજપ માત્ર આઠ બેઠકોમાં જ સંકેલાઇ જાય તેવી શક્યતા છે. તટીય કર્ણાટક અને મુંબઇ-કર્ણાટકમાં ભાજપની મજબૂતી અને જુના મૈસુર ક્ષેત્રમાં જેડીએસની મજબૂતી અને રાજ્યનાં અન્ય ભાગમાં પોતાની કમજોરી અને રાજ્યનાં અન્ય વિસ્તારમાં તેની કમજોરીથી એ વાત સ્પષ્ટ છે કે રાજ્યમાં કોઇ પણ પક્ષને સંપુર્ણ રીતે નેસ્તનાબૂદ નહિં કરાય.

Related posts

નારાયણ રાણેએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો

aapnugujarat

કોંગ્રેસ એમપીમાં ગઠબંધન કરી બહુજન સમાજ પાર્ટીને ખતમ કરવા ઈચ્છતી હતી : માયાવતી

aapnugujarat

बंगाल के सरकारी अस्पतालों में खुलेगा पे क्लीनिक : सीएम ममता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1