પંજાબ પોલીસે મોટી આતંકીવાદી ગેંગને ખુલ્લી પાડી દીધી છે. પોલીસનો દાવો છે કે આ ગેંગ ટાઇટલર, સજ્જન અને અન્યને નિશાના પર રાખી રહી છે. આ મામલે એક મહિલા સહિત ચાર યુવાનોની ઘરપકડ કરવામાં આવી છે. જે ખાલિસ્તાન જિંદાબાદના નામ પર હિંસા ફેલાવી રહ્યાં હતા સાથે જ હત્યા કરવાની યોજના બનાવી રહ્યાં હતા. ગેંગનો ઉદ્દેશ્ય સીમાવર્તી રાજ્યમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો હતો.પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે તેમના નિશાના પર જગદીશ ટાઇટલ અને સજ્જન કુમાર સાથે શ્રી ગુરૂગ્રંથ સાહેબજી સાથે અશિષ્ટતા આચરનાર ઘટનાના જવાબદાર લોકો પણ છે. આ ઘરપકડ ૨૬ મેના રોજ બઠિંડા જિલ્લામાં થયેલ આ જ ગેંગના પાંચ સભ્યોની ધરપકડ બાદ થઇ છે.