Aapnu Gujarat
ગુજરાત

કર્મીઓને જુનિયર કલાર્ક તરીકે પગાર લાભ આપવાનો આદેશ

ઉના નગરપાલિકાના ઓકટ્રોય ગાર્ડ તરીકે નિયુકત કરાયેલા પરંતુ જુનીયર કલાર્ક તરીકે જેઓની પાસેથી કામગીરી લેવાતી હતી તેવા કર્મચારીઓને જુનીયર કલાર્ક તરીકેના પગારધોરણનો લાભ ચૂકવી આપવા ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના આદેશમાં ઠરાવ્યું છે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ કે.એમ.ઠાકરે ઉના નગરપાલિકાના ઓકટ્રોય ગાર્ડ કર્મચારીઓને જુનીયર કલાર્ક તરીકેનો પગાર ચૂકવી આપવા અંગેના લેબર કોર્ટ, જૂનાગઢના હુકમને બહાલ રાખતાં આ મુજબનો આદેશ કર્યો હતો અને ઉના નગરપાલિકાની રિટ અરજી ધરાર ફગાવી દીધી હતી. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, ઉના નગરપાલિકા એવું રેકર્ડ પર દર્શાવવામાં કે સાબિત કરવામાં નિષ્ફળ રહી છે કે, કર્મચારીઓ જુનીયર કલાર્ક તરીકેની કામગીરી કે ફરજ બજાવતા ન હતા. એટલે સુધી કે, ઓકટ્રોય નાબૂદી બાદ પણ કર્મચારીઓ પાસેથી કલેરીકલ કામગીરી લેવામાં આવતી હતી. આ સંજોગોમાં લેબર કોર્ટનો હુકમ ન્યાયિક, યોગ્ય અને વાજબી ઠરે છે. માત્ર સેટ અપ કે નેટર્વક ઉપલબ્ધ નહી હોવાના કારણસર નગરપાલિકા આ કર્મચારીઓને જુનીયર કલાર્ક તરીકેનું પગારધોરણ ચૂકવવામાંથી ઇન્કાર કરી શકે નહી. ઓકટ્રોય ગાર્ડ કર્મચારીઓને જુનીયર કલાર્ક તરીકેનું પગારધોરણ અને લાભો ચૂકવવાના જૂનાગઢ લેબર કોર્ટના હુકમને ઉના નગરપાલિકાએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેનો સખત વિરોધ કરતાં કર્મચારીઓ તરફથી એડવોકેટ રોહિણી વી.આચાર્યએ જણાવ્યું હતું કે, અરજદારો છેલ્લા ઘણા વર્ષોથી ઉના નગરપાલિકામાં ઓકટ્રોય ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા છે પરંતુ તેમની પાસેથી કામ જુનીયર કલાર્ક અને કલેરીકલ પ્રકારનું લેવાઇ રહ્યું છે. વાસ્તવમાં જયારે આ કર્મચારીઓને ઓકટ્રોય ગાર્ડ તરીકે રોજમદાર તરીકે લેવાયા હતા પરંતુ ત્યારથી તેમની પાસેથી સાથે સાથે જુનીયર કલાર્ક અને કલેરીકલ કામગીરી પણ કરાવવામાં આવતી હતી. સમય જતાં તેઓને ઓકટ્રોય ગાર્ડ તરીકે કાયમી પણ કરાયા હતા પરંતુ કાયમી કર્મચારી તરીકે નિમણૂંક અપાયા બાદ પણ તેઓની પાસેથી જુનીયર કલાર્ક તરીકેની કામગીરી કરાવાતી હતી અને આ કર્મચારીઓ કલેરીકલ પ્રકારની ફરજ નિષ્ઠાથી બજાવતા આવ્યા હતા.
કર્મચારીઓ તરફથી એડવોકેટ રોહિણી વી.આચાર્યએ હાઇકોર્ટનું ખાસ ધ્યાન દોર્યું કે, એપ્રિલ-૨૦૦૧માં રાજયમાં ઓકટ્રોય નાબૂદ કરી દેવાઇ એ પછી આ કર્મચારીઓને ઉના નગરપાલિકાના વિવિધ ખાતા-વિભાગમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા પરંતુ તેમની પાસેથી કલેરીકલ અને જુનીયર કલાર્ક તરીકેની કામગીરી કરાવવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. આમ, જયારે અરજદારો વર્ષોથી જુનીયર કલાર્ક અને કલેરીકલ કામગીરી કરતાં આવ્યા છે તો તેઓને જુનીયર કલાર્ક તરીકેનું પગારધોરણ અને લાભો મેળવવાનો અધિકાર છે. સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ પણ સમાન વેતન, સમાન ધારાનો સિધ્ધાંત લાગુ પડે છે અને જો તેનું પાલન ના થાય તો, અનફેર લેબર પ્રેકટિસ કહેવાય. કર્મચારીઓ તરફથી કરાયેલી આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે ઉના નગરપાલિકા તરફથી કરાયેલી રિટ અરજી ફગાવી દીધી હતી અને કર્મચારીઓને મોટી રાહત આપતો હુકમ કર્યો હતો.

Related posts

बिल्डर का अपहरण करके फिरौती मांगने वाले ३ गिरफ्तार

aapnugujarat

સૈનિકો ત્રાસવાદીઓની લાશ નથી ગણતા પરંતુ સતત આગળ વધે છે

aapnugujarat

સરકાર અને તબીબોની લડાઈમાં પીસાઈ રહ્યા છે પેશન્ટ્સ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1