Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૧૦૦ સીટ પર ભાજપ અને કોંગ્રેસની વચ્ચે સીધી ટક્કર

લોકસભા ચૂંટણીના સમરમાં ૧૦૦ સીટો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માટે ખુબ મહત્વપૂર્ણ છે. જ્યાં હાર જીત માટેનું અંતર ૧૦ ટકા કરતા ઓછુ રહ્યું છે. ચૂંટણીમાં દેશની ૧૦૦ સીટો ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા થનાર છે. કોંગ્રેસની નજર દેશની આશરે ૫૬ એવી સીટો ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે જ્યાં તે ૮૦૦૦૦ અથવા તો ઓછા મતથી હારી છે. આનાથી ૨૪ સીટો ઉપર ખુબ નજીકની સ્પર્ધા રહી હતી. લોકસભા ચૂંટણી ૨૦૧૪ના પરિણામથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ પાર્ટી ૨૨૪ સીટો ઉપર બીજા સ્થાને રહી હતી જ્યારે ૪૪ સીટ પર તેને જીત મળી હતી. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપને ૨૮૨ સીટો ઉપર જીત મેળી હતી. ૧૪૬ સીટો ઉપર તેને હાર મળી હતી. જે સીટો ઉપર ભાજપને હાર મળી હતી તેમાંથી ૮૨ સીટો પર ભાજપના ઉમેદવારને મળેલા મત વિજય ઉમેદવારથી ૨૦ ટકા ઓછા હતા અને ૩૩ સીટો ઉપર ભાજપની હાર ૧૦ ટકા અથવા તેનાથી ઓછા અંતરથી થઇ હતી. કોંગ્રેસ પાર્ટીએ કેટલીક એવી સીટો ઉપર તાકાત લગાવી દીધી છે જે સીટો ઉપર આશા રહેલી છે. આ સીટોમાં ઉધમપુર, ખડુરસાહબ, સહારનપુર, કરેલી, ધોલપુર, લોહરડગા, રાંચી, મહાસમુંદ, આણંદ, સાબરકાંઠા, થાર, નંદુરબાર, દાદરા અને નગરહવેલી, કુશીનગર, રાયગંજ, માંડિયા, બેલગામ, સાસારામ, લક્ષ્યદ્વીપ, તિસુરનો સમાવેશ થાય છે. આ તમામ સીટો ઉપર કોંગ્રેસ પાર્ટીએ વધુ ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. આ સીટો ઉપર છેલ્લી ચૂંટણીમાં ખુબ નજીકની સ્પર્ધા રહી હતી. દેશની ૪૩ સીટો ઉપર હાર જીત માટેનું અંદર એક ટકા કરતા પણ ઓછા મતથી રહ્યું હતું જેમાંથી ચાર સીટો કર્ણાટકમાં, ત્રણ સીટો કેરળમાં અને બે-બે સીટો આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને બંગાળમાં છે. જ્યારે એક-એક સીટ જમ્મુ કાશ્મીર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં છે. આ ૨૩ સીટ પર હારનું અંતર ૨૬થી લઇને ૧૧૧૭૮ મતનું છે. આ સીટો પરથી ૬-૬ સીટો ભાજપ અને કોંગ્રેસે જીતી હતી જ્યારે ત્રણ-ત્રણ સીટ સીપીએમ દ્વારા જીતવામાં આવી હતી. બીજુ જનતા દળને બે સીટો મળી હતી. એક ટકાથી ઓછા અંતરવાળી ૨૩ સીટોમાંથી ૧૭ સીટો ઉપર મતદાનની ટકાવારી ૭૦ ટકાથી વધારે રહી હતી જેથી આ સીટો ઉપર મતદાન ટકાવારી વધવાની વધુ શક્યતા નથી. છેલ્લી લોકસભા ચૂંટણીમાં એક ટકાથી વધુ મત અંતરથી જીતનાર મુખ્ય નેતાઓમાં કોંગ્રેસના નેતા વિરપ્પા મોઇલી, શિવસેનાના નેતા અનંત ગીતેનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરની લડાખ બેઠક પર ભાજપે ૨૦૧૪માં ૩૬ મતના અંતરથી જીત મેળવી હતી જ્યારે છત્તીસગઢમાં મહાસમુંદ બેઠક ભાજપે ૧૨૧૭ મતે જીતી હતી. આ બેઠક ઉપર ચંદુલાલ સાહૂએ અજીત જોગીને હાર આપી હતી. કર્ણાટકની રાયચુર સીટ પર કોંગ્રેસના બીવી વિનાયકે ૧૪૯૯ મતેથી જીત મેળવી હતી. મહારાષ્ટ્રમાં હિંગોલી સીટ કોંગ્રેસે ૧૬૩૨ મતે જીતી હતી.

Related posts

કર્ણાટકમાં ચૂંટણીના લીધે પેટ્રોલની કિંમતો ઉપર બ્રેક

aapnugujarat

ખેડૂતોના ખાતામાં ૬૦૦૦નો સૌથી વધુ ફાયદો યુપીને રહેશે

aapnugujarat

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની હાર છે : PK

aapnugujarat

Leave a Comment

UA-96247877-1