Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનને વિશ્વ બેંકે આપ્યો ફટકો, ૨૦ કરોડ ડોલરનો વોટર પ્રોજેક્ટ સ્થગિત કર્યો

વર્લ્ડ બેંકે પાકિસ્તાનના બલૂચિસ્તાન સ્થિત જળ સંસાધન યોજના માટે ૨૦ કરોડ અમેરિકન ડોલરની લોન સ્થગિત કરી દીધી છે. વર્લ્ડ બેંકની પ્રવક્તા મરિયમ અલ્તાફે રવિવારે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ સ્થગિત કરવાનું મૂળ કારણ પ્રગતિ તથા નિયંત્રણમાં ઉણપ છે. હાલ આ યોજનાને ૩૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દીધી છે.
બલુચિસ્તાન ઇન્ટિગ્રેટેડ વૉટર રિસોર્સ મેનેજમેન્ટ અને વિકાસ યોજના પર ત્રણ વર્ષ અગાઉ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બેંકે આ યોજનાની ૨૦ કરોડ ૯૭ લાખ ડોલરની અનુમાનિત રકમમાંથી ૨૦ કરોડ ડોલરને કવર કરવા માટે પ્રતિબદ્ધતા જાહેર કરી હતી. અરબ ન્યૂઝ અનુસાર, બેંકે આ અગાઉ એક નિવેદનમાં કહ્યું કે, દુર્ભાગ્યવશ તે સમયથી યોજનાના મેનેજમેન્ટમાં પ્રગતિ, નિધિઓના વિતરણ, નાગરિક કાર્યોની સાથે આગળ વધવું નિયંત્રણમાં ઉણપ જોવા મળી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, વિશ્વ બેંકે આજે યોજનાને સ્થગિત કરી દીધી છે અને આગામી ૩૦ દિવસો સુધી બલૂચિસ્તાન સરકાર સાથે કામ કરવાની રજૂઆત કરી છે. જેથી શક્યતાઓ તથા શાસન વ્યવસ્થાને વધુ વાસ્તવિક રીતે પુનર્ગઠન કરીને પ્રાંતને સ્થાયી જળ પ્રબંધન આપી શકાય. આ યોજના ઓક્ટોબર ૨૦૨૨માં પૂર્ણ થવાની છે અને તેનો ઉદ્દેશ્ય બલૂચિસ્તાનમાં લક્ષિત સિંચાઇ યોજનાઓ માટે જળ સંસાધન દેખરેખ અને પ્રબંધન માટે પ્રાંતીય સરકારી ક્ષમતાને મજબૂત કરવા અને સમુદાય આધારિત જળ પ્રબંધનમાં સુધાર કરવાનો છે. મુખ્યમંત્રી જામ કમાલ ખાનના પ્રવક્તા અજીમ કાકરે પરિયોજનાના સ્થગિત થવા અંગે ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો.

Related posts

લાહોરમાં દરગાહની બહાર બ્લાસ્ટ : ૯નાં મોત

aapnugujarat

લંડનમાં વધુ એક આતંકી હુમલોઃ એક મોત

aapnugujarat

शांति वार्ता के बीच अफगानिस्तान ने रिहा किए 170 तालिबान कैदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1