કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીના રાજીનામાંની માંગણી કરી છે. બાબરી મસ્જીદ વિધ્વંસ મામલે સીબીઆઈની એક વિશેષ અદાલત દ્વારા ઉમા ભારતી અને બીજા ભાજપ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને અન્ય ૯ લોકો વિરુદ્ધ સાજીશનો આરોપ નક્કી કરવાના આદેશ આપ્યા બાદ કોંગ્રેસે ઉમા ભારતીના રાજીનામાંની માંગણી કરી છે.
કોંગ્રેસે એ પણ ઉમ્મીદ વ્યક્ત કરી છે કે, હવે કેસ શરુ થઇ જશે, કાનુન અંતિમ રૂપે પોતાનું કામ કરશે અને આરોપીઓને દંડ આપીને ન્યાય કરવામાં આવશે. કોંગી પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ એક નિવેદનમાં કહ્યું કે, આરોપીઓમાં એક ઉમા ભારતી કેન્દ્રીય કેબીનેટ મંત્રી છે. આરોપપત્રમાં નામ આવ્યા બાદ તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ આવવું જોઈએ અને કાનુન તથા બંધારણના શાસનનું સમર્થન કરવું જોઈએ. તેમણે કહ્યું કે, જે પણ આરોપી છે તેમણે દેશના કાનુન અનુસાર, કોઈ પણ ડર કે પક્ષ વગર સજા મળવી જોઈએ. સર્વોચ્ય ન્યાયાલયના ૮ ડિસેમ્બર ૨૦૧૧ ના આદેશનો ઉલ્લેખ કરતા મામલાની સુનાવણી દૈનિક આધાર પર થશે. સુરજેવાલાએ કહ્યું કે, આ આદેશ બાદ વર્ષ ૨૦૧૩ થી અત્યાર સુધી આ મામલે ૧૮૫ સ્થગન લેવામાં આવ્યા છે. દેશના કાનુન દ્વારા જલ્દીથી ન્યાય મળવો જોઈએ અને આરોપીઓને દંડિત કરવા જોઈએ.સીબીઆઈની વિશેષ અદાલતે લખનૌમાં મંગળવારે ભાજપ નેતાઓ અડવાણી, જોશી, ઉમા ભારતી અને અન્ય ૯ વિરુદ્ધ ૧૯૯૨ ના બાબરી મસ્જીદ વિધ્વંસ કેસમાં સાજીશ રચવાનો આરોપ લગાવવાનો આદેશ આપ્યો છે. પરંતુ અદાલતે આ સાથે જ તેમને ૨૦-૨૦ હજાર રૂપિયાની રકમ પર જામીન આપી દીધા છે.