Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારત વિરુદ્ધ ભૂતાનની જમીનનો ઉપયોગ કરવા ચીને વસાવ્યા ગામ

એક તરફ ભારત અને દુનિયા કોરોના વાયરસનો સામનો કરી રહી છે, તો ચીન પોતાની વિસ્તારવાદી નીતિને છોડી નથી રહ્યું. ચીન વર્ષ ૨૦૧૫થી ભૂતાનની એક ખીણમાં રોડ, બિલ્ડિંગો અને સૈન્ય ચોકીઓનું નિર્માણ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર અને ઐતિહાસિક રીતે ભૂતાનનું મનાતા ક્ષેત્રમાં ચીન સુરક્ષા કર્મચારીઓ અને સૈન્ય પાયાનું માળખું બનાવી રહ્યા છે. ચીન પોતાના આ નિર્માણ કાર્યના દમ પર ભૂતાનનો ભારતની વિરુદ્ધ ઉપયોગ કરવા ઇચ્છે છે.
ચીને વર્ષ ૨૦૧૫માં જાહેરાત કરી હતી કે તિબેટમાં તિબેટ સ્વાયત્ત ક્ષેત્રના દક્ષિણમાં ગ્યાલફુગ ગામ વસાવ્યું છે. જાે કે ગ્યાલફુગ ભૂતાનમાં છે અને ચીની અધિકારીઓએ વધુ એક આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી લીધી છે. ભારત અને તેના પાડોસીઓને હિમાલયી સરહદથી બહાર કરવા માટે ચીન લાંબા સમયથી પ્રયત્નો કરી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ભૂતાનમાં નિર્માણ કાર્ય ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા તિબેટ સરહદી વિસ્તારોને મજબૂત કરવા માટે એક પ્રમુખ અભિયાનનો ભાગ છે.
ફૉરેન પૉલિસીમાં છાપવામાં આવેલા રૉબર્ટ બાર્નેટના રિપોર્ટ પ્રમાણે ચીનની સરકાર ઇચ્છે છે કે ભૂટાન તેને પોતાના સૈન્ય યૂનિટ માટે એવી જગ્યા આપે જ્યાંથી તે ભારતનો મુકાબલો કરી શકે. રૉબર્ટ બાર્નેટ પ્રમાણે, ‘આટલું જ નહીં, આ નિર્માણ કાર્ય ભૂતાનની સાથે ચીનની શરતોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન પણ છે. આમાં ભૂતાનીઓ દ્વારા સરહદ પર ઘૂસણખોરીને લઇને દાયકાઓના વિરોધને પણ અવગણવામાં આવ્યો છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન ગ્યાલાફુગ ઉપરાંત વધુ ૨ ગામો પર તાકીને બેઠું છે. એકમાં નિર્માણ કાર્ય અત્યારે પણ ચાલી રહ્યું છે. અહીં ચીને ૬૬ માઇલના રસ્તા, હાઇડ્રોપાવર સ્ટેશન, ૨ ઝ્રઝ્રઁ વહીવટી કેન્દ્ર, કૉન્ટેક્ટ બેઝ, સૈન્ય પોલીસ આઉટપોસ્ટ, સિગ્નલ ટાવર, સિક્યુરિટી સાઇટ, સેટેલાઇટ રિસીવિંગ સ્ટેશન, સૈન્ય બેઝ બનાવી લીધા છે. ચીન આને ્‌છઇનું ક્ષેત્ર બનાવે છે, પરંતુ આ ઉત્તર ભૂતાનનો ભાગ છે.

Related posts

महाभियोग पर बोले ट्रंप : US के इतिहास में ऐसे दोहरे मापदंड कभी नहीं देखे

aapnugujarat

મંદીમાંથી બહાર આવવા અમેરિકાએ અપનાવ્યો ‘મોદી મંત્ર’

aapnugujarat

TN’s Mamallapuram likely to host 2nd informal PM Modi-Xi Jinping meet in October

aapnugujarat

Leave a Comment

UA-96247877-1