Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટકમાં ચૂંટણીના લીધે પેટ્રોલની કિંમતો ઉપર બ્રેક

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણને ધ્યાનમાં લઇને સરકાર હાલમાં મોંઘવારીના મોરચે સામાન્ય લોકોને રાહત આપી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં જંગી વધારો થયો હોવા છતાં ભારતીય બજારમાં છેલ્લા કેટલાક સમયથી તેલની કિંમતો વધી રહી નથી. માનવામાં આવે છે કે કર્ણાટક ચૂંટણીને ધ્યાનમાં લઇને પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ગાળા દરમિયાન પ્રતિ બેરલ બે ડોલર સુધીનો વધારો થઇ ગયો છે. પરંતુ ભારતીય બજારમાં તેલની કિંમતો વધી નથી. ૨૪મી એપ્રિલના દિવસ બાદ હજુ ુસધી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ભારતીય કંપનીઓ દ્વારા કોઇ વધારો કરવામાં આવ્યો નથી. અત્રે નોંધનીય છે કે તેલની કિંમતોને બજારના હવાલે કરી દેવામાં આવી છે. ગયા મહિનામાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં રેકોર્ડ વધારો થયો હતો અને કિંમતો વધીને ૫૫ મહિનાની ઉંચી સપાટી પર પહોંચી ગઇ હતી. પેટ્રોલની કિંમત વધીને પ્રતિ લીટર ૭૪.૬૩ સુધી પહોંચી ગઇ હતી. જ્યારે ડિઝલની કિંમતમાં પણ રેકોર્ડ ઉછાળો રહ્યો હતો. તેની કિંમત પ્રતિ લીટર ૬૫.૯૩ સુધી પહોંચી ગઇ હતી. ગયા વર્ષે જુન મહિના બાદથી દરરોજ તેલની કિંમતોમાં સરકારી કંપનીઓ ફેરફાર કરી રહી છે. ભારતીય પીએસયુ દ્વારા પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ૨૪મી એપ્રિલ બાદ કોઇ વધારો કરાયો નથી. ૨૪મી એપ્રિલના દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ બેરલ પેટ્રોલની કિંમત ૭૮.૮૪ ડોલર હતી. જ્યારે છેલ્લી વખત જાહેર કંપનીઓ દ્વારા કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. આ સમય પ્રતિ બેરલ પેટ્રોલની કિંમત ૮૦.૫૬ ડોલરની આસપાસ છે. આવી જ રીતે ડીઝલની કિંમત પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ૬૪.૬૮ ડોલરથી વધીને હવે ૮૬.૩૫ ડોલર સુધી પહોંચી ગઇ છે. કિંમતોમાં ફેરફારની સ્થિતી જોવા મળી રહી નથી.

Related posts

મોબ લિંચિંગ : સંસદમાં આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર

aapnugujarat

अलस्का में भूकंप के तेज झटके

editor

जनादेश का खतरनाक दुरुपयोग कर रही बीजेपी : सोनिया गांधी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1