Aapnu Gujarat
રમતગમત

સેન્ચ્યુરિયન વિકેટમાં પેસ અને ઝડપી બોલરો છવાશે

ફ્રીડમ સિરિઝમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ૭૨ રને હાર ખાધા બાદ ભારતીય ટીમ સેન્ચુરિયનમાં શાનદાર દેખાવ કરવા સજ્જ છે. કેપટાઉનમાં ઝડપી અને બાઉન્સવાળી વિકેટ પર ભારતીય બેટ્‌સમેનો ફ્લોપ રહ્યા હતા પરંતુ સેન્ચુરિયનમાં તમામ તકલીફો છતાં ધરખમ દેખાવ કરવા ટીમ ઇન્ડિયા સજ્જ છે. પ્રથમ મેચમાં ઝડપી બોલરોના સહારે જીત મેળવી લીધા બાદ દક્ષિણ આફ્રિકન મેનેજમેન્ટે પણ કેટલાક ફેરફાર કરવા તૈયારી કરી છે. મેનેજમેન્ટ દ્વારા બીજી ટેસ્ટ મેચ માટે વધુ ઝડપી અને ઉછાળવાળી વિકેટ રાખવાની માંગ કરી હતી. સેન્ચુરિયનના ગ્રાઉન્ડમેન બ્રાયન બ્લાયે કહ્યું છે કે, દક્ષિણ આફ્રિકી છાવણીથી સંદેશો આવ્યો હતો કે, વધારે ઝડપી અને બાઉન્સવાળી વિકેટ બનાવવામાં આવે. તેમણે કહ્યું છે કે, ઝડપી વિકેટને લઇને તૈયારી કરવામાં આવી છે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની સાથે પોતાના ૨૫ વર્ષની દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણીના ઇતિહાસમાં માત્ર એક જ મેચ સેન્ચુરિયનમાં રમી છે. આ ટેસ્ટ મેચ ડિસેમ્બર ૨૦૧૦માં રમાઈ હતી. આ ટેસ્ટ મેચમાં પણ ભારતને ઇનિંગ્સ અને ૨૫ રને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય બેટ્‌સમેનો પેસ અને બાઉન્સની સામે ઉભા રહી શક્યા ન હતા. ૨૫ વર્ષના મોર્કેલે ૧૨.૪ ઓવરમાં ૨૦ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે ડેલ સ્ટેઇને ત્રણ વિકેટ ઝડપી હતી. સ્ટેઇન ભલે ઇજાના કારણે સિરિઝથી બહાર થઇ ગયો છે પરંતુ મોર્ની મોર્કેલ ઝડપી આક્રમણનું નેતૃત્વ કરશે. પ્રથમ ટેસ્ટ મેચમાં તરખાટ મચાવનાર ફિલાન્ડર પાસેથી જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ફિલાન્ડરે કેપટાઉન ટેસ્ટમાં બીજી ઇનિંગ્સમાં છ વિકેટ ઝડપી હતી અને ટેસ્ટ મેચમાં કુલ નવ વિકેટ ઝડપી હતી. તેની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. સેન્ચુરિયનમાં અલગ પ્રકારની વિકેટ છે. રબાડા સેન્ચુરિયનમાં વધારે સફળ રહ્યો છે. તેનાથી સૌથી વધારે ખતરો રહેલો છે. ૨૨ વર્ષના આ ઝડપી બોલરે હાલના વર્ષોમાં ૧૪૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે બોલ ફેંક્યા છે. તેના મુશ્કેલીમાં મુકનાર બાઉન્સર ચિંતા ઉપજાવે તેવા છે. કેપટાઉન ટેસ્ટમાં પોતાના પ્રદર્શનના કારણે નંબર વન બોલર બનેલા રબાડાએ સ્થિતિ મજબૂત કરી છે. સેન્ચુરિયનમાં તેના દેખાવ ઉપર પણ નજર રહેશે. ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટમાં શરમજનકરીતે હારી ગયા બાદ તમામ ઉપર દબાણ વધ્યું છે.વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાનો દેખાવ પ્રથમ ટેસ્ટ મેચમાં ખુબ જ કંગાળ રહ્યો હતો જેથી ચાહકો નારાજ છે.

Related posts

आखिरी वन-डे जीतकर भारत ने बचाई साख, सीरीज 2-1 से ऑस्ट्रेलिया के नाम

editor

ભારત-વિન્ડીઝ વચ્ચે આજે ત્રીજી વન-ડે : સાંજે ૬.૩૦ વાગ્યેથી જીવંત પ્રસારણ

aapnugujarat

IPL 2020 : CSK के पास हैं 11 कप्तान : रैना

editor

Leave a Comment

UA-96247877-1