Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપનીઓની માર્કેટ મૂડી ૧ લાખ કરોડ સુધી ઘટી ગઈ

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોપની ૧૦ કંપનીઓ પૈકીની તમામ ૧૦ કંપનીઓની સંયુક્ત માર્કેટ મૂડીમાં ૧૧૧૯૮૬.૮૭ કરોડનો ઘટાડો નોંધાયો હતો. ટીસીએસની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા સપ્તાહમાં બીએસઈ સેંસેક્સમાં રેકોર્ડ ૧૦૬૧ પોઇન્ટ અથવા તો ૩.૦૨ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. આની સાથે જ અફડાતફડીનો દોર રહ્યો હતો. વૈશ્વિક બજારમાં અંધાધૂંધીની સાથે સાથે બજેટમાં જાહેર કરવામાં આવેલા પગલાની સીધી અસર જોવા મળી હતી. ઇક્વિટી ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગૂ કરવામાં આવ્યા બાદ શેરબજારમાં અંધાધૂંધી શરૂ થઇ હતી. દેશની સૌથી વધારે માર્કેટ મૂડી ધરાવતી ટીસીએસની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં ૩૩૮૫૪.૧૮ કરોડનો ઘટાડો થયો હતો. આની સાથે જ તેની માર્કેટ મૂડી ઘટીને ૫૬૮૯૮૩.૭૦ કરોડ રહી હતી. અલબત્ત માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસ હજુ પણ પહેલા ક્રમાંક ઉપર છે. આ ગાળા દરમિયાન એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં ૨૪૯૩૫.૬૭ કરોડનો ઘટાડો નોંધાતા તેની માર્કેટ મૂડી ઘટીને ૪૮૦૨૦૬ કરોડ થઇ ગઇ હતી. એચડીએફસીની માર્કેટ મૂડી આ ગાળામાં ઘટીને ૨૮૬૩૩૬.૪૧ કરોડ થઇ ગઇ છે. હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી ૮૦૭૩.૫ કરોડ ઘટીને ૨૮૯૦૪૪.૪૭ કરોડ થઇ ગઇ છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ઘટીને ૨૪૨૮૨૭.૩૬ કરોડ થઇ છે. ઓએનજીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં પણ ગાબડા પડ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી ૪૯૦૮.૯૫ કરોડ ઘટીને ૫૬૮૭૭૩.૨૧ કરોડ થઇ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન પર રહેવા માટે ટીસીએસ અને રિલાયન્સ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. બંનેમાં હવે વધારે અંતર નહીં હોવાથી તેમની વચ્ચે સીધી સ્પર્ધા જારી રહી શકે છે. મારુતિ સુઝુકી ઇન્ડિયા અને એસબીઆઈની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં ક્રમશઃ ૧૬૨૬.૭ કરોડ અને ૪૩૧.૬૧ કરોડનો ઘટાડો થયો છે. ટોપ રેંકિંગની વાત કરવામાં આવે તો ટીસીએસ પ્રથમ અને આરઆઈએલ બીજા સ્થાન પર અકબંધ છે. શેરબજારમાં હાલમાં જે અફડાતફડી રહી હતી તેના માટે વૈશ્વિક બજારોમાં મંદીને પણ જવાબદાર ગણવામાં આવે છે. અમેરિકી શેરબજારમાં ચાર ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. અમેરિકી શેરબજાર વૈશ્વિક મંદીના કેન્દ્ર તરીકે રહ્યું હતું. શેરબજારમાં બજેટ રજૂ કરવામાં આવે તેના બે દિવસ પહેલાથી મંદી શરૂ થઇ હતી અને સાત સેશનમાં જ બે હજાર પોઇન્ટથી વધુનો ઘટાડો રહ્યો હતો.

Related posts

આગામી સપ્તાહથી બજેટ કવાયત વિધિવત શરૂ થશે

aapnugujarat

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો આંક ૮૦૦૦૦ કરોડ થયો

aapnugujarat

કર્ણાટકમાં દેશનો સૌથી વધુ સોનાનો ભંડાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1