Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસનો ઘોષણાપત્ર ભારત માટે ખતરનાક : જેટલી

કોંગ્રેસ પાર્ટીએ આજે જારી કરેલા પોતાના ચૂંટણી ઘોષણાપત્રને જનઅવાજ નામ આપ્યું છે. કોંગ્રેસના ઘોેષણાપત્ર બાદ ભાજપે આને લઇને પ્રતિક્રિયા આપી હતી અને ઘોષણાપત્ર ઉપર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીયમંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ખતરનાક વચનો આપી રહી છે. તેના મેનિફેસ્ટોમાં એવા એજન્ડા છે જે દેશને તોડવાનું કામ કરે છે. કોંગ્રેસે હમ નિભાયેંગેના વચન સાથે લઘુત્તમ આવક યોજના, રોજગાર સર્જન અને ખેડૂતો માટે અલગ બજેટ સહિત કેટલીક મોટી જાહેરાતો કરી છે. જેટલીએ ક્હયું હતું કે, અજાણતે અથવા તો સમજ્યા વગર કેટલાક મોટા નિર્ણય જાહેર કરી દેવામાં આવ્યા છે. નહેરુ-ગાંધી પરિવારની જમ્મુ અને કાશ્મીરને લઇને જે ઐતિહાસિક ભુલ હતી તે માટે તેમને માફ કરી શકાય નહીં. હવે તે એજન્ડાને આગળ વધારવાના પ્રયાસ થઇ રહ્યા છે. જેટલીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસનું નેતૃત્વ જેહાદીઓ અને માઓવાદીઓના સકંજામાં છે. ઘોષણાપત્રમાં કહી રહ્યા છે કે, આઈપીસીની કલમ ૧૨૪-એને દૂર કરવામાં આવશે. રાજદ્રોહ અપરાધ રહેશે નહીં જે જોગવાઈને ઇન્દિરા ગાંધી, નહેરુ, રાજીવ અને મનમોહનસિંહે સ્પર્શ કરવાના પ્રયાસ કર્યા ન હતા. હવે આવી બાબતો કરવામાં આવી રહી છે. રાજદ્રોહની જોગવાઈ દૂર કરવામાં આવશે તેવી ખતરનાક વાત થઇ રહી છે. જે પાર્ટી આ પ્રકારની ઘોષણા કરે છે તે એક પણ વોટ માટે હકદાર નથી. જેટલીએ કહ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષે જે ખતરનાક વચન આપ્યા છે તે જોતા દેશની જનતા તેમને આવી કોઇ તક આપશે નહીં. જેટલીની પત્રકાર પરિષદ ચાલી રહી હતી ત્યારે જયરામ રમેશ, રણદીપ સુરજેવાલા અને ચિદમ્બરમ જવાબ આપવા માટે આગળ આવ્યા હતા. કોંગ્રેસી નેતાઓએ કહ્યું હતું કે, રાજદ્રોહ અંગ્રેજોના સમયને લઇને કાયદો છે. દેશમાં ડિફેન્સ ઓફ ઇન્ડિયા કાનૂન બનાવવામાં આવ્યો હતો. જે લોકો પૂર્ણ વકીલ અને પૂર્ણ નાણામંત્રી નથી તે લોકોને માહિતી નથી. તેમનું કહેવું છે કે, અંગ્રેજોના જમાનાના કાનૂનને હવે અમલી રાખવાની કોઇ જરૂર નથી. મોટી મોટી સ્કીમો માટે પૈસા ક્યાથી લાવશે તે અંગે કોઇ વાત કોંગ્રેસ તરફથી કરવામાં આવી નથી. કોંગ્રેસ તરફથી એવી હવામાં વાત થઇ રહી છે કે, અર્થવ્યવસ્થા આગળ વધશે તો પૈસા પણ આવશે. આ એવી જ વિચારધારા છે. જેટલીએ કહ્યું હતું કે, આ એવી જ વિચારધારા છે જે મરઘી છે અને ઇંડા આપશે તો અમીર બની જઈશ. આના પર કોંગ્રેસે કહ્યું હતું કે, આર્થિક વ્યવસ્થાના મામલામાં યોગ્ય ગણતરી કરવામાં આવી રહી છે. આવી જ વિચારધારા સાથે ૮૦ના દશકમાં રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીએ બિનજવાબદારીથી કામગીરી અદા કરી હતી. આવક વધારવામાં આવી ન હતી અને ખર્ચાઓ વધારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ દેશને બચાવવા માટે મનમોહનસિંઘને શોધીને લાવવાની જરૂર પડી હતી. ભાજપના નેતાએ કહ્યું છે કે, તેમના એક અર્થશાસ્ત્રીનું કહેવું છે કે, ટેક્સ લગાવવામાં આવશે. જો આવું છે તો અમે ટેક્સ ઘટાડી રહ્યા છે. જેટલીએ ઉમેર્યું હતું કે, સામાન્યરીતે એક ડ્રાફ્ટિંગ કમિટિ હતી પરંતુ એવું લાગે છે કે, જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ પોઇન્ટના ડ્રાફ્ટિંગ કોંગ્રેસ અધ્યક્ષના ટુકડે ટુકડે ગેંગના મિત્રો દ્વારા તૈયાર કરાયા છે.

Related posts

માયાવતી જાહેર જીવન જીવવા લાયક નથી : અરૂણ જેટલી

aapnugujarat

ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યથી ૫,૦૦૦ કરોડ વધારે મળ્યા : અરુણ જેટલી

aapnugujarat

દિલ્હી સહિત ઉત્તર ભારત કાતિલ ઠંડીમાં લપેટાયું, કાશ્મીરમાં દટાયેલા જવાનોના મૃતદેહ મળ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1