Aapnu Gujarat
રમતગમત

ટ્‌વેન્ટી શ્રેણી માટે ઓપનર અહેમદ શહેઝાદ ઇન

ઓપનિંગ બેટ્‌સમેન અહેમદ શહેઝાદનો ત્રણ મેચોની ટ્‌વેન્ટી શ્રેણી માટે પાકિસ્તાનની ટીમમાં ફરી સમાવેશ કરવામાં આવ્યો છે. વનડે ટીમમાં અઝહર અલી શહેઝાદની જગ્યાએ રમ્યો હતો પરંતુ અઝહર અલીનો ટ્‌વેન્ટી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. અન્ય કોઇ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી. ઇમામ ઉલ હકની જગ્યાએ બેટ્‌સમેન ઉંમર અમીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. શહેઝાદ હાલમાં શાનદાર ફોર્મમાં રહ્યો છે. ઘરઆંગણે ડિપાર્ટમેન્ટલ વનડે કપમાં સાત ઇનિંગ્સમાં અહેમદ શહેઝાદે ૬૭.૧૬ રનની સરેરાશ સાથે ૪૦૩ રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇકરેટ ૧૦૦ રનનો રહ્યો છે. ઓલરાઉન્ડર ઇમાદ વસીમ ઇજામાંથી હજુ સ્વસ્થ થયો નથી જેથી તેને સામેલ કરવામાં આવ્યો નથી. વનડે ટીમમાં પણ તે રમી રહ્યો નથી. મોહમ્મદ નવાઝ ટીમમાં સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. ઇમાદ વસીમ ઇજાગ્રસ્ત હતો અને તે ઝડપથી સ્વસ્થ થાય તેમ અમે માની રહ્યા છે. મુખ્ય પસંદગીકાર ઇંઝમામ ઉલ હકે કહ્યું છે કે, પાકિસ્તાનની ટીમને મજબૂત ટીમ બનાવવાના તમામ પ્રયાસ થઇ રહ્યા છે. પાંચ વનડે મેચોની શ્રેણીમાં હાલમાં બે વનડે મેચો રમાઈ છે. આ બંને વનડે મેચોમાં ડકવર્થ લુઇસના આધારે ન્યુઝીલેન્ડની જત થઇ છે. ત્રણ ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ ટ્‌વેન્ટી મેચ ૨૨મી જાન્યુઆરીથી રમાશે. પાંચમી વનડે રમાયાના ત્રણ દિવસ બાદ ટ્‌વેન્ટી શ્રેણીની શરૂઆત થશે.

Related posts

इमाद वसीम भी विदेशी लड़की सानिया अशरफ से करेंगे शादी

aapnugujarat

वनडे में मयंक को मिल सकता है मौका

aapnugujarat

कुंबले को बनाना चाहिए टीम इंडिया का मुख्य चयनकर्ता : सहवाग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1