તમારા મોબાઇલ નંબરની જે રીતે પોર્ટેબિલિટી મળે છે એ રીતે જો બેંક એકાઉન્ટની પોર્ટેબિલિટી પણ મળે તોપહા, એવી જ રીતે એક બેંકથી બીજી બેંકમાં એકાઉન્ટનંબર બદલ્યા વિના ટ્રાન્સફર કરી શકાય તેવી તરફદારી આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર એસ એસ મુંદડાએ કરી છે, તેમણે કહ્યું કે ટેકનોલોજી ઇનોવેશન અને એકાઉન્ટ્સને આધાર સાથે જોડવાથી આમ કરવું સરળ બની શકે છે. જોકે એમ થવાથી શા લાભનુકસાન છે તેના પાસાં પર પણ વિચારણા થઇ રહી છે.પોતાની બેંકથી સંતુષ્ટ ન હોય તેવા ખાતાધારકો માટે એકાઉન્ટ પોર્ટેબિલિટી રાહતનું કારણ બની રહેશે. કેમ કે બેંક બદલતી વખતે દરવખતે નવા બેંક એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. બેંક એકાઉન્ટ પોર્ટેબિલિટીથી અલગઅલગ બેંકખાતાની ઝંઝટથી બચી શકશે.આ પ્રક્રિયાનો મોટો લાભ એ મળશે કે બેંકો દ્વારા પોતાના ગ્રાહકોને ખુશ રાખવા સારી સુવિધાસેવા ઉપલબ્ધ કરાવવાનું દબાણ વધશે અને બેંકો વચ્ચે પ્રતિસ્પર્ધા વધશે જેનો લાભ ગ્રાહકોને મળશે.બેંકો માટે એકાઉન્ટ પોર્ટેબિલિટી અપનાવવી આસાન નથી. તેઓને ટેકનોલોજી અને ડેટા ઇન્ટિગ્રેશનની ગરબડોને દૂર કરવી પડે.બેંકોએ પોતાના એકાઉન્ટ નંબરિંગ સીસ્ટમ બદલવી પડે, બધું સ્ટ્રીમલાઇન કરવામાં સમય લાગે અને બેંકોએ પોતાના સોફ્ટવેર ઇન્ટિગ્રેશન સીસ્ટમમાં પણ બદલાવ કરવો પડે. બીજું, નૉ યોર કસ્ટમર પ્રોસીજર માટે પણ સમસ્યા અનુભવી શકે છે. એકાઉન્ટ પોર્ટેબિલિટીના જાણકારો પ્રમાણે તેનો ગેરફાયદો પ્રિવન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની પકડથી બચવા માગતાં ગ્રાહકો કરી શકે છે. તેઓ વારંવાર બેંક બદલી શકે છે. એવા સંજોગોમાં બેંકોએ જેન્યુઇન અને ગરબડીયા ગ્રાહકો વચ્ચે તફાવત સુનિશ્ચિત કરવા કેવાયસી નિયમોને વ્યવસ્થિત કરવા પડે.યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં બેંક એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટી એક યા બીજા સ્વરુપે અસ્તિત્વમાં છે. અમેરિકામાં દરેક બેંક એકાઉન્ટ નંબરમાં બેંક અને સંબંધિત બ્રાંચનો પિનકોડ હોય છે.તેમ છતાં, ત્યાં બેંક એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટી સુવિધા હાલમાં નથી.
પાછલી પોસ્ટ