Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રામ મંદિર પ્રશ્ને વટહુકમ લાવવા ઓવૈસીનો પડકાર

અયોધ્યા વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવ્યા બાદ એઆઈએમઆઈએમના વડા અસાસુદ્દીન ઓવૈસીએ આ મામલે વટહુકમ લાવવા માટે કેન્દ્ર સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. ઓવૈસીએ કહ્યું હતું કે, દેશ બંધારણ હેઠળ ચાલશે. જો ૫૬ ઇંચની છાતી છે તો વટહુકમ લાવીને બતાવવા માટે ઓવૈસીએ સરકારને પડકાર ફેંક્યો હતો. ઓવૈસીએ કહ્યું હતું કે, વટહુકમના નામ ઉપર કોને ભયભીત કરી રહ્યા છો. વટહુકમ લાવવામાં આવશે તો નવી ફટકાર પડશે. આ મુદ્દાને હિન્દુ અને મુસ્લિમ તરીકે ન બનાવવા માટે ઓવૈસીએ વાત કરી હતી. બીજી બાજુ કોંગ્રેસે સુનાવણી ટળી ગયા બાદ આ મામલે સાવધાનીપૂર્વકની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમને કહ્યું છે કે, દરેક પાંચ વર્ષમાં ચૂંટણી પહેલા ભાજપ રામ મંદિરના મુદ્દા ઉપર ધ્રુવીકરણ કરવાના પ્રયાસ કરે છે. આ મુદ્દો હવે કોર્ટની સામે આવી ગયો છે. તમામને કોર્ટના ચુકાદાનો ઇંતજાર કરવો જોઇએ. તેઓ બિનજરૂરીરીતે આમા કુદવા માંગતા નથી. રામ મંદિર ઉપર વટહુકમ લાવવાના પ્રશ્નના જવાબમાં ચિદમ્બરમે કહ્યું હતું કે, આના ઉપર વડાપ્રધાન મોદીએ જવાબ આપવો પડશે. આગામી દિવસોમાં લડાઈ વધુ તીવ્ર બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે.
શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ પણ વટહુકમની તરફેણ કરી છે. રિઝવીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે, જ્યારે પણ ચુકાદો આવશે ત્યારે બાબરી મસ્જિદના પક્ષકારોને હારનો સામનો કરવો પડશે. વટહુકમને લઇને હવે ગરમી વધુ તીવ્ર બની રહી છે.

Related posts

केंद्रीय बजट 2021-22 को लेकर वित्त मंत्री की बैठक

editor

મોદી સરકાર ખેડૂતોને ત્રાસ પહોંચાડે છે : કેજરીવાલ

aapnugujarat

રેલવે બુકિંગ : કુલ૧૨૦૦૦ ટિકિટ કાઉન્ટર કેશલેસ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1