Aapnu Gujarat
બ્લોગ

મોબાઈલનો સતત વપરાશ હાનિકારક કંપનીઓ સંશોધનોનાં સત્ય દબાવે છે!

“આખરે હવે મને સમજાઈ ગયું છે કે લોકો એમના મોબાઈલ ફોનના કેદી હોય છે એટલે જ તો એને સેલ-ફોન કહેવામાં આવે છે, એમ એક અનામી વિદ્વાને કહ્યું છે. સેલનો એક અર્થ તુરંગની-કેદખાનાની સાંકડી ઓરડી એવો થાય છે.
સમગ્ર માનવજાત સેલફોનની કેવી બંધાણી થઈ ગઈ છે એ જાણવા સેલફોન વિશે અમેરિકામાં એક સામયિક દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, એ સર્વેક્ષણનાં તારણો મજેદાર હતાં. ૬૫ ટકા લોકોએ કહ્યું હતું કે, “હું મારા સેલફોન વગર ના રહી શકું. ૪૦ ટકાએ મોબાઈલના બંધાણ કે વ્યસન સંબંધી કહ્યું હતું કે, “હું સૌથી પહેલાં કૉફી પીવાનું છોડીશ તો ૧૯ ટકા લોકોએ કહ્યું હતું કે, “હું સેલફોન છોડવાને બદલે સૌથી પહેલા દરરોજ નાહવાનું છોડી દઈશ. ૧૫ ટકા લોકો તો આ બધાના ગુરુ નીકળ્યા હતા. એ ૧૫ ટકાએ કહ્યું હતું કે, “અઠવાડિયાને અંતે આવતી શનિ-રવિની રજામાં સેલફોન વગર રહેવાને બદલે પત્ની વિના કે ગર્લફ્રેન્ડ વિના રહેવાનું પસંદ કરીશ.મોબાઈલ ફોન જગતમાં સર્વત્ર મોબાઈલ ફોન કે સેલફોનથી થતા નુકસાન વિશે સંશોધન ચાલી રહ્યું છે. માનવજાતે સેલફોનના ફાયદા અનુભવી-પામી લીધા છે એટલે હવે નુકસાન વિશે સંશોધનો ચાલી રહ્યાં છે. ખરેખર મોબાઈલ ફોન નુકસાનકારક છે? એ વિશે વિશ્ર્‌વભરમાં ચાલી રહેલાં સંશોધનો પણ આનો ચોક્કસ, સંતોષકારક જવાબ મેળવી શક્યાં નથી. નુકસાનની પેટર્ન-ઢાંચો-સ્વરૂપ શોધી શક્યા નથી, પરંતુ તાજેતરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીસ (એઆઈઆઈએમએસ) દ્વારા કરવામાં આવેલા આ વિષય પરના તમામ સંશોધનોનું વિશ્ર્‌લેષણ રસપ્રદ પેટર્ન-ઢાંચો–ભાત-સ્વરૂપ શોધી શક્યું છે. ભારત સરકારના ભંડોળની મદદથી કરવામાં આવેલા અભ્યાસમાં મોબાઈલ ફોનના સતત અને લાંબાગાળાના વપરાશને પગલે એનાં રેડિયેશન-કિરણોત્સર્ગના સંપર્કથી મગજમાં ગાંઠ થવાનું જોખમ ખાસ્સું વધારે હોવાનું જણાવાયું છે જ્યારે ઔદ્યોગિક ભંડોળમાંથી કરાયેલા અભ્યાસમાં આ જોખમનો અંદાજ ઓછો હોવાનું કહેવાયું છે.
“અમને એવું લાગ્યું છે કે ઔદ્યોગિક ભંડોળની મદદથી કરવામાં આવેલા સંશોધનો સારી ગુણવત્તાવાળા નથી અને એ આ જોખમને ઓછું આંકે છે. સામે છેડે સરકારી ભંડોળની મદદથી કરવામાં આવેલા સંશોધનો સેલફોનના સતત અને વધુ પડતા વપરાશને પગલે મગજની ગાંઠ થવાનાં જોખમમાં ભારે વધારો થતો હોવાનું જણાવે છે, એમ એઆઈઆઈએમએસનાં ન્યૂરોલોજી વિભાગના વડા ડૉ. કામેશ્ર્‌વર પ્રસાદે કહ્યું હતું. ડૉ. પ્રસાદ આ અભ્યાસના મુખ્ય-અગ્રણી લેખક છે.
