Aapnu Gujarat
રમતગમત

ICCએ ફગાવી BCCIની માંગ, પાક.ને વર્લ્ડ કપથી બહાર કરવાનો કર્યો ઇન્કાર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ આતંકવાદ ઉત્પન્ન કરનારા દેશો સાથે સંબંધ તોડવાના બીસીસીઆઈને આગ્રહને ઠુકરાવતા કહ્યું કે, આ પ્રકારના મામલામાં આઈસીસીની કોઈ ભૂમિકા નથી. પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનોના બલિદાન બાદ બીસીસીઆઈએ આઈસીસીને પત્ર લખીને વૈશ્વિક સંસ્થા અને તેના સભ્ય દેશોને આતંકીઓને શરણ આપતા દેશો સાથે સંબંધ તોડવાની અપીલ કરી હતી.
બીસીસીઆઈના અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું, આવી કોઈ સંભાવના ન હતી કે આ પ્રકારની વસ્તુ થશે. આઈસીસી ચેરમેને સ્પષ્ટ કર્યું કે, કોઈપણ દેશનો બહિષ્કાર કરવાનો નિર્ણય સરકારના સ્તર પર કરવો જોઈએ અને આઈસીસીનો એવો કોઈ નિયમ નથી. બીસીસીઆઈને પણ આ ખ્યાલ હતો પરંતુ તેમ છતાં પ્રયત્ન કર્યો હતો.
બીસીસીઆઈનો પત્ર પાકિસ્તાનના સંદર્ભમાં નહતો જેના પર ભારતે આતંકીઓને શરણ આપવાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દો શનિવારે ચેરમેન શશાંક મનોહરની અધ્યક્ષતામાં યોજાયેલી આઈસીસીની બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ તેને વધુ સમય ન આપવામાં આવ્યો.
બીસીસીઆઈનું પ્રતિનિધિત્વ કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરી કરી રહ્યાં હતા. બોર્ડના અધિકારીએ કહ્યું, સભ્ય દેશોના આટલા બધા ખેલાડી પાકિસ્તાન સુપર લીગમાં રમે છે અને તે આ પ્રકારના આગ્રહને ક્યારેય મહત્વ ન આપે, હા સુરક્ષાની ચિંતા હતી અને તેને મહત્વ આપવામાં આવ્યું છે.

Related posts

લોકનિકેતન વિનય મંદિર પાલડી મીઠીનું ગૌરવ વધારતી વિદ્યાર્થિની મંજુલા મોદી

aapnugujarat

ટ્‌વેન્ટી શ્રેણી માટે ઓપનર અહેમદ શહેઝાદ ઇન

aapnugujarat

કેરિયરના અંતમાં મારી સાથે અનપ્રોફેશનલ વ્યવહાર કરાયો હતો : યુવી

editor

Leave a Comment

UA-96247877-1