Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુપીએના શાસનમાં ૧૨ વખત સર્જિકલ સ્ટ્રાઇક કરાઇ હતી : ખડગે

ભારતીય લશ્કર દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, યુપીએ-૧ અને યુપીએ-૨ના શાસનકાળ દરમિયાન ૧૨ વખત સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી પરંતું તેમણે આ મુદ્દાને રાજકીય રંગ આપ્યો ન હતો.
આ સાથે તેમણે કેન્દ્ર સરકાર પર શહીદ જવાનોના મૃતદેહ પર રાજકારણ ખેલવાનો આક્ષેપ કર્યો હતો.
કોંગ્રેસના નેતા ખડગે હાવેરીમાં એક રેલીને સંબોધવા જઇ રહ્યા હતા. આ દરિમયાન તેમણે હુબલી એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, એનએસએસઓની રિપોર્ટ મુજબ ૩૮ લાખ નોકરીઓ ઘટી છે અને ૨૭ લાખ નોકરીઓનું સર્જન કરાયું છે. ભાજપે પ્રજાને ૧૦ કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું.ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાએ ૨૬ ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરીને બોમ્બ ઝીંક્યા હતા. આ હુમલામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રાસવાદી કેમ્પ નષ્ટ થઇ ગયા હતા. વિપક્ષે આ હુમલાના મામલે સરકાર સામે રાજકારણ ખેલવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં ચૂંટણી પંચે પણ એડવાઝરી જાહેર કરી જણાવ્યું હતું કે, લશ્કરનો ઉપયોગ રાજકારણ માટે કરી શકાય નહીં

Related posts

अमरनाथ यात्रियों के लिए संकट मोचन हैं सीआरपीएफ के जवान

aapnugujarat

ચૂંટણીઓ પહેલા રાજસ્થાનમાં ભાજપમાં પાર્ટી છોડનારની સંખ્યા વધી

aapnugujarat

અયોધ્યામાં માત્ર રામ મંદિર જ બનશે : મોહન ભાગવત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1