ડૉ. પ્રસાદે કહ્યું હતું કે, મોબાઈલ ફોનના લાંબાગાળાના (દસ વર્ષથી વધુ સમય અથવા ૧,૬૪૦ કલાકથી વધુ) વપરાશ સંબંધી અભ્યાસના આધારે એમ કહી શકાય કે આવા સતત વપરાશથી મગજમાં ટ્યૂમર થવાની સંભાવના ૧.૩૩ ગણી વધારે હોય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે, જો મોબાઈલ ફોનના આવા વપરાશથી જો ૧૦૦ જણ મગજમાં ગાંઠની તકલીફથી પીડાતા હોય તો એ આંક વધીને હવે ૧૩૩નો થયો છે, એમ કહેવાય. એઆઈઆઈએમએસના પ્રોફેસર ડૉ. પ્રસાદ અને ન્યૂરોલોજિસ્ટોની બનેલી એમની ટીમે વર્ષ ૧૯૬૬થી ૨૦૧૬ દરમિયાન વિશ્ર્‌વભરમાં ૪૮, ૪૫૨ લોકોને આવરી લેતા અને મગજના ગાંઠનાં જોખમ સંબંધી અહેવાલ આપનારા ૨૨ કેસ-ક્ન્ટ્રોલ્ડ અભ્યાસનું વિશ્ર્‌લેષણ કર્યું હતું. (કેસ-ક્ધટ્રોલ્ડ અભ્યાસ એટલે જેમને કિરણોત્સર્ગ છોડતાં ઉપકરણના વપરાશથી રોગ થયો હોય એવા દર્દીઓ અને જેમને રોગ થયો નથી, પણ સંભાવના છે એવા લોકોની સરખામણી કરીને કરાતો અભ્યાસ. આગળ જતાં આમાં ટેક્નોલોજીના વિકાસને પગલે ઊભા થયેલાં જોખમને આવરી લેવામાં આવે છે.) આ સંશોધનોમાંથી ૧૦ સરકારી ભંડોળથી થયેલા હતા અને સાત અભ્યાસ ફોન-ઉદ્યોગના ખાનગી ભંડોળની મદદથી કરવામાં આવ્યા હતા. ન્યૂરોલોજિકલ સાયન્સીસ નામના મેડિકલ જરનલમાં પ્રકાશિત થયેલાં આ વિશ્ર્‌લેષણનાં પરિણામોમાં જણાવાયું હતું કે, સરકારી ભંડોળમાંથી કરવામાં આવેલાં અભ્યાસ-સંશોધનોનો સ્કોર ૭ અથવા ૮નો છે જ્યારે ફોન ઉદ્યોગ તથા ખાનગી ભંડોળથી કરવામાં આવેલાં સંશોધનનો સ્કોર ૫ાંચ કે છનો છે. એઆઈઆઈએમએસનો અભ્યાસ ઉચ્ચ ગુણવત્તાવાળો છે એમ એના ગુણાંક કે સ્કોર પરથી સમજી શકાય છે. સંશોધકોએ એમ પણ કહ્યું હતું કે, “કેટલાક અભ્યાસમાં એવી રજૂઆત પણ કરવામાં આવી હતી કે ‘મોબાઈલ ફોનનો વપરાશ મગજની ગાંઠ સામે સંરક્ષણ આપે છે, એ તારણ ખરેખર ગૂંચવી નાખનારું કે મૂંઝવી નાખનારું છે.
