Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મમતા બેનર્જી વિકાસ આડે સ્પીડ બ્રેકર બન્યા છે : મોદીનો ઘટસ્ફોટ

પશ્ચિમ બંગાળ અને અરુણાચલમાં ઝંઝાવતી પ્રચાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ અને અરુણાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. સવારમાં અરુણાચલ પ્રદેશમાં અને બપોરના ગાળામાં પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં પ્રચાર માટે પહોંચ્યા હતા. ભાજપના ચૂંટણી પ્રચારને ભાર આપતા મોદીએ બંગાળમાં સત્તારુઢ તૃણમુલ કોંગ્રેસ સહિત ડાબેરી અને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ પ્રદેશના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સ્પીડ બ્રેકર દીદી તરીકે ગણાવીને કહ્યું હતું કે, રાજ્યમાં વિકાસને રોકવાનું કામ મમતા બેનર્જી કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, મમતા બેનર્જી વિકાસ માટે સ્પીડબ્રેકર બની ચુક્યા છે. કોંગ્રેસ અને મમતા બેનર્જીને ગરીબી જોઈએ છે જેથી મત મેળવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ગરીબ જ્યારે બિમાર થાય છે ત્યારે સૌથી મોટી સમસ્યા સારવાર ઉપર ખર્ચ કરવાની હોય છે. અમારી સરકારે ગરીબોની સારવાર માટે આયુષ્યમાન ભારત યોજના હેઠળ પ્રતિવર્ષે પાંચ લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે પરંતુ સ્પીડબ્રેકર મમતા દીદીએ આ યોજના ઉપર બ્રેક મુકી દીધી છે. સિલિગુડીમાં સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, ટીએમસીના ગુંડાઓ લોકોને પરેશાન કરી રહ્યા છે. અમારી હાજરીમાં તે સફળતા મેળવી શકસે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, પ્રદેશના ૭૦ લાખથી વધારે ખેડૂતો પરિવારોના વિકાસ ઉપર મમતા બેનર્જીએ બ્રેક મુકી દીધી છે. દેશભરમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને પૈસા બેંકમાં જમા થઇ રહ્યા છે પરંતુ બંગાળમાં આ સ્કીમ ઉપર બ્રેક મુકી દેવામાં આવી છે. પહેલા લોકો લેફ્ટ ઉપર આક્ષેપ કરતા હતા. લેફ્ટના લોકો વિકાસ ઉપર બ્રેક મુકી રહ્યા હતા. અગાઉ મોદીએ અરુણાચલ પ્રદેશમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરીને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. અરુણાચલ પ્રદેશના પાસીઘાટમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના ઘોષણાપત્રમાં દેશદ્રોહ અને રાજદ્રોહને અપરાધની બહાર રાખવાના વચન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ અરૂણાચલ પ્રદેશમાં પાસીઘાટમાં એક પ્રચંડ રેલીને સંબોધન કરતા કહ્યુ હતુ કે કોંગ્રેસનો હાથ દેશદ્રોહીની સાથે દેખાઇ રહ્યો છે. મોદીએ કહ્યુ હતુ કે કોંગ્રેસે હવે દેશને ગાળો આપનાર લોકો માટે પણ એક ખાસ યોજના બનાવી લીધી છે. ભારત તેરે ટુકડે હોંગેના નારા લગાવનાર , તિરંગાને સળગાવ દેનાર અને આંબેડકરની મુર્તિઓને તોડી પાડનાર લોકો માટે ખાસ નીતિ બનાવી છે. આવા લોકો પ્રત્યે પણ કોંગ્રેસ સાહનુભુતિ ધરાવે છે. ભારતના બંધારણને નહીં સ્વીકાર કરનાર લોકોને બચાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મોદીએ કોંગ્રેસના ઘોષણાપત્ર પર આકરા પ્રહારો કરતા કહ્યુ હતુ કે આ એક દેખાવવા પુરતો ઢંઢેરો છે. મોદીએ કહ્યુ હતુ કે એકબાજુ મજબુત ઇરાદાવાળી સરકાર છે તો બીજી બાજુ ખોટા વચનો આપનાર નામદારની ટીમ છે. તેમના ઘોષણાપત્રમાં પણ જુઠ્ઠાણાનો વરસાદ કરવામાં આવ્યો છે. મોદીએ કહ્યુ હતુ કે આ લોકસભાની ચૂંટણી સંકલ્પ અને કાવતરાની ચૂંટણી છે. ભ્રષ્ટાચાર અને વિશ્વાસ વચ્ચેની ચૂંટણી છે. આપની પરંપરા અને પરિધાનનુ સન્માન કરનાર અને અપમાન કરનાર લોકો વચ્ચેની ચૂંટણી છે. અમે અમારા ગાળામાં દેશના દરેક ઘરમાં વીજળી પહોંચાડી દેવા માટેનુ કામ કર્યુ છે. મોદી ઝંઝાંવતી ચૂંટણી પ્રચારમાં સતત વ્યસ્ત બનેલા છે.

Related posts

कश्मीर में पटरी पर लौट रही जिंदगी

aapnugujarat

મુકેશ અંબાણી ૩.૫ લાખ કરોડની નેટવર્થ સાથે ૧૧માં વર્ષે સૌથી ધનાઢ્ય ભારતીય

aapnugujarat

बीजेपी ने वोट के चक्कर में कश्मीर के टुकड़े किए, ये देश के लिए काला दिन : कांग्रेस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1