Aapnu Gujarat
બ્લોગ

પ્રોટીન મેળવવા માંસ ખાવું એ પાયા વિનાની દલીલ

માંસ ખાનારાઓની પહેલી દલીલ એ હોય છે કે તેમને ’પ્રોટીન’ ની જરૃર હોય છે. માંસ ખાનારા એમ કહેતા ફરે છે કે અમને સમતોલ આહાર નથી મળતો. આ સ્થિતિમાં ચાલો આજે પ્રોટીન વિશે સમજીએ. આપણા શરીરના તમામ કોષો માંસ પેશીઓ પ્રોટીનથી બનેલા હોય છે. મોટા ભાગના સ્નાયુઓ અને અંગો પ્રોટીનથી બનેલા હોય છે. પ્રોટીનનું રૃપાંતર એમીનો એસીડમાં થાય છે અને તેમાંથી મસલ્સ, હાડકા, બ્લડ અને શરીરના અંગો બને છે. એટલે જ રોજીંદા આહારમાં પ્રોટીન હોવું જોઈએ તે સ્વભાવિક છે. હકીકતે તે રોજીંદા આહારમાં ૪૦ ગ્રામ જેટલું હોવું જોઈએ. આનાથી વધારે પ્રોટીન લેવામાં આવે તો તમારી કીડની પર વધુ કામ કરવાનું પ્રેશર આવે છે કેમ કે વધારાનું પ્રોટીન ગાળીને બહાર ફેંકવાનું કામ કીડનીએ કરવું પડે છે. તમે પ્રાણીઓના માંસ કે શાકભાજી, કઠોળ, અનાજ, સૂકો મેવો વગેરેમાંથી પ્રોટીન લઈ શકો છો. તમે પ્રાણીઓના માંસ માંથી વધુ પ્રોટીન લઈ શકો છો પરંતુ અહીં સમસ્યા એ છે કે પ્રાણીઓના માંસમાં રહેલા પ્રોટીનમાં કૉલેસ્ટેરોલ અને સેચ્યુરેટેડ ફેટ મોટા પ્રમાણમાં હોય છે. આ તત્વો માત્ર તમારા હાર્ટને નુકશાનકારક છે એવું નથી પણ તે ડાયાબીટીસને પણ ખેંચી લાવે છે. જ્યારે ઝાડ કે છોડવા પર ઉગતા અનાજ-કઠોળ વગેરેના પ્રોટીનમાં માંસમાં રહેલા કોઈ તત્વો નથી હોતા. ઉદાહરણ તરીકે સ્ટીકમાં ૬૪ ગ્રામ પ્રોટીન હોય છે. જે આપણી રોજીંદી જરૃરીયાત કરતાં ઘણું વધારે છે. સાથે-સાથે ૩૪ ગ્રામ ફેટ અને ૨૬૦ મીલીગ્રામ કૉલેસ્ટેરોલ એ તમારા રોજીંદા ઉપયોગ કરતા અનેકગણું વધારે છે. આ ઉપરાંત કેલેરીનો પણ મોટો જથ્થો હોય છે. એ પણ ઉલ્લેખનીય છે કે વાસણમાં રાંધેલે લીસ્ટીલ્સમાં ૧૮ ગ્રામ પ્રોટીન હોય છે અને એક ગ્રામ કરતા ઓછી ફેટ (ચરબી) હોય છે. એનો અર્થ એ કે એક વાટકી ભરીને દાળ ખાવ તેમાં સ્ટીક જેટલું પ્રોટીન હોય છે તેમજ તેમાં સ્ટીક જેવું કોઈ પોઇઝન નથી હોતું. ૮૮ ગ્રામ માંસ ખાવામાં આવે તો તેમાં નિયત કરેલી ફેટનું ૨૫ ટકા પ્રમાણ હોય છે જયારે ૩૦ ટકા જેટલું કૉલેસ્ટેરોલ પણ હોય છે. સોયાબીન જેવા વેજીટેબલ ૧૦૦ ગ્રામે ૮ ગ્રામ પ્રોટીન હોય છે. તેમાં કૉલેસ્ટેરોલ નથી હોતું તેમજ નિયત કરેલી એક ટકા જેટલી ફેટ હોય છે. કઠોળમાં ૧૦૦ ગ્રામ ૮ ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. ભાજી-પાલોમાં ૧૩ ગ્રામ પ્રોટીન હોય છે. નાના બટાકામાં