Aapnu Gujarat
બ્લોગ

નવા વર્ષમાં લગ્ન પ્રસંગના રેકોર્ડબ્રેક ૭૨ મૂર્હુત રહેશે

વર્ષ ર૦૧૯માં છેલ્લાં ૧૦ વર્ષનાં સૌથી વધારે લગ્નનાં મુહૂર્તની સંખ્યા ૭ર દિવસની રહેવાથી વર્ષના પ્રારંભ સાથે જ લગ્નની મોસમ પુરબહારમાં ખીલશે. વર્ષ ર૦૧૧ પછી પહેલી વાર આટલી મોટી સંખ્યામાં લગ્ન સહિતનાં અન્ય શુભ કાર્યનાં મુહૂર્ત નીકળ્યાં છે. છેલ્લા દસ વર્ષમાં લગ્નપ્રસંગના ૭૨ જેટલા રેકોર્ડબ્રેક મૂર્હુત આવ્યા હોઇ જયોતિષીઆલમ સહિતના વર્તુળમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. નોંધનીય છે કે, વર્ષ ર૦૧૧માં લગ્નનાં સૌથી વધારે મુહૂર્ત ૬૮ દિવસ હતા. જ્યારે સૌથી ઓછા લગ્નનાં મુહૂર્ત વર્ષ ર૦૧૦ અને ર૦૧રમાં ૩૮ દિવસ હતા. જ્યારે બાકીનાં વર્ષમાં ૪૧ દિવસ સુધીનાં લગ્નનાં મુહૂર્ત હતાં. આ વર્ષે વધુ શુભ મુહૂર્તના કારણે વાહન ખરીદી, વાસ્તુ અને પૂજા સહિતનાં મુહૂર્ત પણ વધુ રહેશે, જેના કારણે સોના-ચાંદીની ખરીદીમાં પણ વધારો થવાની શક્યતા છે. આ વર્ષે તા.૧૭ જાન્યુઆરીથી લગ્નની મોસમ શરૂ થઈ રહી છે, જેમાં શુભ દિવસ વધારે છે. છેલ્લાં દસ વર્ષમાં અગાઉ સન ર૦૧૧માં લગ્નનાં મુહૂર્ત સૌથી વધારે ૬૮ દિવસ હતા. જ્યારે છેલ્લા દસકામાં સૌથી ઓછાં લગ્નનાં મુહૂર્ત સન ર૦૧૦ અને ર૦૧રમાં ફક્ત ૩૮ દિવસ હતા. જ્યારે ર૦૧૮ના વર્ષમાં ૪૧ દિવસ લગ્નનાં મુહૂર્ત હતાં. આ વર્ષે હોળાષ્ટક અને મીનારક એક દિવસના અંતરે સાથે ચાલુ થતાં હોવાથી માર્ચમાં લગ્નના દિવસો વધુ છે. ત્યારબાદ શુક્રનો લોપ તા.રપ જુલાઈથી થાય છે, જે સમયે કમુરતાં હશે. જયોતિષીઓના મતે, આ નવા વર્ષમાં છેલ્લાં દસ વર્ષના સૌથી વધારે દિવસ લગ્નનાં મુહૂર્ત છે, જે રેકોર્ડજનક ૭ર દિવસ છે. ગત વર્ષે અધિક જેઠ મહિનાના કારણે લગ્નની મોસમ અધવચ્ચે અટવાઈ હતી, તેમાંય વસંત પંચમી કે અખાત્રીજ જેવાં મુહૂર્ત હોવા છતાં એપ્રિલ-મે મહિનામાં નહિવત્‌ લગ્ન હતાં. ત્યારબાદ નવેમ્બરમાં ગુરુના અસ્તના કારણે અને ડિસેમ્બરમાં ફક્ત બે દિવસ લગ્નનાં મુહૂર્ત હતાં. લગ્નનું પ્રથમ મુહૂર્ત છેક ફેબ્રુઆરીની પ તારીખે આવ્યું હતું. આ વર્ષે ૭૨ જેટલા રેકોર્ડબ્રેક મૂર્હુત આવ્યા હોઇ લગ્ન પ્રસંગ લઇને બેઠલાઓમાં ખુશીની લાગણી છવાઇ છે.

Related posts

કોંગ્રેસનું કમઠાણ ઉકેલાયું નથી

aapnugujarat

ભાજપનું મિશન 2024 : આગામી ચૂંટણીમાં 35 કરોડ મત મેળવવાનો ટાર્ગેટ કઈ રીતે સિદ્ધ થશે?

aapnugujarat

આજનું જ્ઞાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1