Aapnu Gujarat
બ્લોગ

ભાજપને રામ લહેરથી વધુ બેઠકો મોદી લહેરમાં મળી

પહેલી લોકસભા ચૂંટણીથી લઈને ૧૬મી ચૂંટણી સુધી કોંગ્રેસ, ભાજપ સહિત અન્ય પ્રમુખ પક્ષોને મળેલાં સીટમાં મોટું અંતર રહ્યું છે. કોંગ્રેસ જ્યાં ૯૦%થી ઘટીને ૯% સીટ પર આવી ગઈ, તો ભાજપે ૧૯૮૪થી ૨૦૧૪ વચ્ચે પોતાની સીટ ૦.૩%થી વધારીને ૫૨% સુધી પહોંચાડી છે. આઝાદી પછી પહેલી વખત ૨૦૦૪માં ડાબેરીઓએ સૌથી સારું પ્રદર્શન કર્યું હતું. તો ૨૦૧૪ની ચૂંટણી દ્રમુક (૦), બસપા (૦) અને સપા (૫) માટે સૌથી નિરાશાજનક રહ્યું. તો અન્નાદ્રમુક (૩૭) અને તૃણુમૂલે (૩૪) મોદી લહેર હોવા છતા ગત ચૂંટણીમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. જનતા પાર્ટી ૧૯૭૭ અને જનતા દળે ૧૯૮૯માં સરકાર બનાવી હતી. જો કે બાદમાં બંને પક્ષ તૂટી ગયા.૧૯૫૨માં થયેલી પ્રથમ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ૪૦૧માંથી ૩૬૪ સીટ મળી હતી. ૧૯૫૭માં બીજી ચૂંટણીમાં તેઓએ ૪૦૩માંથી ૩૭૧ સીટ જીતી હતી. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ ૧૯૮૪માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસનું ત્રીજું સૌથી સારું પ્રદર્શન રહ્યું. જેમાં પાર્ટીને ૫૪૩માંથી ૪૧૫ સીટ મળી હતી જે બાદ ૨૦૦૯માં તેઓ ૨૦૦+નો આંકડો પાર કરી ૨૦૬ બેઠક જીત્યા હતા. જે બાદ ૨૦૧૪માં કોંગ્રેસને માત્ર ૪૪ સીટ મળી,દેશના ચૂંટણી ઈતિહાસમાં કોંગ્રેસનું આ સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું હતું.જનસંઘનું જનતા પાર્ટીમાં વિલીન અને બાદમાં તૂટતાં ૧૯૮૦માં ભાજપનું અસ્તિત્વ થયું. પાર્ટીએ ૧૯૮૪માં પહેલી ચૂંટણી લડી અને ૨ સીટ પર જીત મેળવી. ૧૯૮૯માં ચૂંટણીમાં ભાજપે રામ મંદિરનો મુદ્દો બનાવ્યો આ વચ્ચે અડવાણીએ રથયાત્રા કાઢી. ૧૯૯૧માં ફરી ચૂંટણી થઈ અને ભાજપની સીટ વધીને ૧૨૦ થઈ. ૧૯૯૬ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૧૬૧, ૧૯૯૮માં ૧૮૨ અને ૧૯૯૯માં ૧૮૨ સીટ મળી. ૨૦૦૪માં તેમની સીટ ઘટીને ૧૩૮ થઈ ગઈ. ૨૦૦૯માં સીટ વધુ ઘટતાં ૧૧૬ પર આવી ગયા. પરંતુ ૨૦૧૪માં પોતાની સૌથી વધુ ૨૮૨ સીટ પ્રાપ્ત કરી. ઈમરજન્સી પછી ૧૯૭૭માં થયેલી ચૂંટણીમાં જનતા પાર્ટીએ પોતાની પહેલી જ ચૂંટણીમાં ૨૯૫ સીટ જીતી હતી.