Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે બાળકોને પોલિયોનાં ટીંપા પીવડાવીને રક્ષિત કરાયાં

વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાનના પ્રથમ દિવસે ૦ થી ૫ વર્ષના કુલ ૨૯ હજાર થી વધુ બાળકોને પોલિયોના ટીંપા પીવડાવીને પોલિયો રોગ સામે રક્ષિત કરવામાં આવ્યાં હતાં. વિરમગામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે પોલિયો અભિયાનનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિરમગામ નગરપાલિકાના કાઉન્સિલર દિલીપ ધાધલ, નિલેશ ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતાં અને બાળકોને પોલિયોનાં ટીંપા પીવડાવ્યાં હતાં. પોલિયો અભિયાનના બીજા અને ત્રીજા દિવસે કુલ ૨૮૨ ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને પ્રથમ દિવસે બુથ પર પોલિયો ન પીવડાવ્યો હોય તેવા ૦ થી ૫ વર્ષના બાળકોને શોધવામાં આવશે અને તેમને પોલિયો પીવડાવવામાં આવશે. પોલિયો અભિયાનને સફળ બનાવવા માટે ડો.ગીતાંજલી બોરાહ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલા, તાલુકા સુપરવાઇઝર કે.એમ.મકવાણા, ગૌરીબેન મકવાણા, નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો, આયુષ મેડીકલ ઓફિસરો, આરબીએસકે મેડીકલ ઓફિસરો, અર્બન હેલ્થ ઓફિસર, સુપરવાઇઝરો સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ જણાવ્યું હતું કે, દેશમાં પોલિયોનો એક પણ કેસ ન થાય તે હેતુથી પોલિયો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલિયો અભિયાનના પ્રથમ દિવસે વિરમગામ શહેર અને તાલુકાના ૬૭ ગામ તથા પરા વિસ્તારમાં રહેલા ૦ થી ૫ વર્ષના કુલ ૨૯ હજારથી વધુ બાળકોને પોલિયોના ટીંપા પીવડાવીને પોલિયોના રોગ સામે રક્ષણ આપવામાં આવ્યું હતું. તાલુકાના તમામ ગામમાં કુલ ૧૫૩ પોલિયો બુથ બનાવવામાં આવ્યાં હતાં અને ૧૧ મોબાઇલ ટીમ તથા ૮ ટ્રાન્ઝીટ ટીમ દ્વારા પોલીયો અભિયાનને વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે. વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસની ટીમ, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર સહિત કુલ ૨૮ સુપરવાઇઝરો દ્વારા પોલિયો અભિયાનની કામગીરીનું સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. પોલિયો અભિયાનના બીજા અને ત્રીજા દિવસે કુલ ૨૮૨ ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને પ્રથમ દિવસે બુથ પર પોલિયો ન પીવડાવ્યો હોય તેવા ૦ થી ૫ વર્ષના બાળકોને શોધવામાં આવશે અને તેમને પોલિયો પીવડાવવામાં આવશે. પોલિયો અભિયાન શરૂ થાય તે પુર્વે વિરમગામ તાલુકાના તમામ ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ ઉપરાંત વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા પણ પોલિયો અભિયાનને સફળ બનાવવા માટે સહકાર આપ્યો છે.
(અહેવાલ / તસવીર :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

Jugalji Thakor and Union minister S Jaishankar files nomination for RS election from Gujarat

aapnugujarat

सुप्रीम कोर्ट ने 2002 गुजरात दंगे की पीड़िता बिलकिस बानो को दो हफ्ते में मुआवजा और नोकरी का आदेश दिया

aapnugujarat

વી.એસ. હોસ્પિટલનું ૨૩૧.૩૬ કરોડનું બજેટ મંજુર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1