Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યોગી સરકાર હવે ફૈઝાબાદનું નામ ‘શ્રી અયોધ્યા’ કરે : વીએચપી

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તાજેતરમાં અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરાયા બાદ વિશ્વ હિન્દુ પરિષદે ફૈઝાબાદનું નામ ‘શ્રી અયોધ્યા’ કરવા માગણી કરી છે. વીહીપના પ્રવક્તા શરદ શર્માએ જણાવ્યું હતું કે અલ્હાબાદનું નામ બદલવાનો ઉદ્દેશ લોકોની ગુલામીની માનસિકતા બદલવાનો હોવાનું જણાય છે અને રાજ્ય સરકારના આ નિર્ણયને સમાજના તમામ વર્ગે આવકાર્યો હોવાનું જણાયું છે.ઉત્તર પ્રદેશ સરકાર લોકોના હીતમાં નિર્ણય લઈ રહી છે અને અલ્હાબાદનું નામ બદલવામાં આવ્યું તે સરહાનીય છે. હવે તેમણે ફૈઝાબાદનું નામ પણ ‘શ્રી અયોધ્યા’ જાહેર કરવું જોઈએ તેમ શર્માએ વધુમાં ઉમેર્યું હતું. જો કે તેમણે જણાવ્યું કે હજુ ઘણી ગલિઓ, બિલ્ડિંગો અને જિલ્લાઓ એવા છે જે ગુલામીના દિવસોની યાદ અપાવે છે.‘આપણે બ્રિટિશ શાસનકાળમાંથી આઝાદી મેળવી પરંતુ તેમના કેટલાક ચિહ્નો હજુ પણ દરેક હિન્દુસ્તાનીના સ્વાભિમાનને ઠેંસ પહોંચાડી રહ્યા છે.’ વર્તમાન સરકારે લોકોની આ લાગણીને સજીને તેમને આવા ગુલાબીકાળના ચિહ્નોમાંથી પણ મુક્તિ અપાવવી જોઈએ તેમ શરદ શર્માએ જણાવ્યું હતું.શર્માના મતે આદિત્યનાથ યોગીની સરકાર દિવાળીના પર્વ નિમિત્તે આ જાહેરાત કરે અને દિપાવલીના પર્વે અયોધ્યા શહેરમાં ઉજાસનો ઝગમગાટ પાથરે. ઉલ્લેખનીય છેકે ચાલુ સપ્તાહે યુપી સરકારે અલ્હાબાદનું નામ ફરીથી પ્રયાગરાજ કરવા માટેના પ્રસ્તાવને કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી હતી.
યોગીના સીનિયર મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું હતું કે આ નિર્ણય ભારતીય સંસ્કૃતિને આંતરાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવામાં મદદરૂપ થશે. ભાજપના પ્રવક્તા મનિષ શુક્લાએ ઐતિહાસિક ભૂલને સુધારવા બદલ સરકારની પ્રશંસા કરી હતી જ્યારે સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે આ નિર્ણયની ટિકા કરી હતી.

Related posts

સીબીઆઇ પોપટ નહીં, પણ કૂતરાની જેમ કામ કરે છેઃ પ્રો.ચંદ્રશેખર

aapnugujarat

મેહુલની ૫૨૮૦ કરોડની અન્ય લોન મામલે તપાસ

aapnugujarat

રામ મંદિર પ્રશ્ને વટહુકમ લાવવા ઓવૈસીનો પડકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1