માત્ર ૨ વર્ષમાં જ પાર્ટી તૂટી ગઈ. મોરારજી દેસાઈને પદ છોડવું પડ્યું અને ચૌધરી ચરણ સિંહ કોંગ્રેસના સમર્થનથી વડાપ્રધાન બન્યાં, જે બાદ ૧૯૯૬, ૧૯૯૯ અને ૨૦૦૪ની ચૂંટણીમાં પાર્ટીને એક પણ સીટ ન મળી. ૨૦૧૩માં પાર્ટી ભાજપમાં વિલીન થઈ ગઈ.૧૯૬૨ની લોકસભા ચૂંટણી જાન્યુઆરીથી માર્ચ દરમિયાન યોજાઈ હતી. ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે ૪૯૪માંથી ૩૬૧ સીટ જીતી હતી. પાર્ટીએ કેરળ સિવાય ૬૦%થી વધારે સીટ જીતી હતી.૧૯૫૭ની લોકસભા ચૂંટણીની સરખામણીએ કમ્યુનિસ્ટ પાર્ટીએ સારું પરફોર્મન્સ કર્યું હતું અને ૨૯ સીટ જીતી હતી. સ્વતંત્ર પાર્ટીએ ૧૮ સીટ જીતવાની સાથે ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું. ભારતીય જનસંઘને માત્ર ૧૪ સીટથી સંતોષ માનવો પડ્યો હતો. દક્ષિણ ભારતમાં નવી જ બનેલી દ્રવિડ મુનેદ્ર કઝગમ (ડીએમકે) હિન્દી વિરોધી મોજું ઊભું કરવામાં સફળ રહી અને તેણે ૭ સીટ જીતી હતી. આ ઉપરાંત અપક્ષો ૨૦ સીટ પર જીત્યા હતા. ૧૯૬૨ની લોકસભા ચૂંટણી નેહરુના નેતૃત્વમાં લડાયેલી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની અંતિમ ચૂંટણી બની હતી. જવાહર લાલ નેહરુનું ૨૭ મે, ૧૯૬૪ના રોજ હૃદયરોગના હુમલામાં અવસાન થયું હતું. સન ૧૯૮૦માં સાતમી લોકસભામાં ઈન્દિરા ગાંધીની કોંગ્રેસે ફરીથી ૩૫૩ બેઠકો મેળવી લોકસભામાં બહુમતી હાસિલ કરી.ઈન્દિરા ગાંધીની હત્યા બાદ ૧૯૮૪ની આઠમી લોકસભામાં કોંગ્રેસને રેકોર્ડ બ્રેક ૪૧૫ બેઠક મળી અને રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા. ૧૯૮૯ની નવમી લોકસભામાં કોંગ્રેસને ફકત ૧૯૪ બેઠકો મળી. સૌથી મોટો પક્ષ હોવા છતાં કોઈએ ટેકો આપ્યો નહીં, બલ્કે ૧૪૨ બેઠક હાસિલ કરનાર જનતાદળને ૮૬ બેઠક જીતનાર ભાજપ અને ૪૮ બેઠક ધરાવનાર ડાબેરીઓએ વિશ્વનાથ પ્રતાપસિંહને વડાપ્રધાન તરીકે ટેકો આપીને ટકાવી રાખ્યા. દરમ્યાન રામ જન્મભૂમિનાં મુદ્દે ભાજપ મજબુત બની બહાર આવી રહ્યું હતું.
૧૯૯૦માં અડવાણીએ બાબરી મસ્જીદ – રામજન્મભૂમિના મુદ્દે સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાનો આરંભ કરેલ. વિશ્વનાથ પ્રતાપસિંહે મંડળપંચના અહેવાલનો અમલ થશે એમ જાહેરાત કરી. મંડળ – કમંડળની આ અથડામણ અને જનતાદળના ત્રણેય નેતાઓ વિશ્વનાથ – દેવીલાલ – ચંદ્રશેખરની હુંસાતુંસીના કારણે જનતાદળમાં ભંગાળ પડ્યુ અને ચંદ્રશેખર