Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ બધાંને આઇટીથી ડરાવવા માંગે છેઃ અહેમદ પટેલ

ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના નેતા અને ઉમેદવાર અહેમદ પટેલે જ્યાં ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોને ઉતારવામાં આવ્યા છે તે બેંગલુરુ સ્થિત ઈગલટન ગોલ્ફ રિસોર્ટ પર પાડવામાં આવેલા ઈન્કમટેક્સના દરોડા અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ‘આ રેડ રાજ છે. આ સરકાર કોઈ પણને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટથી ડરાવવા માગે છે. ભાજપ કોંગ્રેસની એક સીટ ઘટાડવા ઈચ્છે છે.’
ભાજપને નિશાન બનાવતાં અહેમદ પટેલે એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે ભાજપનો મકસદ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ કાર્યકરોના મનોબળને તોડવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપને એવું લાગી રહ્યું છે કે સોનિયા ગાંધીના પોલિટિકલ સેક્રેટરીને હરાવીને તેઓ સોનિયા ગાંધીને એક સેટબેક પહોંચાડવા માગે છે અને ભાજપ જનતાને આવો સંદેશો આપવા ઈચ્છે છે.
આ ઉપરાંત અહેમદ પટેલે ટિ્‌વટ કરીને પણ ઈન્કમટેક્સના દરોડાને લઈ ભાજપ સામે નિશાન તાક્યું હતું. તેમણે લખ્યું હતું કે રાજ્યની મશીનરી અને અન્ય તમામ એજન્સીઓનો ઉપયોગ કર્યા બાદ ઈન્કમટેક્સના આ દરોડા ભાજપની નિરાશા અને હતાશા દર્શાવે છે. રાજ્યસભાની બેઠક જીતવા ભાજપ તમામ હાથકંડા અપનાવવા તૈયાર છે.

Related posts

आजम खान ने रमा देवी पर अभद्र टिप्पणी के मामले में मांगी माफी

aapnugujarat

ममता बनर्जी ने पीएम मोदी को बताया देश का सबसे बड़ा दंगाबाज

editor

મમતા બેનર્જી સાથે આવતીકાલે ચંદ્રશેખર રાવની બેઠક થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1