Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બજેટ : એસસી અને એસટી માટે ફાળવણીમાં જંગી વધારો ઝીંકાશે

સામાન્ય બજેટમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે ફાળવણીમાં જંગી વધારો કરવા માટેની તૈયારી કરવામાં આવી ચુકી છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવનાર છે. આગામી સામાન્ય ચૂંટણી પહેલા સરકારને પોતાની યોજનાઓ મારફતે સમાજના ગરીબ વર્ગના લોકોને પોતાની તરફેણમાં કરવાની નિતીને આગળ વધારી દેવાની જરૂર છે. નીતિ આયોગે આ સંબંધમાં એક યોજના તૈયાર કરી લીધી છે. આ પ્લાનને અમલી કરવાની સ્થિતીમાં અનુસુચિત જાતિ અને અનજાતિઓના કલ્યાણ પર ખર્ચમાં વધારો કરવામાં આવનાર છે. દેશની વસ્તી પૈકી ૨૫ ટકા વસ્તી એસટી અને એસસીની હોવાના આંકડા વારંવાર જારી કરવામાં આવ્યા છે. નાણાં મંત્રાલય દ્વારા તમામ મંત્રાલય અને સંબંધિત વિભાગોને કહી દેવામાં આવ્યુ છે કે નાણાંકીય વર્ષ ૨૦૧૯ના સામાન્ય બજેટચમાં ફાળવણી વધારી દેવા માટે મુખ્ય આધાર રહેશે. ફેબ્રુઆરીમાં બજેટ રજૂ કરવાને લઇને તૈયારી ચાલી રહી છે. નતિ આયોગની ફોર્મ્યુલા મુજબ મોટા ભાગના મામલામાં ફાળવણી કરવામા ંઆવી રહી છે. ફાળવણી વધારી દેવામાં આવી રહી છે. દાખલા તરીકે જાહેર વિતરણના મામલામાં એસસી અને એસટી માટે સુન્ય અને ૧.૪ ટાકની ફાળવણીની સામે હવે ૮.૩૦ ટકા અને ૪.૩૦ ટકા કરવામાં આવી છે. સ્મૃતિ ઇરાનીના નેતૃત્વમાં ટેક્સ ટાઇલ મંત્રાલયમાં એસટી અને એસસી માટે ક્રમશ પાંચ ટકા અને ૧.૨૦ ટકા ફાળવણી વધારીને ૧૬.૬૦ ટકા કરવા અને ૮.૬૦ ટકા કરવાની હિલચાલ છે. અન્ય મંત્રાલયમાં પણ ફાળવણી વધારી દેવાની ગણતરી કરવામાં આવી રહી છે. સામાન્ય બજેટ પર હવે તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.આવી જ રીતે આરોગ્ય અને પરિવાર કલ્યાણના મામલામાં ફાળવણી ક્રમશ ૧૫.૨૦ ટકા અને ૮.૨૦ ટકાથી વધારીને ક્રમશ ૧૬.૨૦ ટકા અને ૮.૬૦ ટકા કરવાની યોજના છે. ઉચ્ચ શિક્ષણના મામલે ફાળવણી ક્રમશ ૧૫ અને ૭.૫૦ ટકાથી વધારીને ૧૬.૬૦ ટકા અને ૮.૬૦ ટકા કરવાની યોજના છે. વર્તમાન વિતરણ નરેન્દ્ર જાધવની કમિટીની ભલામણ પર આધારિત છે. જેનો ઉપયોગ એ વખતે કરવામાં આવ્યો હતો જ્યારે યોજનાગત અને બિન યોજનાગત ખર્ચમાં અંતરની સ્થિતી રહેલી છે. સરકારે આ અંતરને ખતમ કરવામાં સફળતા મેળવી હતી. મોડેથી નીતિ આયોગને વ્યવસ્થની સમીક્ષા કરીને એસસી અને એસટી સમુદાય માટે ફંડ નક્કી કરવા માટેનુ કામ આપવામાં આવ્યુ હતુ. આયોગે વર્ષ ૨૦૦૧ની વસ્તી ગણતરીને સમીક્ષા માટે આધાર બનાવ્યા બાદ તમામ બાબતો નક્કી કરી હતી. પહેલાના યોજના આયોગની જગ્યાએ નીતિ આયોગ કામ કરે છે. નીતિ આયોગે મંત્રાલયો અને વિભાગોને કહ્યુ હતુ કે તેઓ એવી યોજનાની સમીક્ષા કરે જેમાં એસસી અને એસટી સમુદાય માટે અલગ રીતે ફાળવણી કરવામાં આવતી નથી. પરંતુ સબસિડી જેવા જનરલ કમ્પોનેન્ટમાં એસસી, એસટી ખર્ચને સામેલ કરવામાં આવે છે. આ સ્કીમમાં ખર્ચનો આંકડો નક્કી કરાશે. સુધારેલી ફાળવણી મુજબ આને નક્કી કરવામાં આવનાર છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં અનુસુચિત જાતિઓ માટે કુલ ફાળવળી ૫૨૪૦૦ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે ૨૦૧૬ના ૩૦૦૦૦ કરોડ કરતા ખુબ વધારે છે. અવધિમાં અનુસુચિત જનજાતિ માટે ફાળવણીે ૩૨૦૦૦ કરોડ કરવામાં આવી છે.

Related posts

भारत को अब फ्रांस में मिला पहला रफाल लड़ाकू विमान

aapnugujarat

મણિપુરમાં તણાવ બાદ પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સસ્પેન્ડ

aapnugujarat

કેન્ડી ટેસ્ટમાં ભારતનાં ૪૮૭ રન સામે લંકન ટીમ ૧૩૫માં તંબુ ભેગી : હાર્દિક પંડ્યાની શાનદાર સદી : કુલદીપ યાદવે ચાર વિકેટ ઝડપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1