Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીન દ્વારા જાહેર કરાયું રક્ષા બજેટ, ૮.૧ ટકાનો વધારો કરાયો

આ વખતે ચીન તેના રક્ષા બજેટમાં વધારો કર્યો છે. ગયા વર્ષે ચીન દ્વારા તેના રક્ષા બજેટમાં ૮.૧ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે સુરક્ષાને લઇને ચીનના કુલ ખર્ચ ૧૭૫ અબજ ડોલર થઇ ગયો હતો. આ વખતે ચીન દ્વારા તેના બજેટમાં ૭ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેની સાથે જ ચીન દ્વારા તેના નવા બજેટનો આંકડો ૧૭૭.૬૧ અબજ ડોલર થઇ ગયો છે. આ બજેટ ભારતની સરખામણી કરવામાં આવે તો તે ત્રણ ગણો વધારે છે.
જણાવી દઇએ કે સુરક્ષા પાછળ ખર્ચ કરતા દેશમાં અમેરિકા પછી ચીનનો બીજો નંબર આવે છે. આ મામલે બજેટ વધારવાને લઇને ચીન જણાવે છે કે તેમના આ નિર્ણયના કારણે અન્ય કોઇ દેશ પર ખતરો ઉભો નથી થતો, જોકે ચીન દ્વારા તેના રક્ષા બજેટમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે તેને લઇને ચોક્કસ આંકડા મંગળવારે રજૂ કરવામાં આવ્યો છે. ચીનની સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસમાં મંગળવારે આ વર્ષ ૨૦૧૯નું રક્ષા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે ચીનના રક્ષા બજેટમાં ગયા વર્ષની સરખામણીએ ૮.૧ ટકા ઓછો વધારો કરવામાં આવ્યો છે.
ચીન વર્ષ ૨૦૧૬થી તેના રક્ષા બજેટમાં દસના અંક કરતા ઓછી વૃદ્ધિ કરી રહ્યું છે બાકી વર્ષ ૨૦૧૫ સુધીમાં બે અંકમાં આ બજેટમાં વધારો કરવામાં આવી રહ્યો હતો. આ વર્ષના રક્ષા બજેટ સાથે ચીનને વધારાનો ૨૦૦ અબજ ડોલર જેટલો બોજ સહન કરવો પડશે. જો ભારતના સુરક્ષા બજેટની વાત કરવામાં આવે તો આ વર્ષે માત્ર ૫ હજાર કરોડનો વધારો કરવામાં આવ્યો છે. જોકે એવું પહેલીવાર બન્યું છે કે સુરક્ષા શ્રેત્રને ધ્યાનમાં લઇને ૩ લાખ કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી છે.

Related posts

ભારત વિરુદ્ધ ભૂતાનની જમીનનો ઉપયોગ કરવા ચીને વસાવ્યા ગામ

editor

ट्रंप को अकुशल बताने पर ब्रिटिश राजदूत को देना पड़ा इस्तीफा

aapnugujarat

એચ-૧બી વિઝા નિયમોને વધુ કઠોર કરાયા : ભારતને અસર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1