Aapnu Gujarat
રાષ્ટ્રીય

નવા આવાસીય પ્રોજેક્ટના મામલે ઘટેલા દરથી જીએસટી લાગશે

એક એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થવાની સાથે જ નવા આવાસીય પ્રોજેક્ટના મામલે ઘટેલા દરથી જીએસટી લાગશે. હવે નવા પ્રોજેક્ટ પર એફોર્ટેબલ હાઉસિંગ કેટેગરીમાં એક ટકા તથા અન્ય હાઉસિંગ કેટેગરી માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ સુવિધા વિના પાંચ ટકાના દરથી જીએસટી લાગશે. જીએસટી પરિષદે તાજેતરમાં થયેલી બેઠકમાં આ સંબંધમાં નિર્ણય કર્યો છે. આ સાથે જ બિલ્ડરોને પહેલાંથી ચાલી રહેલી નિર્માણધીન આવાસ યોજનાના મામલે જૂના અને નવા ટેક્સ દરમાંથી કોઇ એકને સિલેક્ટ કરવાનો વિકલ્પ રહેશે. જીએસટી પરિષદની ૩૪મી બેઠકમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની મદદ માટે નિર્માણધીન હાઉસિંગ પ્રોજેક્ટ પર નવા ટેક્સ માળખાને લાગૂ કરવાની યોજનાના મામલે નિયમોને મંજૂરી આપી દીધી છે.નવા નિયમો હેઠળ બિલ્ડરોને હાલની નિર્માણધીન હાઉસિંગ પ્રોજેક્ટના મામલે જૂના દરથી ટેક્સ આપવાનો વિકલ્પ આપવામાં આવશે. આવા એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ સહિત આઠ ટકા અન્ય શ્રેણીના હાઉસિંગ પ્રોજેક્ટ માટે ઇનપુટ ક્રેડિટ સાથે ૧૨ ટકાના દરથી જીએસટીની ચૂકવણી કરવી પડશે.
તેમાં તે પ્રોજેક્ટને સામેલ કરવામાં આવ્યા છે જ્યાં નિર્માણ કાર્ય અને બુકિંગનું કામ એક એપ્રિલ ૨૦૧૯ પહેલાં શરૂ થઇ ચૂક્યા છે અને જે પ્રોજેક્ટ ૩૧ માર્ચ ૨૦૧૯ થી પહેલા પુરો થઇ શક્યો નથી. આ નિર્ણયથી બિલ્ડરોને પહેલાંથી ચાલી રહેલા પ્રોજેક્ટના ન વેચાયેલા મકાનોની વેચાણમાં તેજી લાવવામાં મદદ મળશે. પરિષદે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે પ્રોજેક્ટમાં ૧૫ ટકા સુધી વાણિજ્યિક ગતિવિધિઓ માટે સ્થાન હશે તેમને નિવાસી મિલકત ગણવામાં આવશે. તેનાથી ક્લબ, રેસ્ટોરન્ટ તથા અન્ય વ્યાવસાયિક સુવિધાઓવાળા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા મુદ્દા સ્પષ્ટ થઇ જશે.સસ્તી કેટેગરીમાં વધુ રેસીડેન્ટલ એકમોની ઉપલબ્ધતા સુનિશ્વિત કરવા માટે ઇનકમ ટેક્સ અધિનિયમની કલમ ૮૦-આઇબીએ હેઠળ મળનાર લાભને પણ એક વર્ષ માટે વધારી દેવામાં આવ્યો છે. તેના હેઠળ ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી મંજૂરીવાળા હાઉસિંગ પ્રોજેક્ટને આ લાભ ઉપલબ્ધ થશે.

Related posts

બજેટ : એસસી અને એસટી માટે ફાળવણીમાં જંગી વધારો ઝીંકાશે

aapnugujarat

ઋષિગંગાએ લીધુ સરોવરનું રૂપ

editor

મહારાષ્ટ્ર સરકારે ખેડુતો માટે ૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું

editor

Leave a Comment

UA-96247877-1