ભંડોળના સ્રોતોના આધારે નક્કરતા ધરાવતા એક તારણને મેળવવા માટે અનેક સંશોધનોમાંથી પદ્ધતિસરના કરવામાં આવેલા સતત ગુણવત્તાસભર અને પરિણામવાચક અભ્યાસની માહિતી માટેની રીત એટલે કે મેટા-એનેલિસિસ. આવા મેટા-એનેલિસિસના આધારે મળેલી જાણકારી ચોક્કસ જ એમ દર્શાવે છે કે મોબાઈલ ફોનના ૧૦થી વધારે વર્ષોના વપરાશને પગલે મગજની ગાંઠ થવાનું જોખમ ખાસ્સું વધી જાય છે. સરકારી ભંડોળના સંશોધનોનાં તારણો દર્શાવે છે કે મોબાઈલ ફોનના આવા વપરાશથી મગજમાં ગાંઠ થવાનું જોખમ ૧.૬૪ ગણું વધી જાય છે જ્યારે ખાનગી કંપનીના ભંડોળમાંથી થતા અભ્યાસોના તારણો એ જોખમ ૧.૦૫ ગણું વધતું હોવાનું કહે છે, એમ એમઆઈઆઈએમએસની શોધ જણાવે છે. એમાં સ્પષ્ટતા કરતાં જણાવાયું હતું કે, ફોન ઉદ્યોગના ભંડોળમાંથી કરવામાં આવેલા સંશોધનોમાં ફોન ઉદ્યોગ પાસે દસ વર્ષથી વધુ સમયના મોબાઈલ વપરાશ સંબંધી માહિતી ઉપલબ્ધ નહોતી. આ બાબત મોબાઈલ ફોન રેડિયેશન અને લાંબાં વપરાશથી થતી મગજની ટ્યૂમર વચ્ચેની સંપર્ક કડી હોવાના મુદ્દાનું વિશ્ર્‌લેષણ કરવા સંબંધે મોટી નબળાઈ કે મોટી કચાશ કહેવાય.
ડૉ. પ્રસાદે કહ્યું હતું કે, મોબાઈલ ફોનના વપરાશ અને મગજની ગાંઠ થવાના જોખમનો સંગાથ વિરોધાભાસોથી ઘેરાયેલો છે. “આપણા સંદેશ વ્યવહારની પદ્ધતિમાં ક્રાંતિ લાવી દેનારી ટૅક્નોલૉજીને બદનામ કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. અમે લોકોને ફકત એટલું જ જણાવવા માગીએ છીએ કે મગજની ગાંઠ જેવી જીવલેણ અને પીડાકારી માંદગીના જોખમને ઘટાડી દેવા કે દૂર રાખવા માટે મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ ઓછો કરી નાખો, એમ ડૉ. પ્રસાદે વધુમાં ઉમેર્યું હતું. મોબાઈલ ફોન રેડિયો વેવ્ઝ (વીજળીનાં મોજાં) છોડે છે, જે નોન-આયોનાઝિંગ (અણુ કે પરમાણુને આયનમાં પરિવર્તિત કરવાની શક્તિ વિનાનાં) કિરણોત્સર્ગ છે. એન્ટેનાની નજીક રહેલાં (કાન કે મગજનાં) કોશો આ ઊર્જાને શોષી લે છે. ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કૅન્સર (આઈએઆરસી) દ્વારા માણસ જાત માટે આ રેડિયો તરંગોને સંભવિત કૅન્સરકારકના વર્ગમાં મૂકવામાં આવ્યા છે. બાળકોના કાનની નજીકના કોશો બહુ જ મૃદુ-નરમ હોય છે એટલે તેમને મગજની ગાંઠ થવાની સંભાવના સૌથી વધુ હોવાનું ડૉક્ટરો કહે છે.
એક ડૉક્ટર કહે છે કે, “તમારે સૌએ માથાં-મગજને રેડિયેશન (કિરણોત્સર્ગ)ના મારમાં બચાવવું હોય તો લો પાવર બ્લ્યુટૂથ એમિટર (ઓછી શક્તિના કિરણોત્સર્ગ છોડે તેવું બ્લ્યુટૂથ) સાથેની વાયરલેસ (બિનતારી) હેન્ડ્‌સ ફ્રી સિસ્ટમ (હેડફોન અથવા હેડસેટ)નો ઉપયોગ કરવો જોઈએ. વાત કરવી જ પડે તો ટૂંકી વાતચીત કરી કોલ ઝડપથી પૂર્ણ કરો અને કોલના બદલે એસએમસ કે મેસેજ સિસ્ટમનો વપરાશ કરો. આ બાબતનું બાળકોએ, કિશોરોએ અને ગર્ભવતી મહિલાઓએ ચોક્કસ જ પાલન કરવું જોઈએ.
