Aapnu Gujarat
રાષ્ટ્રીય

પાકિસ્તાન ભેદ ખુલી જવાના ડરથી મિડિયાને અટકાવે છે

પુલવામા આતંકવાદી હુમલાના ગુનેગારને પાઠ ભણાવવા માટે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસીને એર સ્ટ્રાઇક કરી હતી પરંતુ પાડોશી દેશ દુનિયાને ગેરમાર્ગે દોરવા માંગે છે. પાકિસ્તાનનાં સુરક્ષા અધિકારીઓ મીડિયાને તે પહાડ પર જતા અટકાવી રહ્યા છે જ્યાં ભારતીય એરફોર્સ દ્વારા મિસાઇલ એટેક કરવામાં આવ્યો હતો. એક ટીમને પણ ગુરૂવારે એવી જ સ્થિતીનો સામનો કરવો પડ્‌યો હતો. પાકિસ્તાન અધિકારીઓએ મીડિયા ટીમને ઉતર પુર્વી પાકિસ્તાન ખાતે બાલકોટની તે પહાડી પર બનેલા મદરેસા અને આસપાસની ઇમારતોને નજીક જતા અટકાવી દીધા હતા. ગત અઠવાડીયે ભારતીય એરફોર્સનાં ફાઇટર વિમાનોએ આ વિસ્તારને નિશાન બનાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાના અનુસાર તસ્વીરો દેખાડીને પાકિસ્તાન અત્યાર સુધી વિશ્વને જણાવતું રહ્યું છે કે ભારતે અનેક એરસ્ટ્રાઇક નથી કરી. ગત્ત ૯ દિવસોમાં આ ત્રીજી વખત છે જ્યારે રોયટર્સનાં રિપોર્ટર વિસ્તારમાં પહોંચ્યા છે. અહીં સ્થિત આ ઇમારતને મદરેસા જણાવાઇ રહી છે, જે જૈશ એ મોહમ્મદ દ્વારા સંચાલિત હતી. ભારતીય એરફોર્સે આ આતંકવાદી ટ્રેનિંગ કેમ્પ પર બોમ્બ વર્ષા કરી હતી, જો કે પાકિસ્તાની અધિકારી હવે પત્રકારોને અહીં જવા નથી દઇ રહ્યા. સ્ટ્રાઇકની તુરંત બાદ ભારતનાંવિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું હતું કે, આ ટ્રેનિંગ કેમ્પ પર કરવામાં આવેલી કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં જૈશ એ મોહમ્મદે આતંકવાદી, ટ્રેનર્સ, સીનિયર કમાન્ડર ઠાર મરાયા હતા. પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓ ત્યાર બાદથી જ તે રસ્તા પર આકરૂ વલણ અપનાવી રહ્યા છે, જે તે સ્થળની તરફ જાય છે. અધિકારીઓ સુરક્ષા એઝન્સીઓનો હવાલો આપતા પત્રકારોને જતા અટકાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એરસ્ટ્રાઇક બાદ જ જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ તુરંત જ મીડિયાને તે સ્થળ પર લઇ જશે જ્યાં સ્ટ્રાઇકની વાત કહેવાઇ રહી છે.

Related posts

कही लीची से तो कही मोब लीचींग से और कही गोलियों से हो रही है मौत…!

aapnugujarat

JDU in action : Prashant Kishor & Pawan Verma suspended

aapnugujarat

યોગી સરકાર હવે ફૈઝાબાદનું નામ ‘શ્રી અયોધ્યા’ કરે : વીએચપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1