Aapnu Gujarat
બિઝનેસ

નોટબંધીને નોબેલ વિજેતા થેલરે બતાવી મોદી સરકારની મોટી ભૂલ

અમેરિકાના અર્થશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા રિચર્ડ થેલરનું માનવું છે કે મોદી સરકારનું નોટબંધીનું પગલું સારો કોન્સેપ્ટ હતો પરંતુ તેને લાગૂ કરવામાં મોટી ભૂલો થઇ.
થેલર એ કહ્યું કે ૨૦૦૦ રૂપિયાની નોટ લાવ્યા તે સમજની બહાર છે અને તેના લીધે કાળું નાણું ખત્મ કરવા અને દેશને ઓછી કેશ ઇકૉનોમી બનાવા જેવા ઉદ્દેશ્ય પણ મુશ્કેલ થઇ ગયા. આ વાત થેલર એ શિકાગો યુનિવર્સિટીના વિદ્યાર્થી સ્વરાજ કુમારના પ્રશ્નના જવાબમાં કહી.શિકાગો યુનિવર્સિટીના વિદ્યાર્થી સ્વરાજ કુમારે ટિ્‌વટર પર થેલરની સાથે ઇ-મેલ પર થયેલી વાતચીતને શેર કરી છે.  નોટબંધી પર પૂછેલા પ્રશ્ન પર થેલર એ મેલ કરીને જવાબ આપ્યો, ‘કેશલેસ સોસાયટીની તરફ આગળ વધવું અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે આ કૉન્સેપ્ટ સારો હતો પરંતુ તેને લાગૂ કરવામાં મોટી ભૂલો થઇ અને ૨૦૦૦ રૂપિયાની નોટ જાહેર થતા તેની આખી પ્રક્રિયાને આડી-અવડી બનાવી દીધી’. સ્વરાજના ટ્‌વીટને બાદમાં થેલર એ પણ રીટ્‌વીટ કરી દીધી.૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી ત્યારે થેલર એ ટ્‌વીટ કરતાં કહ્યું હતું કે આ પગલાંની શરૂઆતથી હિમાયતી રહ્યો છું. જો કે જ્યારે તેમને ખબર પડી કે સરકાર એ ૨૦૦૦ રૂપિયાની નોટ પણ રજૂ કરી છે તો તેમણે તેના પર અફસોસ વ્યક્ત કર્યો હતો.શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર રિચર્ડ થેલરને આ વર્ષે અર્થશાસ્ત્રનું નોબેલ આપવામાં આવ્યું હતું. તેમના આ પુરસ્કાર વ્યવહારિક અર્થશાસ્ત્ર પર તેમના કામ માટે આપવામાં આવ્યું.

Related posts

रियल एस्टेट क्षेत्र के लिए सुधारों

aapnugujarat

નોટબંધીથી હજુ પણ પરેશાન છે લઘુ અને મધ્યમ ઉદ્યોગ

aapnugujarat

3% drop in total sales of Mahindra & Mahindra in May 2019

aapnugujarat

Leave a Comment

UA-96247877-1