વડાપ્રધાન તરીકે કોંગ્રેસે ટેકો આપ્યો અને બે મહિનાના ટુંકાગાળામાં કોંગ્રેસે ટેકો પરત ખેંચતા લોકસભા વચ્ચે કાચી મુદ્દતે વિખેરી નાખવી પડી અને લોકસભાની ૧૯૯૧ની ચૂંટણી દરમ્યાન રાજીવ ગાંધીની હત્યા થઈ અને આ કારણે ૧૦મી લોકસભામાં કોંગ્રેસે ૨૩૨ બેઠકો મળી. આ સમયે રાજીવ ગાંધી પછી કોણ સવાલો ખડા થયા? આખરે નરસિંહરાવ બહુમતી માટેની ઘટતી બેઠકો અપક્ષો પાસેથી મેળવી કે ખરીદીને બહુમતી માટેની ૨૬૯ બેઠકો હાંસિલ કરી વડાપ્રધાન બન્યા.૧૯૯૬ની ચૂંટણીમાં લોકસભાની ૫૪૩ બેઠકમાંથી ૧૯૩ બેઠક મેળવનાર ભારતીય જનતાપક્ષને સરકાર રચવાની તક મળી અને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા. પરંતુ બાજપેયીએ સતર દિવસમાં રાજીનામુ આપવુ પડ્યું. એ પછી ચૌદ પક્ષોના જોડાણથી બે સરકારો દેવગૌડા અને ગુજરાલ ૧૧-૧૧ મહિના ચાલી અને પછી લોકસભાનું અકાળે અવસાન થયું અને ફરી ચૂંટણી આવી, જે ૧૯૯૮ની બારમી લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે ૧૮૨ બેઠક સાથે ભાજપના વાજપેયીએ ૧૮ પક્ષોના સહકારથી ૮૬ સાંસદોના મેળવેલ ટેકાથી સરકાર રચી ! પણ આ મોરચો પણ ટકી ન શકતા એક જ વર્ષમાં ફરી લોકસભાની ચૂંટણી કરવી પડી અને આ ૧૩મી લોકસભાની ચૂંટણી ૨૩ ટુકડાઓ જોડીને બનાવેલી મોરચા સરકારની પુરા પાંચ વર્ષ ટકી રહી અને વાજપેયી વડાપ્રધાન પૂરા ૫ વર્ષ બની રહ્યા અને ઈન્ડિયા સાઈનીંગ સાથે લડી, પરંતુએ ૨૦૦૪ની ચૂંટણીમાં કોંગ્રેસને ૧૪૫ અને ભાજપને ૧૩૮ બેઠક મળી કોંગ્રેસી મોરચા પાસે પણ બહુમતી બેઠકો ન હોવાથી ડાબેરી પક્ષોના ટેકાથી મનમોહનસિંઘ વડાપ્રધાન બન્યા અને કોંગ્રેસી મોરચા સરકારે પાંચ વર્ષ પૂરા કર્યા. એ પછી ૨૦૦૯ની પંદરમી લોકસભામાં યુપીએ અને એનડીએની ટક્કરમાં કોંગ્રેસને ૨૦૦ થી વધુ સીટો સાથે યુપીએ ગઠબંધન મજબુતી સાથે સરકાર બની અને મનમોહનસિંઘ વડાપ્રધાન બની રહ્યા. જો કે ૨૦૧૪માં મોદીની લહેર ચાલી હતી અને ભાજપે ૨૮૨ બેઠકો સાથે સત્તા સંભાળી હતી હવે ૨૦૧૯માં ફરી બહુમતિ મળશે કે નહી તે ભવિષ્યનાં ગર્ભમાં છે.

Related posts

Miss you

aapnugujarat

श्रीमान आरबीआइजी, ये वीलफुल डिफोल्टर आपके चाचा-मामा लगत है का..?!

aapnugujarat

પાણીનો સંગ્રહ કરીને જ જળસંકટ ટાળી શકાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1