Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ મહાગઠબંધન માટે ૭ બેઠક ઉપર ઉતરશે નહીં

ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે સપા-બસપા અને આરએલડી માટે સાત સીટો પરથી પોતાના ઉમેદવાર નહીં ઉતારવાની આજે જાહેરાત કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ સાત સીટો ઉપર મહાગઠબંધન માટે પોતાના ઉમેદવાર નહીં ઉતારવાની વાત કરી છે. એકબાજુ પ્રિયંકા ગાંધી ચાર દિવસ માટે ઉત્તરપ્રદેશના પ્રવાસ પર છે ત્યારે રાજ બબ્બરે આ અંગેની જાહેરાત કરી હતી. મહાગઠબંધન પ્રત્યે કોંગ્રેસ પાર્ટીના સન્માનની વાત કરીને મોટા સંકેત આપવાના પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. રાજ બબ્બરે ક્હયું હતું કે, સાંપ્રદાયિક શક્તિઓને હરાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ સાત સીટો ઉપર પોતાના ઉમદેવારને નહીં ઉતારવાનો નિર્ણય કર્યો છે. પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે, અમે સપા-બસપા અને આરએલડી માટે જે સીટો ખાલી મુકી રહ્યા છે તેમાંમૈનપુરી, કન્નોજ, ફિરોઝાબાદની સાથે જે સીટ ઉપર પણ માયાવતી ચૂંટણી લડશે તે સીટ, આરએલડીના નેતા જયંત અને અજીતસિંહ જે બેઠક પરથી ચૂંટણી લડશે તે સીટો ઉપર ઉમેદવાર ઉતારવામાં આવશે નહીં. ગોંડા અને પીલીભીંતની સીટ ઉપર પણ ઉમેદવાર ઉતારવામાં આવશે નહીં. આ બેઠક ઉપર સાથી પક્ષના લોકો ચૂંટણી મેદાનમાં ઉતરશે. આની સાથે જ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની બીજી સાથી પાર્ટી મહાન દળની સાથે પણ બેઠકોની વહેંચણીની બાબત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે રજૂ કરી હતી. રાજ બબ્બરે કહ્યું હતું કે, અમે મહાન દળની સાથે વાતચીત કરી ચુક્યા છે. જે કોંગ્રેસને આપવામાં આવશે તેને લઇને કોઇ વાંધો નથી. જાણકાર લોકોનું કહેવું છે કે, ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી પોતે પણ આધારને મજબૂત કરવાના પ્રયાસમાં લાગેલી છે. ઉત્તરપ્રદેશમાં ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને મોટાભાગની બેઠકો જીતી લીધી હતી. આ વખતે તેની સામે પણ પડકારો છે.

Related posts

ઓગસ્ટા વેસ્ટલેન્ડ : મિશેલ પ દિવસની કસ્ટડીમાં રહેશે

aapnugujarat

કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થતા પૂર્વે મંદિર મુદ્દે વટહુકમ નહીં : વર્ષના પ્રથમ ઇન્ટરવ્યુમાં મંદિર મુદ્દે વડાપ્રધાન મોદીની સ્પષ્ટ વાત

aapnugujarat

સ્વાઇન ફ્લુના કારણે દેેશમાં ૧૦૯૦ લોકોના થયેલા મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1