Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દલિત-આદિવાસીઓ દ્વારા ‘ભારત બંધ’, ટ્રેનો રોકી અને ઠેરઠેર ચક્કાજામ

૧૩ પોઈન્ટ રોસ્ટરના બદલે ૨૦૦ પોઈન્ટ રોસ્ટર લાગુ કરવાની માગણીના સમર્થનમાં મંગળવારે દલિત અને આદિવાસી સંગઠનો દ્વારા આપવામાં આવેલા ભારત બંધની અસર ખાસ કરીને બિહારમાં વધુ જોવા મળી રહી છે. બંધના સમર્થકોએ મંગળવારે કેટલાંય સ્થળે ટ્રેનો રોકી દીધી હતી તો કેટલાંક સ્થળોએ રસ્તા પર ચક્કાજામ કરી દીધો હતો.
ભારત બંધને રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી, વામસેફ, ભીમ આર્મી, રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી સહિત કેટલાય પક્ષોનું સમર્થન પ્રાપ્ત થયું છે. રાજદ સહિત કેટલાય પક્ષના કાર્યકરો અને નેતાઓએ બંધમાં સક્રિય રીતે સામેલ થઈને રસ્તા પર ઊતરી આવ્યા છે. ભારત બંધને જિતનરામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાન અવામ મોરચો, સીપીઆઈ, સીપીઆઈ-એમ વગેરેનું સમર્થન છે.
આદિવાસી અને દલિત સંગઠનોએ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની ભરતીમાં ૧૩ પોઈન્ટ રોસ્ટરના સ્થાને ૨૦૦ પોઈન્ટ રોસ્ટર લાગુ કરવાની માગણી કરી છે. આ ઉપરાંત શૈક્ષણિક અને સામાજિક રીતે ભેદભાવનો સામનો નહીં કરનારા સવર્ણોને ૧૦ ટકા અનામત આપવામાં આવી છે તેવી પણ માગણી કરી છે. ૨૦ લાખ આદિવાસી પરિવારોને વનભૂમિમાંથી વિસ્થાપિત કરવાના સુપ્રીમ કોર્ટના આદેશને સંપૂર્ણપણે રદ કરવા માટે વટહુકમ લાવવા માગણી કરી છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ અલ્હાબાદથી લખનૌ આવતી ગંગા-ગોમતી એક્સપ્રેસ ટ્રેનને બૈરહના વિસ્તારમાં રોકી દીધી હતી. એ જ રીતે બિહારના આરામાં ટ્રેન રોકી રહેલા ૧૦થી વધુ બંધના સમર્થકોની પોલીસે ધરપકડ કરી હતી. બંધના સમર્થકો જ્યારે ટ્રેન રોકવા માટે રેલવે સ્ટેશન પર પહોંચ્યા ત્યારે જીઆરપી અને આરપીએફએ તેમની અટકાયત કરી હતી. આઈસાના કાર્યકરોએ અમદાવાદ-પટણા ટ્રેનને થંભાવી દીધી હતી. જ્યારે નવાદામાં ભીમ આર્મીના કાર્યકરોએ પટણા-રાંચી નેશનલ હાઈવે ૩૧ને જામ કરીને દેખાવો કર્યા હતા.
નેશનલ હાઈવે પર ચક્કાજામના કારણે બંને બાજુ વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. સદ્ભાવનાચોકને સંપૂર્ણપણે ઠપ કરી દેવામાં આવ્યો હતો, જ્યારે ગયા, પટણા અને રાંચી જતાં તમામ વાહન ચક્કાજામમાં ફસાઈ ગયાં હતાં. બિહારમાં બંધ સમર્થકોએ વહેલી સવારથી મુખ્ય માર્ગો પર આવેલી દુકાનો બંધ કરાવવાનું શરૂ કરી દીધું હતું.
જહાનાબાદમાં બંધ સમર્થકોએ પટણ-રાંચી જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને રોકી દીધી હતી અને રેલવે ટ્રેક પર આગ ચાંપીને દેખાવો કર્યા હતા. હાજીપુરના પાસવાનચોક ખાતે બંધ સમર્થકોએ ચક્કાજામ કરી દીધો હતો.

Related posts

પત્નીએ સેક્સ માટે ના પાડતા પતિએ પત્ની સાથે બે બાળકોને આગ ચાંપી

aapnugujarat

પાંચમાં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો

aapnugujarat

राष्ट्रीय खुदरा व्यापार नीति दो सप्ताह में जारी होगी : कैट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1