Aapnu Gujarat
રાષ્ટ્રીય

મણિપુરમાં તણાવ બાદ પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સસ્પેન્ડ

મણિપુરમાં તણાવ બાદ મંગળવારથી પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઈન્ટરનેટ સેવા રવિવાર સાંજે ૭.૪૫ કલાક સુધી બંધ રહેશે. પાંચ મહિના બાદ રાજ્યમાં ઈન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી હતી.
આ સિવાય રાજ્યની તમામ સ્કૂલો ત્રણ દિવસ માટે બંધ રહેશે. રાજ્ય સરકારે જાહેરાત કરી કે બુધવાર (૨૭ સપ્ટેમ્બર) થી ૨૯ સપ્ટેમ્બર (શુક્રવાર) શાળાઓમાં રજા રહેશે. તો ૨૮ સપ્ટેમ્બરે રાજ્યમાં ઈદ-એ-મિલાદની જાહેર રજા છે.
મણિપુરથી જુલાઈમાં લાપતા થયેલા બે છાત્રોના મૃતદેહોની તસવીરો સોશિયલ મીડિયા પર સોમવારે વાયરલ થઈ હતી. ત્યારબાદ ઈમ્ફાલ સ્થિત સ્કૂલો અને કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ રેલી કાઢી હતી. તેના પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો તો ૩૦થી વધુ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. ત્યારબાદ રાજ્યમાં ફરી તણાવ વધી ગયો છે.
મણિપુરમાં બે સમુદાયો વચ્ચે ત્રણ મેથી હિંસા શરૂ થઈ હતી. ત્યારબાદ ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. રાજ્યમાં હિંસાને કારણે ૧૭૫ જેટલા લોકોના મોત થયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. જધન્યા અપરાધ માટે ઘટનાની તપાસ સીબીઆઈ કરી રહી છે.
રાજ્યના મુખ્યમંત્રી એન બીરેન સિંહે લોકોને શાંતિ રાખવાની અપીલ કરતા કહ્યું કે ઘટના સીબીઆઈને સોંપી દેવામાં આવી છે. આરોપીઓને શોધવા માટે સીબીઆઈ અને પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યાં છે.

Related posts

લોકસભાની આગામી ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસે પોતપોતાની રણનીતિ ઘડવાનું શરૂ કર્યું

aapnugujarat

११ जून को गुरु गोविंदसिंह की जन्मजंयती पर प्रकाश पर्व मनाया जाएगा

aapnugujarat

ભારતમાં દર કલાકે ૧૪નાં અકસ્માતમાં મોત

aapnugujarat
UA-96247877-1