Aapnu Gujarat
રાષ્ટ્રીય

પત્નીએ સેક્સ માટે ના પાડતા પતિએ પત્ની સાથે બે બાળકોને આગ ચાંપી

તામિલનાડુના સલેમમાં પત્નીએ શારીરિક સંબંધ બાંધવાની ના પાડી દીધી તો એક શખ્સે પત્નીની સાથે જ પોતાના બે બાળકોને પણ આગના હવાલે કરી દીધા. આ ઘટના મંગળવારે બની હતી પરંતુ શુક્રવારે મરતા-મરતા જયારે મહિલાએ પોલીસને કહ્યું કે તેના પતિએ તેને આગ લગાવી હતી. મહિલા અને દીકરીનું મોત સેલમની સરકારી હોસ્પિટલમાં થયું જ્યારે દીકરો જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
મૃતકોની ઓળખ પુમંતી (૨૬) અને દીકરી નીલા પાંચ વર્ષની હતી. પરિવાર સલેમમાં અટ્ટરની પાસે અઝગાપુરમમાં રહેતો હતો. જ્યારે ૬ વર્ષનો દીકરા પૂર્વરસનની સ્થિતિ ગંભીર છે. પોલીસે કહ્યું કે પુમંતીના પતિ કાર્તિકને દારૂ પીવાની ટેવ છે. તે દારૂ પી ઘરે આવતો અને પુમંતી સાથે ઝઘડો કરતો અને મારપીટ પણ કરતો હતો.
એક અધિકારીએ કહ્યું કે કાર્તિક મંગળવારે પણ દરરોજની જેમ દારૂના નશામાં ઘરે આવ્યો અને પત્ની સાથે ઝઘડો કરવા લાગ્યો. પહેલાં તેણે પુમંતીને માર માર્યો અને પછી શારીરિક સંબંધ બાંધવા માટે કહેવા પર તેણે વિરોધ કર્યો. આ વાતથી નારાજ પતિએ ત્રણેય પર કેરોસીન છાંટી આગના હવાલે કરી દીધા. ત્રણેયની ચિચિયારીઓ સાંભળી પાડોશી દોડી આવ્યા અને આગ ઓલવી હોસ્પિટલ પહોંચાડ્યા પુમંતી અને નીલા ૮૦ ટકા દાઝી ગયા હતા.
કાર્તિકે અટ્ટર ગ્રામીણ પોલીસને કહ્યું કે તેની પત્નીએ ઝઘડા બાદ પોતાને અને બાળકોને આગ ચાંપી પરંતુ જયારે પોલીસે પુમંતીને પૂછયું તો કાર્તિકનું નામ લીધું અને આખી વાત કહી. તેમણે કહ્યું કે તે કાર્તિકથી બે દિવસ માટે એકલા છોડી દેવા માટે કહેતી રહીં પરંતુ તેણે ગુસ્સામાં ત્રણેયને સળગાવી દીધા.
મરતા પહેલાં પુમંતીના નિવેદનના આધાર પર પોલીસે કાર્તિકની ધરપકડ કરી અને તેના વિરૂદ્ધ હત્યાનો કેસ નોંધ્યો. કાર્તિકને સ્થાનિક કોર્ટમાં હાજર કરી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો. હાલ તે જેલમાં બંધ છે.

Related posts

મણિપુરમાં તણાવ બાદ પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સસ્પેન્ડ

aapnugujarat

કર્ણાટકમાં PM મોદીની સુરક્ષામાં ચૂક! ફૂલ સાથે ભૂલથી મોબાઈલ ફેંકાઈ ગયો

aapnugujarat

મધ્યપ્રદેશ : જાનૈયાઓની ટ્રક પુલથી ખાબકતા ૨૨નાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1