રેડિયેશનનો સતત સંગાથ થવાથી મગજની ગાંઠ થવી એ તો એક માત્ર સંભવિત જોખમ છે. કેન્દ્ર સરકાર દ્વારા ટોચની ઘણી વૈજ્ઞાનિક સંસ્થાઓને સુધારી ન શકાય કે બદલાવ ન લાવી શકાય એવી વંધ્યતા કે બિનફળદ્રુપતા સંબંધી અભ્યાસ કરવા માટે કામે લગાડવામાં આવી છે. પુરુષ દ્વારા સેલ-ફોનના વધુ વપરાશને પગલે વીર્યની ગુણવત્તા નબળી પડે છે, એમ સંશોધકોનું કહેવું છે. ઉપરાંત હૃદયના ધબકારાને નિયમિત રાખવા માટે છાતીમાં ગોઠવેલા પેસમેકર સહિત અન્ય વૈજળીક સાધનો કે ઉપકરણોના વપરાશને પગલે ટિનિટસ (માથામાં-કાનમાં અવાજો આવવા) અને કાનને ઈજા તથા ન્યૂરો-ડિજનરેટિવ (મજ્જાતંતુનો ઘસારો થવો) જેવાં રોગો થાય છે, એમ નિષ્ણાતો કહે છે. વર્ષ ૨૦૧૧માં પ્રધાનોની એક સમિતિએ કહ્યું હતું કે, પ્રાપ્ય સંશોધનોનું પુનરાવલોકન બાદ લાગે છે કે મોબાઈલ ફોનનાં ટાવરો ગીચ વસતિ ધરાવતા રહેણાંક વિસ્તારો, નજીક, સ્કૂલો, મેદાનો અને હૉસ્પિટલો નજીક ઊભાં ન જ કરવાં જોઈએ. આ પુનરાવલોકનથી એમ સમજાયું હતું કે મોબાઈલ ફોન અને એનાં ટાવરોમાંથી નીકળતાં કિરણોત્સર્ગને પગલે આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થાય છે, જેમાં સ્મરણશક્તિ ઓછી થવી, એકાગ્રતામાં ઘટાડો થવો, અશાંતિ કે અસ્વસ્થતા થવી, પાચનશક્તિ મંદ પડવી અને ઊંઘમાં ખલેલ પડવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે.સમિતિએ સંશોધનની એ બાબત પ્રત્યે આંગળી ચિંધી છે જેમાં જણાવાયું છે કે મોબાઈલ ફોનનાં ટાવરોમાંથી નીકળતા રેડિયેશનના પગલે મોટાં શહેરોમાંથી પતંગિયા, મધમાખીઓ, જીવજંતુ-કીડાં વગેરે અદૃશ્ય થયા છે. જોકે સેલફોન ઑપરેટરો ટાવરો ઊભાં કરવા પરના નિયંત્રણનો એમ કહીને વિરોધ કરે છે કે સેલફોનનાં ટાવરોના રેડિયેશન અને એના કારણે થતાં આરોગ્યને ઊભા થતા જોખમ વચ્ચે કશો સંબંધ હોવાના પુરાવા હજી સાંપડ્યા નથી. સેલફોનના રેડિયેશનને પગલે આરોગ્ય સામેના જોખમ સંબંધી હકીકતને કેટલાક વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ પણ માન્ય રાખી છે.

Related posts

ભારત અને ચીન બંને સરહદેથી સેના હટાવવા થયા સંમત

editor

सरकार की दो अच्छी पहल

editor

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1