Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

લાહોરમાં દરગાહની બહાર બ્લાસ્ટ : ૯નાં મોત

પાકિસ્તાનના સૌથી મોટા લાહોર શહેરમાં રમજાનના પવિત્ર મહિનામાં એક ધાર્મિક સ્થળની બહાર આજે શક્તિશાળી બ્લાસ્ટ થયો હતો જેમાં પાંચ પોલીસ કર્મીઓ સહિત ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા હતા. કેટલાક અન્ય લોકો ઘાયલ પણ થયા છે. વિસ્ફોટમાં દક્ષિણ એશિયાના સૌથી મોટા પ્રમાણમાં ધાર્મિક સુફી સ્થળ તરીકે ઓળખાતા દાતા દરબાર ધાર્મિક સ્થળની બહાર પોલીસને લઈને જતી એક ગાડીને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. પોલીસના શરૂઆતી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પંજાબ પ્રાંતમાં દાતા દરબારના ગેટ નં.૨ નજીક બે પોલીસ વહાનોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિસ્ફોટમાં ત્રણ પોલીસ અધિકારીઓના મોત થયા હતા. મૃત્યુ પામનારમાં સુરક્ષા ગાર્ડ પણ સામેલ છે. ઘાયલ થયેલા લોકો પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. સત્તાવાર રીતે ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૩૦ દર્શાવવામાં આવી છે. મોતનો આંકડો વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. દુર્ઘટના સ્થળથી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિસ્ફોટના સ્વરૂપ અંગે માહિતી મળી શકી નથી. આત્મઘાતી હુમલો હતો કે કેમ તેને લઈને હજુ સુધી કોઈ વાત કરવામાં આવી નથી. પોલીસે તપાસ હાથ ધરી છે. કોઈપણ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. આતંકવાદ વિરોધી વિભાગના તમામ અધિારીઓ કામ ેલાગી ગયા છે. નાગરિકોની સુરક્ષાના પ્રયાસો માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન રેડિયો દ્વારા અહેવાલમાં આવ્યા છે કે વડાપ્રધાન ઈમરાન ખાને પણ લાહોરમાં દાતા દરબારની બહાર થયેલા બ્લાસ્ટની જવાબદારીના સંદર્ભમાં કોઈ વાત કરી નથી પરંતુ આને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે.

Related posts

દક્ષિણી સમુદ્રમાં ચીને લડાકુ વિમાન તૈનાત કર્યા

editor

राजस्थान के मुस्लिम मंत्री ने मंदिर में किया रुद्राभिषेक

aapnugujarat

આંધ્રમાં સ્થિતિ વધુ મજબૂત કરવા અમિત શાહ સજ્જ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1