પણ પાંચ ગ્રામ પ્રોટીન હોય છે. એક પ્લેટ તાંદળજાની ભાજીમાં ૩ ગ્રામ પ્રોટીન હોય છે. આ ઉપરાંત આ દરેકમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર (રેસા) હોય છે. આવું માંસમાં જોવા મળતું નથી. ઉંચા પ્રમાણમાં પ્રોટીન ધરાવતા શાકભાજીમાં પણ ઓછી માત્રામાં કેલેરી હોય છે. ૧૦૦ ગ્રામ બીફ (માંસ)માં ૩૩૨ કેલરી હોય છે. ૧૦૦ ગ્રામ ગ્રીલ્ડ ફીશમાં ૨૯૪ કેલરી હોય છે. ૧૦૦ ગ્રામ લીન ચીકનમાં ૨૧૯ કેલરી હોય છે. જયારે ૧૦૦ ગ્રામ મટનમાં ૨૯૪ કેલરી હોય છે. આ કેલરીવાળું ફૂડ તૈયાર કરવામાં તેલ-મરી, મસાલાનો ઉપયોગ થાય છે. આનાથી તદ્દન વિરૃધ્ધ મકાઈમાં ૮૬ કેલરી, ૧૦૦ ગ્રામ કેળામાં ૮૯ કેલરી, કઠોળમાં ૨૦ થી ૩૦ કેલરી હોય છે. બીટ રૃટમાં ૩૦, કોબીજમાં ૨૦ ગાજરમાં ૩૫ કેલરી હોય છે. સોયાબીનમાં ૩૫ કેલરી હોય છે. મોટાભાગના શાકભાજીમાં વત્તી-ઓછી ૧૦ થી ૫૦ કેલરી હોય છે. જો કે પીઆસમાં ૭૦ ટકા અને બટાકામાં ૧૨૫ ટકા કેલરી હોય છે. છોડવા પર ઉગતા સોયાબીન જેવા પ્રોટીન એ શરીરને જોઈતા પ્રમાણમાં પ્રોટીન આવે છે. છોડવા સાથે સંકળાયેલા પ્રોટીનમાં વધુ વીટામીન્સ અને મીનરલ્સ હોય છે. તેમજ એનીમલ પ્રોટીનમાં હોય તેના કરતાં વધુ પોષક તત્વો હોય છે. બીન્સ અને લેગમન્સ ( ) એ પ્રોટીનનો સૌથી મોટો સોર્સ છે. અડધો કપ રાંધેલા બીન્સમાં ૭.૫ ગ્રામ પ્રોટીન હોય છે. પ્રોટીનની રોજીંદી જરૃરીયાત અંદાજે ૧૫ ટકા જેટલી હોય છે. બીન્સ પ્રોટીનની સાથે ફાઇબર, આયર્ન, કેલ્શીયમ અને વીટામીન-બી પણ આવે છે. અડધો કપ ભરીને તાજા સોયાબીનમાં ૪.૫ ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. સુકવી નાખેલા ટામેટા, રાંધવાના ઉપયોગમાં લેવાયેલા સૂકા ટામેટામાં બે ગ્રામ પ્રોટીન હોય છે. સાથે સાથે ફાયબર, વિટામીન એ અને વિટામીન સી તેમજ આયર્ન અને કેલ્શીયમ હોય છે. મશરૃમમાં બે ગ્રામ પ્રોટીન હોય છે. અડધો કપ રાંધેલા મશરૃમમાંથી તમને વીટામીન- સી, ફાઇબર અને આયર્ન મળી રહે છે. રાંધેલા ભાજી-પાલોમાં પણ ૨ થી ૬ ગ્રામ જેવું ઉંચી માત્રામાં પ્રોટીન હોય છે જેમાં ઉંચી માત્રામાં ફાઇબર, વિટામીન અને મીનરલ્સ હોય છે. રાંધેલા બોકોલીમાં બે ગ્રામ પ્રોટીન, વિટામીન સી અને વિટામીન એ હોય છે. સોયાબીન, બકવેટ, કળીઓના અને અમરકપ વગેરે એમીનો એસીડ ધરાવે છે જેમાં ૨૨ ગ્રામ પ્રોટીન હોય છે જયારે પીનરસમાં ૪૦ ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. માંસ ખાનારાઓ એવી