Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઓગસ્ટા વેસ્ટલેન્ડ : મિશેલ પ દિવસની કસ્ટડીમાં રહેશે

ઇટાલીની કંપની ઓગસ્ટા વેસ્ટલેન્ડની સાથે વીવીઆઈપી હેલિકોપ્ટર ડિલમાં થયેલા કૌભાંડના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને આજે પટિયાલા હાઉસકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મંગળવારના દિવસે તેને દુબઈના રસ્તે ભારત લાવવામાં આવ્યો હતો. ભારતની તપાસ સંસ્થાઓ લાંબા સમયથી તેને ભારત લાવવાના પ્રયાસ કરી રહી હતી. આખરે તેને સફળતા મળી ગઈ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલના નેતૃત્વમાં આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ મામલામાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા દેખાઈ રહી છે. પુછપરછમાં મિશેલ અનેક મોટા અધિકારીઓના નામનો ખુલાસો કરી શકે છે. જેમના ઉપર આ કૌભાંડમાં સામેલ હોવાના આક્ષેપો છે. એવા આક્ષેપ છે કે, ઓગસ્ટા વેસ્ટલેન્ડથી મિશેલને લાંચ તરીકે ૨૨૫ કરોડ રૂપિયા મળ્યા હતા.
આ પૈસા અન્ય કંઇ નહીં બલ્કે કંપની દ્વારા ૧૨ હેલિકોપ્ટરની સમજૂતિ પોતાની તરફેણમાં કરાવવા માટે લાંચ તરીકે ચુકવવામાં આવી હતી. મિશેલે પોતાની દુબઈની કંપની ગ્લોબલ સર્વિસ મારફતે આ રકમ મેળવી હતી. મળેલી માહિતી મુજબ આ ડિલમાં કોડવર્ડમાં કેટલાક નામ પણ લખવામાં આવ્યા હતા જેનો અર્થમાત્ર મિશેલ જ બતાવી શકે છે. રાફેલ સોદાને લઇને છેલ્લા કેટલાક દિવસથી વિપક્ષમાં સરકાર ઉપર પ્રહારો ચાલી રહ્યા હતા.
મિશેલના ભારત આવ્યા બાદ વિપક્ષની કોંગ્રેસ પાર્ટી હવે ફરી એકવાર મુશ્કેલીમાં દેખાઈ રહી છે. પુછપરછ દરમિયાન એવી વિગત ખુલી શકે છે કે જેના મારફતે ભાજપને કોંગ્રેસ પર ફરીવાર પ્રભુત્વ જમાવવાની તક મળી શકે છે.
આજે તેની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ પાંચ દિવસના સીબીઆઈ કસ્ટડીમાં સોંપી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો. મિશેલે ભારત સરકાર સમક્ષ કેટલીક વિગતો આપવાની તૈયારી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. મિશેલના પ્રત્યાર્પણના મહત્વન અંદાજ આનાથી લગાવી શકાય છે કે તેને ાસ વિમાનથી મંગળવારે રાત્રે ૧૦.૪૦ વાગે દુબઈથી લાવવામાં આવ્યો હતો. અજીત દોભાલના નેતૃત્વમાં સમગ્ર પ્રક્રિયા ગુપ્તરીતે ચાલી હતી.
સીબીઆઈ હેડક્વાર્ટરમાં તેની પુછપરછ થઇ રહી છે. તેનું પ્રત્યાર્પણ ગેરકાયદેરીતે કરાયું હોવાની વાત મિશેલે કરી છે. તે હજુ પણ ભ્રષ્ટાચારના આક્ષેપોને રદિયો આપી રહ્યો છે. ઇડી દ્વારા તેની પુછપરછ કરવામાં આવી શકે છે.
મિશેલના સંદર્ભમાં એમ માનવામાં આવે છે કે, ભારતમાં અનેક ડિફેન્સ સોદાબાજીમાં કંપનીઓની મદદ કરી હતી પરંતુ ઓગસ્ટા વેસ્ટલેન્ડ પહેલા તેનું નામ સપાટી ઉપર આવ્યું ન હતું. ફ્રાંસના મિરાજ જેટની ખરીદીમાં કમિશન એજન્ટ તરીકે પણ તે રહ્યો હતો. ઇટાલિયનની કંપનીઓએ તેને ભારતમાં કામકાજ કરાવવા માટે ૪.૮૬ કરોડ ડોલર ચુકવવામાં આવ્યા હતા. મિશેલના પિતા પણ ૧૯૭૦-૮૦ના દશકમાં દેશના હથિયાર બજારમાં સક્રિય હતા. ભારતીય માર્કેટમાં મિશેલના સંબંધના પ્રથમ સંકેત ૧૯૯૦માં મળ્યા હતા.

Related posts

મોદી ૨૨ ડિસેમ્બરે મહિલા મોરચાના અધિવેશનમાં હાજરી આપશે

aapnugujarat

HM Amit Shah at Mumbai, said- Had there been no ceasefire, PoK would have been part of India

aapnugujarat

पूर्व राष्ट्रपति प्रतिभा पाटिल को मिला मेक्सिको का सर्वोच्च नागरिक सम्मान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1