Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સુલ્તાનપુર સીટ : પ્રજા કોને જીત અપાવશે તેની ચર્ચા શરૂ

લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ તમામ રાજકીય પક્ષો પોત પોતાની ગણતરીમાં લાગી ગયા છે. એકબીજાને પછડાટ આપવા માટેની વ્યુહરચના પણ તૈયાર કરવામા ંઆવી રહી છે. દેશમાં કેટલીક હોટ લોકસભા સીટ પણ રહી છે જેમાં એક સીટ ઉત્તરપ્રદેશની સુલ્તાનપુર પણ છે. આ સીટ પર પ્રજા કોને સુલ્તાન બનાવે છે તે બાબત પર તમામની નજર રહેનાર છે. આ સીટ પર મોટા ભાગે કોંગ્રેસ અને ભાજપના નેતાઓનુ પ્રભુત્વ રહ્યુ છે. સમાજવાદી પાર્ટીનુ આ સીટ પર ક્યારેય ખાતુ ખુલ્યુ નથી. હાલમાં ભાજપના વરૂણ ગાંધી સાંસદ છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી ગઠબંધન હોવાના કારણે સ્પર્ધા આ વખતે રોમાંચક બની ગઇ છ. સુલ્તાનપુુરમાં પાંચ વિધાનસભા ક્ષેત્ર આવે છે જેમાં સુલ્તાનપુર, સુલ્તાનપુર સદર, ઇસૌલી, લંભુઆ અને કાદીપુર સીટનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીની વાત કરવામાં આવે તો વરૂણ ગાંધીની મત હિસ્સેદારી ઉલ્લેખનીય રહી હતી. મતદારોની વાત કરવામાં આવે તો અહીં મહિલા મતદારોની સંખ્યા ૮૬૪૦૬૧ રહેલી છે. જ્યારે પુરૂષ મતદારોની સંખ્યા ૯૪૭૬૨૧ રહેલી છે. તમામ મતદારોની ભૂમિકા ચાવીરૂપ રહેનાર છે. ભારતીય જનતા પાર્ટી માટે પોતાની હોટ સીટ જાળવી રાખવા માટેના કેટલાક પડકારો છે. વર્ષ ૨૦૧૪માં ભાજપની મતહિસ્સેદારી ૪૨.૫ ટકા રહી હતી. જેથી ભારતીય જનતા પાર્ટીને આ સીટને લઇને કોઇ ચિંતા નથી. બીજી બાજુ હાલમાં રાષ્ટ્રવાદની લહેર પણ જોવા મળી રહી છે. જેનો લાભ પણ મળી શકે છે. સુમિત્રા મહાજનની છાપ પણ એક શિસ્તમાં રહેનાર લીડર તરીકેની રહી છે. જે તેમને લાભ અપાવે છે. સુલ્તાનપુરમાં કેટલાક મુદ્દા રહેલા છે. જેમાં રોજગાર, રખડતા ઢોરની સમસ્યા, આરોગ્ય અને શિક્ષણ પણ મોટા મુદ્દા રહેલા છે. બીજી એક રસપ્રદ બાબત એ છે કે આ સીટ પરથી ક્યારેય કોઇ મહિલા ઉમેદવાર હજુ સુધી જીતી નથી. અહીંથી રીટા બહુગુણા અને અમિતા સિંહ ચૂંટણી લડી ચુક્યા છે. જો કે તેમને સફળતા મળી નથી. વરૂણ ગાંધીએ આ વિસ્તારમાં અનેક કામો કરાવ્યા છે. જેમાં નહેરો અને વીજળીની સુવિધાનો સમાવેશ થાય છે. સોલાર લાઇટો અને ઇન્ડિયા માર્કા હેન્ડપમ્પનો સમાવેશ થાય છે. રોજગારી માટે પણ કેટલાક કામો કર્યા છે. બાળકો માટે હોસ્પિટલનુ નિર્માણ પણ કરાવ્યુ છે. ગરીબો માટે આવાસ પણ બનાવાયા છે. વરૂણ ગાંધી હમેંશા પ્રજાની વચ્ચે રહેવાના પ્રયાસ કરતા રહ્યા છે. આવી સ્થિતીમાં તેમની સ્થિતી સારી દેખાઇ રહી છે. જો કે આ વખતે મહાગઠબંધન હોવાના કારણે તેમની સામે પણ પડકારો ઓછા નથી. જેથી વધારે મહેનત કરવાની જરૂરિયાત પણ તેમના માટે દેખાઇ રહી છે. ગઠબંધન પણ આશાવાદી છે.

Related posts

આસામને ફરી ઠગવા નીકળી છે કોંગ્રેસ : મોદી

editor

जम्मू-कश्मीरः टेरर अटैक अमरनाथ यात्रा पर अल्टिमेटम

aapnugujarat

दिल्ली हाईकोर्ट को बम से उड़ाने की मिली धमकी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1