Aapnu Gujarat
બ્લોગ

ભાજપનું મિશન 2024 : આગામી ચૂંટણીમાં 35 કરોડ મત મેળવવાનો ટાર્ગેટ કઈ રીતે સિદ્ધ થશે?

તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ત્રણ રાજ્યોમાં વિજય મળતા પાર્ટીનો જુસ્સો જોરદાર વધી ગયો છે અને હવે વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં અગાઉ કરતા પણ વધુ સારો દેખાવ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. ભાજપે આગામી લોકસભા ચૂંટણીમાં આખા દેશમાંથી કુલ 35 કરોડ વોટ મેળવવાનો લક્ષ્ય રાખ્યો છે. 2019ની ચૂંટણીમાં ભાજપને 22 કરોડ મત મળ્યા હતા અને હવે તે 13 કરોડ વધારે મત મેળવવાનો ટાર્ગેટ ધરાવે છે.

ભાજપ તેની સ્ટ્રેટેજીમાં હંમેશા નવા ફેરફાર કરવા માટે જાણીતું છે અને ડેટાનું એનાલિસિસ એટલું સજજડ હોય છે કે વિરોધીઓને કોઈ ચાન્સ મળતો નથી. 2024માં થનારી ચૂંટણી માટે ભાજપે પાયાનું કામ ક્યારથી શરૂ કરી દીધું છે. તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીઓ તેના માટે ટ્રાયલ રન હતી તેમ કહી શકાય.

કેટલાક અહેવાલ પ્રમાણે ભાજપે ચૂંટણીના પ્લાનિંગ માટે લગભગ 300 કોલ સેન્ટર સ્થાપિત કરી દીધા છે જેમાંથી મોટા ભાગના કોલ સેન્ટર ભાજપના કાર્યાલયમાં છે. તેના દ્વારા 50 લાખ લોકો સાથે કનેક્ટ થવાનું કામ થઈ રહ્યું છે. જે લોકો પાર્ટીમાં સક્રિય યોગદાન આપવા માંગતા હોય તેમને ઓળખવામાં આવી રહ્યા છે. ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક લાભાર્થી આઉટરિચ કાર્યક્રમ શરૂ કરશે. ફેબ્રુઆરી સુધીમાં આખું કામ પૂર્ણ કરી દેવામાં આવશે.

આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં સોલિડ વોટ મળે તેવી શક્યતા જોવામાં આવે છે, પરંતુ કેટલાક રાજ્યો તેની ગેમ બગાડી શકે છે. આવા રાજ્યોમાં પ. બંગાલ, મહારાષ્ટ્ર અને કર્ણાટકનો સમાવેશ થાય છે. ભાજપ કદાચ તેનો 28 ટકા વોટ શેર જાળવી રાખશે પરંતુ કેટલાક વોટ શેરને છેલ્લે સુધી મેનેજ કરી શકાશે તે કહેવું મુશ્કેલ છે. 2019ની ચૂંટણીમાં ભાજપે કર્ણાટકમાં 51.4 ટકા વોટ શેર જાળવી રાખ્યો હતો અને જેડી (એસ) – કોંગ્રેસના ગઠબંધનને 41 ટકા વોટ શેર મળ્યો હતો. રાજ્યમાં કુલ 28માંથી 26 સીટ પર ભાજપનો વિજય થયો અને હાલના કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ પોતાની સીટ હારી ગયા હતા.

હિંદી વિસ્તારોની તુલનામાં કર્ણાટકમાં કોંગ્રેસ મજબૂત છે. પશ્ચિમ બંગાળ એક વિશિષ્ટ કેસ છે જ્યાં કુલ 42 બેઠકો છે અને ભાજપને 18 બેઠકો પર વિજય મળ્યો હતો. ભાજપનો વોટ શેર પણ 40.7 ટકા હતો જે ટીએમસીના 43.3 ટકા વોટ શેર કરતા બહુ પાછળ ન હતો. પરંતુ 2021ની એસેમ્બલી ચૂંટણીમાં ટીએમસીનો વિજય થયો હતો. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પછી ભાજપના કાર્યકરોને હિંસામાં નિશાન બનાવવામાં આવ્યા હતા.

Related posts

કુંવરજી ભાજપનાં એસેટ બની રહેશે કે …..

aapnugujarat

सारे पुरुषों को समर्पित “नारी अबला हे”

aapnugujarat

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત

aapnugujarat
UA-96247877-1