Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચૂંટણી રણશિંગુ ફુંકાતા મોદીએ બધાં લોકોનાં આશીર્વાદ માંગ્યાં

ચૂંટણી પંચ તરફથી સામાન્ય ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો પાસેથી સમર્થન માંગવાની શરૂઆત કરી દીધી છે. મોદીએ આજે અનેક ટિ્‌વટ કરીને ફરી એકવાર મોદી સરકારને ચૂંટી કાઢવા માટે અપીલ કરી હતી. ફિર એક બાર મોદી સરકારનો નારો મોદીએ આપ્યો છે. ટિ્‌વટ કરીને કહ્યું છે કે, સબકા સાથ સબકા વિકાસની નીતિ હેઠળ ચાલનાર એનડીએને આપના આશીર્વાદની જરૂર દેખાઈ રહી છે. મોદીએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. સાથે સાથે કહ્યું હતું કે, લોકતંત્ર માટેનો ઉત્સવ આવી ગયો છે. દેશના લોકોને કહેવા માંગે છે કે, પોતાની સક્રિય ભાગીદારી મારફતે ચૂંટણીને મજબૂત કરવામાં આવે તે જરૂરી છે. તેમને આ ચૂંટણીમાં ઐતિહાસિક મતદાન થવાની આશા છે. પ્રથમ વખત મત આપનાર લોકોને અપીલ કરતા મોદીએ કહ્યું છે કે, રેકોર્ડ તોડ સંખ્યામાં મતદાન કરવાની જરૂર દેખાઈ રહી છે. પોતાની સરકારની સિદ્ધિઓની વાત કરતા મોદીએ કહ્યું છે કે, પ્રથમ વખત દેશમાં ૨.૫ કરોડ પરિવાર સુધી વિજળીની સુવિધા ઉપલબ્ધ થઇ છે. સાત કરોડ ઘર સુધી રાંધણગેસ કનેક્શન પહોંચી ગયા છે. ૧.૫ કરોડ પરિવારોને પોતાના ઘર મળ્યા છે. આયુષ્યમાન સ્કીમ સહિત અન્ય યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું છે કે, ૫૦ કરોડ લોકો સુધી આરોગ્યની સુવિધા વધુ સારીરીતે પહોંચી ગઈ છે. ૪૨ કરોડ અસંગઠિત ક્ષેત્રના વૃદ્ધ લોકો સુધી પેન્શન સ્કીમ પહોંચી ગઈ છે. ૧૨ કરોડ ખેડૂતોને પ્રતિ વર્ષે ૬૦૦૦ રૂપિયાની સહાયતા જેવી યોજના શરૂ થઇ ચુકી છે. કરોડો પરિવારને ઇન્કમ ટેક્સમાં મોટી રાહત આપી દેવામાં આવી છે. મોદીએ આ પહેલા આજે સીઆઈએસએફના કાર્યક્રમમાં હાજરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે આજે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું છે. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.
તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. મોદીએ પાંચ વર્ષની સિદ્ધિઓની વાત કરતા કહ્યું હતું કે, અમે પાંચ વર્ષમાં એવી જરૂરિયાતોને પૂર્ણ કરી છે જે ૭૦ વર્ષમાં પૂર્ણ થઇ શકી ન હતી. હવે સમય આવી ગયો છે જ્યારે ભારતને એક સમૃદ્ધ અને એક સુરક્ષિત રાષ્ટ્ર બનાવવામાં આવે. મોદીએ ફિર એક બાર મોદી સરકારના હેસટેગની સાથે ટિ્‌વટ કરીને આશીર્વાદની માંગ કરી છે.

Related posts

ભાજપ બધાંને આઇટીથી ડરાવવા માંગે છેઃ અહેમદ પટેલ

aapnugujarat

इतिहास के अपने ज्ञान पर मंथन करें गृह मंत्री : मनीष तिवारी

aapnugujarat

हारे जरूर हैं, लेकिन यह हमारे लिए आत्मचिंतन का विषय है : शाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1