Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

એચ-૧બી વિઝા નિયમોને વધુ કઠોર કરાયા : ભારતને અસર

ટ્રમ્પ સરકારે એચ-૧બી વિઝા જારી કરવાના નિયમોને વધુ કઠોર બનાવ્યા છે જેના કારણે આઈટી કંપનીઓમાં ભારતીય કર્મચારીઓને વિઝા અપાવવામાં મુશ્કેલી પડી રહી છે. આની અસર ભારતીય આઈટી કંપનીઓ અને કર્મચારીઓ ઉપર પડશે. અમેરિકી સરકારની નવી નીતિના નિયમો હેઠળ આ સાબિત કરવાની જરૂર છે કે, એક અથવા એકથી વધારે સ્થળો ઉપર જોબ વર્કની જેમ જ અન્ય કામ કરવા માટે આ વિઝા ઉપર બોલાવવામાં આવી રહેલા કર્મચારીઓનું કામ વિશિષ્ટ પ્રકારનું છે અને તેમને ખાસ જરૂર માટે બોલાવવામાં આવી રહ્યા છે. અમેરિકી સરકાર એચ-૧બી વિઝા એવા વિદેશી કર્મચારીઓ માટે જારી કરે છે જે ખુબ જ કુશળ હોય છે અને તે પ્રકારના કુશળ લોકોની અમેરિકામાં અછત હોય છે. એચ-૧બી વિઝા નિયમોથી સૌથી વધારે ફાયદો ભારતીય આઈટી કંપનીઓને થાય છે. અમેરિકામાં બેંકિંગ, ટ્રાવેલ અને કોમર્શિયલ સર્વિસમાં ભારતના આઈટી વર્કર્સ મોટાપાયે કામ કરી રહ્યા છે. ગુરુવારના દિવસે જારી કરવામાં આવેલા સાત પાનાના એક નીતિગત દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે, એચ-૧બી વિઝા માટે નવા નિયમો જારી કરવામાં આવ્યા છે. આ હેઠળ અમેરિકાની નાગરિકતા અને ઇમીગ્રેશન વિભાગને આ વિઝા માત્ર ત્રીજી પાર્ટીની સાઇટ કામગીરીની અવધિ સુધી જારી કરવાની મંજુરી રહેશે. આ રીતે આની અવધિ ત્રણ વર્ષ કરતા પણ ઓછી હોઈ શકે છે. જ્યારે પહેલા આ એક વખતમાં ત્રણ વર્ષ માટે વિઝા મળતા હતા. નવા નિયમો લાગૂ થઇ ગયા છે. આના માટે એવા સમયની પસંદગી કરવામાં આવી છે. પહેલી ઓક્ટોબર ૨૦૧૮-૧૯થી શરૂ થઇ રહેલા નાણાંકીય વર્ષ માટે એચ-૧બી વિઝા માટે અરજી બીજી એપ્રિલથી આમંત્રિત કરવામાં આવી શકે છે. આઈટી કંપનીઓની વિઝા ઉપર હંમેશા નજર રહે છે.

Related posts

मानसरोवर यात्रा के मुद्दे पर भारत से बातचीत जारीः चीन

aapnugujarat

दुनियाभर में कोविड-19 के मामले पहुंचे 1.29 करोड़ के करीब

editor

6.4 magnitude earthquake hits Southern California and parts of Nevada

aapnugujarat

Leave a Comment

UA-96247877-1