દલીલ કરતા હોય છે કે થોડા માંસમાંથી પ્રોટીન અને એમિનો એસિડ મળી રહે છે. તો પછી તેમને પૂછો કે શું માત્ર માંસ ઉપર રહી શકાય ખરું ? દરેક ફૂડની એક બાયોલોજીકલ વેલ્યુ હોય છે. જેમાં મસલ્સ બનાવવા કેટલાક અસરકારક પ્રોટીનની જરૃર પડે છે અને માંસપેશીઓ બાંધવામાં તે કેવી રીતે મદદ કરે છે. બાયોલોજીકલ વેલ્યુએ ૧ થી ૧૦૦ ની માત્રામાં ગણાય છે. માંસમાં પ્રોટીન સૌથી વધુ માત્રામાં હોય છે. જયારે શાકભાજી-કઠોળમાં અડધા પ્રમાણમાં પ્રોટીન મળે છે. શરીરમાંના પ્રોટીનને ધ્યાનમાં રાખીને બાયોલોજીકલ વેલ્યુ વાળા ગ્રોથ ઇચ્છનારા ખાસ કરીને બોડી બિલ્ડર્સ વગેરે ઉંચા પ્રમાણમાં પ્રોટીન લે છે. (આવા લોકોની મોટી ઉંમરે કેવી સ્થિતિ હોય છે તે સૌ જાણે છે.) જે લોકો વધુ કસરત કરે છે અને બાયોલોજીકલ વેલ્યુનું ધ્યાન નથી રાખતા અને પોતે કયા સોર્સથી પ્રોટીન મેળવે છે તે નથી જોતાં તેમને પ્રોટીનની માત્રા સમજાવવાનો કોઈ અર્થ નથી. હાવર્ડ સ્કુલ ઓફ પબ્લીક હેલ્થના જણાવ્યા અનુસાર ઉંચી માત્રામાં પ્રોટીનવાળો ખોરાક અને જો તે માંસના માધ્યમથી લેવાતો હોય તો એવા લોકોને એલર્જીનો રોગ થાય છે અને તેમના હાર્ટને નુકસાન થઈ શકે છે. શાકભાજીના માધ્યમથી મેળવેલ પ્રોટીન અને આસાનીથી પાચન થઈ શકે એવા કાર્બોહાઈડ્રેટથી હાર્ટ માટે ઉપયોગી બની શકે છે. નિયત કરેલા ખોરાક કરતાં વધુ ખાધું તેમજ માંસ ખાનારાઓ માત્રા કરતા વધુ પ્રમાણમાં પ્રોટીન યુક્ત ખોરાક લે છે ત્યારે તે ઓસ્ટીઓપોયેસીસ (સાંધાના દુખાવા) નો ભોગ બને છે. પ્રોટીન પચે ત્યારે જે એસિડ છોડે છે તેના કારણે લોહીમાંનું કેલ્શીયમ મંદ પડી જાય છે. જો વધુ પ્રમાણમાં પ્રોટીન લઈએ તો વધુ પ્રમાણમાં કેલ્શીયમ પણ લેવું જોઈએ. કેટલાક કેલ્શીયમ તો શરીરના હાડકામાંથી મેળવેલા હોય છે. આમ મોટી માત્રામાં પ્રોટીન યુક્ત ખોરાક હાડકા નબળાં બનાવે છે. તમે જ્યારે દાળ, શાકભાજી, ફળ-ફળાદી જેવા વિવિધ ખોરાક લો છો ત્યારે તમે પ્રોટીન અને એમીનો એસિડ પણ જરૃરીયાત પ્રમાણે મેળવો છો. જો તમે તેમાં માંસનો વધારો કરો તો તમારી જરૃરીયાત કરતા વધુ પ્રોટીન મેળવો છે જે શરીરની અંદર સમસ્યા વધારે છે.

Related posts

દુનિયાનો સૌથી મોટો બેનંબરી કારોબાર ચાઇલ્ડ ટ્રાફિકિંગ

aapnugujarat

प्रकृति का दूसरा नियम

aapnugujarat

મોબાઈલનો સતત વપરાશ હાનિકારક કંપનીઓ સંશોધનોનાં સત્ય દબાવે છે!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1