Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસના ઘોષણાપત્રમાં આફ્સા, રાજદ્રોહને ખતમ કરવા માટે વચન

લોકસભાની ચૂંટણીને લઇને વધારે સમય રહ્યો નથી ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આજે ઘોષણાપત્ર જારી કરીને ફરી એકવાર ભાજપની ચિંતા વધારી હતી. ઘોષણાપત્રમાં કોંગ્રેસ પાર્ટીએ અનેક મોટા વચનો આપ્યા છે. ઘોષણાપત્રમાં ખેડૂતો, ગરીબો, બેરોજગાર અને યુવાનો માટે શ્રેણીબદ્ધ વચનો આપવામાં આવ્યા છે. સાથે સાથે રાજદ્રોહ અને પુર્વોત્તરના રાજ્યોમાં સુરક્ષા દળોને ખાસ અધિકાર આપવા સાથે સંબંધિત આફ્સાની કલમને ખતમ કરવાની જાહેરાત પણ કરી છે. કોંગ્રેસના ઘોષણાપત્ર હમ નિભાયેંગેમાં કહેવામાં આવ્યું છે કે, જો પાર્ટી સત્તામાં આવશે તો દેશદ્રોહના અપરાધને પરિભાષિત કરનાર ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૨૪એને ખતમ કરવામાં આવશે. ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ કલમનો દુરુપયોગ મોટાપાયે કરવામાં આવી રહ્યો છે. દિલ્હીમા પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં આ ઘોષણાપત્રની જાહેરાત કરવામાં આવી હતી. આમાં કહેવામાં આવ્યું છે કે, વચનો કઇરીતે અદા કરવામાં આવશે તેના માટે પણ વિચારણા છે. રાહુલે કહ્યું છે કે, ચિદમ્બરમ, મનમોહનસિંહ, એકે એન્ટોની અને સોનિયા ગાંધી પણ આના માટે આભારી છે. દેશના દરેક વિસ્તારમાં લોકોની પાસે જઇને ઘોષણાપત્ર તૈયાર કરવામાં આવ્યો છે. ઘોષણાપત્રમાં પાંચ મુખ્ય થીમ રાખવામાં આવી છે જેમાં ન્યાય યોજના પ્રથમ થીમ તરીકે છે. ન્યાય યોજના મારફતે ૭૨૦૦૦ રૂપિયા અને ગરીબી ઉપર વાર કરવાની વાત કરવામાં આવી છે.
કોંગ્રેસ પાર્ટીની પ્રથમ ગેરન્ટી છે કે, ભારતના ૨૦ ટકા ગરીબોને દર મહિને તેમના ખાતામાં સીધા પૈસા જમા કરવામાં આવશે. દર વર્ષે ૭૨૦૦૦ રૂપિયા અને પાંચ વર્ષમાં એક ગરીબ પરિવારને આ યોજના હેઠળ ૩.૬૦ લાખ રૂપિયા આપવામાં આવશે. ખેડૂતો અને ગરીબોના ખિસ્સામાં સીધા પૈસા જમા કરવામાં આવશે. મોદીએ નોટબંધી કરીને દેશની અર્થવ્યવસ્થાને ખતમ કરી દીધી હતી. આના કારણે આ મંદી દૂર થશે. બીજી બાબત રોજગારની છે. દેશમાં યુવાનોને રોજગાર મળી રહ્યા નથી. બે કરોડ રોજગાર મળ્યા નથી. ૨૨ લાખ સરકારી નોકરી આપવાની વાત કરવામાં આવી છે. તેમને કોંગ્રેસ પાર્ટી માર્ચ ૨૦૨૦ સુધી ભરીને આપવાની યોજના ધરાવે છે.
૧૦ લાખ યુવાનોને ગ્રામ પંચાયતમાં રોજગારી આપવામાં આવનાર છે. આ ઉપરાંત ત્રણ વર્ષ માટે ભારતના યુવાનોને બિઝનેસ ખોલવા માટે કોઇની મંજુરીની જરૂર રહેશે જે લોકો બિઝનેસ કરવા માંગે છે તે લોકો કરી શકે છે. બેંકના દરવાજા પણ આના માટે ખુલ્લા રહેશે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરન્ટીને આમાં ૧૫૦ દિવસ કરવાની વાત કરવામાં આવી છે. હજુ સુધી ૧૦૦ દિવસ આમા રોજગારીની વ્યવસ્થા છે. અગાઉની સરકારે ૧૦૦ દિવસ માટે રોજગારીની ગેરન્ટી આપી હતી. ખેડૂતો માટે બે મોટી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે જેમાં ખેડૂતો માટે અલગ બજેટની વાત કરવામાં આવી છે. દેશના ખેડૂતોને આ અંગેની માહિતી હોવી જોઇએ કે તેના એમએસપી કેટલા રૂપિયા સુધી વધારવામાં આવી છે. કરોડપતિ બેંક લોન લે છે પરંતુ દેવાની ચુકવણી વગર છટકી જાય છે. અમે નિર્ણય લીધો છે કે, જો ખેડૂત લોન લે છે અને ચુકવી શકવામાં નિષ્ફળ રહે છે તો તેને અપરાધિક મામલા તરીકે ગણાશે નહીં બલ્કે આને સિવિલ મામલો ગણવામાં આવશે.
શિક્ષણના ક્ષેત્રમાં પણ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, જીડીપીનો છ ટકા હિસ્સો દેશના શિક્ષણ ઉપર ખર્ચ કરવામાં આવશે. યુનિવર્સિટી, કોલેજો, આઈઆઈટી, આઈઆઈએમની વ્યવસ્થા તમામ માટે ઉપલબ્ધ બને તેવા પ્રયાસ કરવામાં આવશે. હેલ્થકેરના ક્ષેત્રમાં ખાનગી હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે નહીં. આના બદલે સરકારી હોસ્પિટલોને વધુ મજબૂત કરવામાં આવશે. ગરીબથી ગરીબ વ્યક્તિને સૌથી સારી આરોગ્યની સુવિધા મળે આની વ્યવસ્થા કરવામાં આવશે. કોંગ્રેસની સરકાર આવ્યા બાદ આના ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે.
સૌથી ગરીબ લોકોને પણ ઉચ્ચ ગુણવત્તાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી દેશને જોડવા માટેનું કામ કરશે. નેશનલ ઇન્ટરનલ પોલિસી ઉપર સૌથી ધ્યાન કેન્દ્રિત કરાશે. દેશમાં મુખ્ય મુદ્દો ગરીબીનો રહ્યો છે.

Related posts

૬૦ દિવસ બાદ કોરોનાથી બીજીવાર સંક્રમિત થઇ શકો છો

editor

પટણામાં વરસાદથી હાલત કફોડી

editor

માયાવતીએ આપી કોંગ્રેસને ધમકી : મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પાછું ખેંચી લઇશું સમર્થન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1