Aapnu Gujarat
બ્લોગ

ગૌતમ ગંભીરની કેપ્ટનશિપમાં ક્યારેય નથી હાર્યું ભારત

પૂર્વ ઇન્ટરનેશલ ક્રિકેટર ગૌતમ ગંભીર શુક્રવારનાં રોજ બીજેપીમાં જોડાઈ ગયા છે અને રાજધાની દિલ્હીથી લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બની શકે છે. પૂર્વ ઑપનિંગ બેટ્‌સમેન દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી અને રવિ શંકર પ્રસાદની હાજરીમાં બીજેપીમાં સામેલ થયા હતા. ગત વર્ષે ૪ ડિસેમ્બરનાં રોજ ક્રિકેટને તિલાંજલિ આપનાર ગંભીર એ ક્રિકેટર્સમાંથી જે જ્યારે ઇચ્છે ત્યારે વિરોધી પક્ષ પર અટેક કરતા હતા અને પોતાના ડિફેંસને દીવાલની માફક મજબૂત પણ બનાવી જાણતા હતા. કદાચ પોતાના આ જ કારણથી તેમણે ત્યારે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ગંભીરનાં નામે ૨ વિશ્વ કપમાં ટૉપ સ્કોરર રહેવાનો રેકૉર્ડ છે. તેમણે ભારત માટે વન ડે ક્રિકેટમાં કેપ્ટનશિપ પણ કરી અને પોતાની ટીમને ૫-૦થી વિજય પણ અપાવ્યો. તેમણે આઈપીએલમાં પણ શાનદાર કેપ્ટનશિપ કરી અને કોલકાતા નાઇટરાઇડર્સને બે વાર ચેમ્પિયન બનાવી.ભારતીય ટીમ ૨૦૦૭માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલા ટી-૨૦ વિશ્વ કપમાં ચેમ્પિયન બની હતી. આ ખિતાબ જીતવામાં ગૌતમ ગંભીરની ભૂમિકા મહત્વની હતી. તેમણે પાકિસ્તાન સામે ૧૪ સપ્ટેમ્બરનાં રોજ રમાયેલી ફાઇનલ મેચમાં ૭૫ રન બનાવ્યા હતા. આ ભારતીય ક્રિકેટ ટીમનાં કુલ સ્કોરનાં અડધા હતા. ભારતે આ મેચમાં ૫ વિકેટે ૧૫૭ રન બનાવ્યા હતા. ગંભીર ઉપરાંત રોહિત શર્માએ (૩૦) જ એવો બેટ્‌સમેન હતો જેણે ૨૦ની સંખ્યા પાર કરી હતી. ગંભીર આ મેચમાં અડધી સદી ફટકારનારો એકમાત્ર ખેલાડી હતો. ભારતે આ મેચ છેલ્લી ઑવરમાં પાંચ રનથી જીતી હતી.
ભારતીય ટી-૨૦ વિશ્વ કપ જીત્યાનાં ૪ વર્ષ પછી વન ડે વર્લ્ડ કપમાં પણ ચેમ્પિયન બની હતી. આ મેચને મહેન્દ્ર સિંહ ધોનીએ સિક્સ મારીને પૂર્ણ કરી હતી. લોકોનાં દિલ પર ધોનીનો આ છગ્ગો આજે પણ તાજો છે, પરંતુ ઓછા લોકોને યાદ હશે કે ભારતની જીતમાં સૌથી મહત્વની ભૂમિકા ગૌતમ ગંભીરે નિભાવી હતી. ગૌતમ ગંભીર જ્યારે ક્રિઝ પર પહોંચ્યો ત્યારે વિરેન્દ્ર સેહવાગ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો હતો. સચિન તેંડુલકર ફક્ત ૧૮ રન બનાવી શક્યા. આ દબાવની સ્થિતિમાં ગંભીરે ૧૨૨ બોલમાં ૯૭ રન માર્યા હતા. તેમણે વિરાટ કોહલી (૩૫) સાથે ૮૩ અને મહેન્દ્ર સિંહ ધોની (૯૧) સાથે ૧૦૯ રનની મહત્વની ભાગીદારી કરી હતી. ગંભીર જ્યારે આઉટ થયો ત્યારે ભારત લક્ષ્યની એકદમ નજીક પહોંચી ગયું હતુ.ગૌતમ ગંભીરને ૨૦૧૦માં કેટલાક સમય માટે ભારતીય ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી. ગંભીરે ન્યૂઝીલેન્ડ સામે આ સીરીઝમાં સારું પ્રદર્શન કરતા ૫ મેચોમાં ૧૦૯.૬૬ની સરેરાશથી ૩૨૯ રન બનાવ્યા હતા. તેમને આ સીરીઝમાં ‘મેન ઑફ ધ સીરીઝ’ બનાવવામાં આવ્યા. ગૌતમ ગંભીર ભારતનો એકમાત્ર કેપ્ટન છે જેમણે ૫થી વધારે મેચોમાં કેપ્ટનશિપ કરી છે અને એકપણ મેચ હાર્યા નથી. ગંભીરે ૬ મેચમાં કેપ્ટનશિપ કરી અને દરેક મેચ જીતી.ગૌતમ ગંભીર ભારતનો એકમાત્ર ખેલાડી છે જેણે સતત પાંચ ટેસ્ટ મેચોમાં સદી ફટકારી છે. તેણે ૨૦૦૯-૧૦માં સતત ૫ મેચોમાં ૧૩૭, ૧૬૭, ૧૧૪, ૧૬૭ અને ૧૧૬ રનની ઇનિંગ રમી હતી. વિશ્વ ક્રિકેટમાં ફક્ત ડૉન બ્રેડમેન જ એવા બેટ્‌સમેન છે, જેમણે ગંભીરથી વધારે મેચોમાં સતત સદી ફટકારી છે. બ્રેડમેને ૧૯૩૭-૩૮માં સતત ૬ ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી.ગૌતમ ગંભીરને ભારતીય ટીમમાં કેપ્ટનશિપની વધારે તકો ના મળી, પરંતુ તેમણે આનો બદલો આઈપીએલમાં લીધો. ગૌતમ ગંભીરે આઈપીએલની ટીમ કોલકાતા નાઇટરાઇડર્સની કેપ્ટનશિપ કરી. તેમણે આ ટીમને ૨૦૧૨ અને ૨૦૧૪માં ચેમ્પિયન બનાવી. ગૌતમ ગંભીર કેપ્ટનશિપમાં પ્રયોગ કરવા માટે પણ ઓળખાયો. તેણે વેસ્ટઇન્ડીઝનાં સ્પિનર સુનીલ નરેનને ઓપનિંગમાં ઉતારીને સૌને ચોંકાવી દીધા હતા. ૩૭ વર્ષનાં ગૌતમ ગંભીરે બાંગ્લાદેશ સામે ૨૦૦૩માં પહેલી ઇન્ટરનેશનલ મેચ (વને ડે) રમી હતી. તેની અંતિમ ઇન્ટરનેશનલ મેચ રાજકોટ ટેસ્ટ રહી. તેણે આ મેચ ઇંગ્લેન્ડ સામે ૨૦૧૬માં રમી.

Related posts

મીડિયા વર્સિસ સોશિયલ મીડિયા

aapnugujarat

નવા વર્ષમાં લગ્ન પ્રસંગના રેકોર્ડબ્રેક ૭૨ મૂર્હુત રહેશે

aapnugujarat

પ્રોટીન મેળવવા માંસ ખાવું એ પાયા વિનાની દલીલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1